Book Title: Kathasar Author(s): Jain Yuth Foram Publisher: Jain Yuth Foram View full book textPage 6
________________ - 5 કથાસાર jain જ્ઞાતા ધર્મકથા સૂત્ર પરિચય :- જ્ઞાતા ધર્મકથા સૂત્ર ગણધરકૃત છઠું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુત સ્કંધમાં કેટલીક કથાઓ ઐતિહાસિક છે તો કેટલીક કથાઓ કલ્પિત છે. આ બધીજ કથાઓનો ઉદ્દેશ વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અથવા શિક્ષા દેવાનો છે. જેથી મુમુક્ષુ સાધક સરળતાથી આત્મ ઉત્થાન કરી શકે. આ કથાઓમાં શ્રદ્ધાનું મહત્વ, આહાર કરવાનો ઉદ્દેશ, અનાસકિત, ઇન્દ્રિય | વિજય, વિવેકબુદ્ધિ, ગુણવૃદ્ધિ, પુદ્ગલ સ્વભાવ, કર્મ વિપાક, ક્રમિક વિકાસ, કામભોગોનું દુષ્પરિણામ, સહનશીલતાના માધ્યમથી સંયમની આરાધના-વિરાધના અને દુર્ગતિ-સદ્ગતિ આદિ વિષયો ઉપર સરળ ભાષામાં પ્રકાશ પાડ્યો છે. આ કથાઓ વાદ-વિવાદ કે મનોરંજન માટે નથી પણ જીવન ઉત્થાનને માટે ચિંતન-મનન કરવા યોગ્ય છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં સંયમ સાધના કરીને દેવલોકમાં જનારી ૨૦૬ સ્ત્રીઓનું વૃત્તાંત છે. બધી સ્ત્રી પર્યાયમાં સંયમ સ્વીકાર કરી દેવીના રૂપમાં ઉત્પન્ન થઈ છે. દેવ ભવ પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમની શુદ્ધ આરાધના કરી મુકિત મેળવશે. આ પ્રમાણે આ છઠું અંગસૂત્ર કથાપ્રધાન છે. સામાન્ય જન માટે રોચક આગમ છે. જીવન નિર્માણ માટે અનેક પ્રેરણાઓનો ભંડાર છે. વધુ વિશેષતા એ છે કે અહીં કહેવામાં આવેલી બધી જ પ્રેરણાઓ સાધુ-સાધ્વી તથા શ્રમણોપાસક બન્ને વર્ગને ઉપયોગી છે. પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયન છે. દ્વિતીય શ્રુતસ્કંધના દશ વર્ગ છે અને તેના કુલ ૨૦૬ અધ્યયન છે. સંપૂર્ણ સૂત્ર ૫૫૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. આ સૂત્રમાં શિક્ષાપ્રદ દષ્ટાંત તથા ધર્મકથાઓ હોવાથી તેનું નામ "જ્ઞાતા ધર્મકથા" સૂત્ર રાખવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં તેને જ્ઞાતાસૂત્ર પણ કહેવામાં આવે છે. પ્રથમ શ્રુતસ્કંધ પ્રથમ અધ્યયન –મેઘકુમાર પચ્ચીસસો વર્ષ પૂર્વે રાજગૃહી નામના નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલણા-ધારિણી આદિ અનેક રાણીઓ હતી. ઔપપાતિક સૂત્ર આદિમાં શ્રેણિકની કુલ પચીસ રાણીઓનું વર્ણન આવે છે. એકદા સમય ધારિણી રાણીને સ્વપ્ન આવ્યું, જેમાં તેણીએ જોયું કે આકાશમાંથી એક સુંદર હાથી ઉતરીને તેના મુખમાં પ્રવેશ કર્યો. જેના ફલસ્વરૂપે એક પુણ્યાત્મા ગર્ભમાં આવ્યો. ગર્ભકાળના ત્રીજે મહીને દોહદ ઉત્પન્ન થયો. જેથી તીવ્ર ઇચ્છા થઈકે વરસતા વરસાદમાં, હરિયાળી યુક્ત પ્રાકૃતિક દશ્યમાં રાજા શ્રેણિકની સાથે નગર અને ઉપવનમાં ઐશ્વર્યનો આનંદ ભોગવતી વિહરે. પ્રકૃતિની ભવ્યતા કોઈપણ માનવીના હાથમાં નથી હોતી. અસમયમાં ઉત્પન્ન થયેલો દોહદ પૂર્ણ ન થવાથી રાણી ચિંતિત રહેવા લાગી અને ઉદાસીન થઈ ગઈ. અંતે બુદ્ધિનિધાન અભયકુમારે અઠ્ઠમ તપ કરી મિત્રદેવનું સ્મરણ કર્યું અને તેના સહયોગથી મનોકામના પૂર્ણ થઈ. યથાસમયે ધારિણીને પુત્ર જનમ્યો જેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. આઠ વર્ષ વીત્યા પછી તેને કલાચાર્ય પાસે અભ્યાસ કરવા મોકલ્યો ત્યાં તેણે પુરુષની ૭ર