Book Title: Kshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Author(s): Rasesh Jamindar
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 6
________________ પ્રકાશકીય “ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ' ગ્રંથ પ્રકાશિત કરતા અને આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથમાં ગુજરાતના પૂર્વકાલના શાસક ક્ષત્રપોનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. ગુજરાતના દીર્ઘકાલીન ઇતિહાસ યુગમાં ક્ષત્રપકાળ, મૈત્રકકાળ અને સોલંકીકાળ જેવા ત્રણ લાંબા ઇતિહાસકાળ નોંધનીય છે. તેમાંય ક્ષત્રપોનું શાસન તો ચાર શતકના દીર્ઘકાળ સુધી પથરાયેલું છે. તેથી ગુજરાતના સાંસ્કૃતિક વિકાસનાં અધ્યયનમાં ક્ષત્રપોના શાસનકાળનું અધ્યયન અત્યાવશ્યક છે. આ વિષય પરત્વે પૂર્વે ભગવાનલાલ ઇંદ્રજી આદિ વિદ્વાનોએ કાર્ય કર્યું હતું. પણ તે કાર્ય સીમિત સાધનોના આધારે થયું હતું. ત્યારપછીના ચાર દાયકામાં અનેક નવી સાધન-સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેનો ઉપયોગ કરી નવેસરથી અધ્યયન થાય તે આવશ્યક હતું. આ આવશ્યકતાને ધ્યાનમાં લઈ પ્રાપ્ત અનેક નવી સામગ્રીનો ઉપયોગ કરી ગહન ચિંતન-મનન કરી ડૉ. જમીનદારે પ્રસ્તુત ગ્રંથ તૈયાર કર્યો છે. ગ્રંથમાં ક્ષત્રપોનો સમયનિર્ણય, ક્ષત્રપકાલીન ભારતીય સમાજ, ક્ષત્રપોનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ જેવા વિષયોનું સોદાહરણ પ્રમાણભૂત વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથના આલેખનમાં પુરાવસ્તુકીય ઉત્પનન, મહત્ત્વના શિલાલેખો, સ્થાપત્ય, સિક્કા આદિ અનેક સામગ્રી એવી છે જેનો આ ગ્રંથમાં સર્વપ્રથમ ઉપયોગ થવા પામ્યો છે અને તેને આધારે ગ્રંથ તૈયાર થયો હોવાથી પ્રમાણભૂત બન્યો છે. ગ્રંથના લેખક શ્રી રમેશ જમીનદાર જાણીતા ઇતિહાસવિદ્ છે. તેમણે આ ગ્રંથ તૈયાર કરવા ચાર દાયકા જેટલા દીર્ઘકાળ સુધી સતત અધ્યયન-સંશોધન કર્યું છે. તેથી જ તેમના દ્વારા પૂર્વે પ્રકાશિત થયેલ ક્ષત્રપકાળનું ગુજરાત અહીં નવસર્જન પામ્યું છે. પૂર્વે પ્રકાશિત થયેલ ગ્રંથ કરતાં આ ગ્રંથમાં અનેક નવાં ઐતિહાસિક તથ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી ગ્રંથ મૂલ્યવાન બન્યો છે. ગ્રંથનું પ્રકાશન સંસ્થા દ્વારા થાય તે માટે સંમતિ આપવા બદલ લેખક મહોદયનો સંસ્થા વતી અત્યંત આભાર વ્યક્ત કરું છું. આ ગ્રંથ ગુજરાતના ઇતિહાસ પ્રેમીઓ અને જિજ્ઞાસુઓ માટે તો ઉપયોગી છે જ. પરંતુ ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુઓ માટે પણ એટલો જ ઉપયોગી સિદ્ધ થશે તેવી અમને શ્રદ્ધા છે. ૨૦૦૬ , અમદાવાદ જિતેન્દ્ર બી. શાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 464