કળાઓનું જ્ઞાન મેળવીને તેમાં નિષ્ણાત થયો. યુવાન થતાં આઠ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે પ્રાપ્ત ઋદ્ધિનો ઉપયોગ કરતાં મેઘકુમાર વિચરવા લાગ્યો. મેઘકુમારની દીક્ષા – ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. ધર્મસભા એકઠી થઈ. મેઘકુમાર પણ ઉપસ્થિત થયા. વૈરાગ્ય ભરપૂર ઉપદેશ સાંભળી મેઘકુમાર સંસારના ભોગોથી વિરકત થયા. માતા-પિતા પાસે અનુમતિ માંગી, માતા-પિતાએ તેમને ખૂબ સમજાવ્યા છતાં તે વૈરાગ્યમાં દઢ રહયા. અંતે અનિચ્છાએ આજ્ઞા આપી. રાજકુમારે સંપૂર્ણ રાજવૈભવ તથા પરિવારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રે જ શ્રમણોના ગમનાગમન આદિથી ક્ષણમાત્ર પણ ઉંઘ ન આવી, જેથી તેનું મન સંયમથી ચલ-વિચલ થયું. અંતે સવાર થતાં જ ભગવાન પાસે જઈ સંયમ ત્યાગનો નિર્ણય મનોમન કરી લીધો. પ્રાતઃકાલે ભગવાન સમીપે ગયા. વંદન નમસ્કાર કરી ઉભા રહયા ત્યાં જ પ્રભુએ તેમના સંપૂર્ણ મનોગત સંકલ્પને જાહેર કરી કહ્યું કે તમે તે જ આશયથી મારી પાસે આવ્યા છો? મેઘમુનિએ ભગવાનના વચનોનો સ્વીકાર કર્યો. ભગવાને તેમનો પ્રતિબોધ માટે પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ- હે મેઘ! તું પૂર્વના ત્રીજા ભવમાં સુમેરૂપ્રભ નામનો હાથી હતો. એક હજાર હાથી–હાથણીઓનો નાયક હતો. નિર્ભય થઈ ક્રિીડા કરી રહયો હતો. તારી વૃદ્ધાવસ્થામાં જેઠ મહિનામાં જંગલમાં ભયંકર દાવાનળ પ્રગટયો. જંગલના અનેક પ્રાણીઓ ત્રાસી ભાગવા લાગ્યા. તે સમયે હે મેઘ! તું ભૂખ તરસથી આકુળ-વ્યાકુળ થઈ સરોવર તટે પહોંચ્યો. પાણી પીવાની આશાએ સરોવરમાં ઉતર્યો પણ તેમાં બહુ કીચડ હોવાથી ફસાઈ ગયો. જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ વધુને વધુ ખેંચતો ગયો. તે વખતે કોઈ યુવાન હાથી ત્યાં આવ્યો જેને તારા ઝૂંડમાંથી હરાવીને કાઢી મૂકયો હતો. તેને જોતાંજ તે ક્રોધથી ભભૂકી ઉઠયો. દાંતથી ભયંકર પ્રહાર કરી લોહીલુહાણ બનાવી તારો બદલો લીધો. તે સમયે તને અસહ્ય વેદના થઈ. હે મેઘ! આવી અસહ્ય–પ્રચંડ વેદનામાં તે સાત દિવસ–રાત્રિ પસાર કરી, મૃત્યુ પામી મેરૂપ્રભ નામનો હાથી બન્યો. કાળાંતરે તે મેરૂપ્રભ હાથી પણ યૂથપતિ બન્યો. એક વખત ગરમીના દિવસોમાં જંગલમાં દાવાનળ લાગ્યો. બધા પ્રાણી જયાં ત્યાં ભાગવા લાગ્યા. મેરૂપ્રભ તે દાવાનળને જોઈ વિચારમાં પડી ગયો. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થયું. વારંવાર થતી આ આપત્તિથી બચવા તેણે ઉપાય શોધી કાઢયો. દાવાનળ શાંત થયો. વનમાં બધાજ પશુઓની સહાયતાથી એક મોટું મેદાન સાફ કર્યું કે જેમાં કિંચિત માત્ર ઘાસ ન હોય જેથી જંગલના તમામ પશુઓ થોડો સમય ત્યાં રહી દાવાનળથી સુરક્ષા પ્રાપ્ત કરી શકે. એક વખત જેઠ મહિનામાં ફરીને જંગલમાં આગ લાગી. સાફ કરેલું આખું મેદાન પ્રાણીઓથી ભરચક ભરાઈ ગયું. હે મેઘતું પણ મેરૂપ્રભ હાથીના રૂપમાં ત્યાં ઉભો હતો. અચાનક ચળ (ખંજવાળ) આવવાથી તે પગ ઉંચો કર્યો. સંયોગોવસાત્ સસલું તારા પગની નીચેની ખાલી થયેલી જગ્યામાં બેસી ગયું. સસલાને જોઈને હે મેઘ' અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી તે તારો પગ ઉંચેજ રાખ્યો. અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી સમ્યક્ત્વનીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 305