________________
પ્રથમ કર્મગ્રંથ
થાય છે. જેમ જેમ આત્મામાં યોગ વધારે હોય તેમ તેમ પ્રદેશો વધારે બંધાય અને તમન-વચન-કાયાનો) યોગ ઓછો હોય તો પ્રદેશો ઓછા બંધાય. કષાય વધારે હોય તો સ્થિતિ અને અશુભ કર્મોનો રસ વધારે બંધાય અને કષાય ઓછો હોય તો સ્થિતિ અને અશુભ કર્મોનો રસ ઓછો બંધાય છે. ૨.
આ કર્મના મૂલભેદો ૮ છે. અને ઉત્તરભેદો (પેટાભેદો-પ્રતિભેદો) કુલ ૧૫૮ છે. તે હવે પછીની ત્રીજી ગાથામાં જણાવે છે. રૂદના-
સં વર--મોટર-નામ-ગમfor વિષં રપ-વ-૩-ત્મકૂવીસ-૩-તિથિ-ટુ-પીવાં રૂા (રૂદ-જ્ઞાન-ર્શનાવરણ-વૈદ્ય-કોરાપુનમ-જોત્રાળ ! विघ्नं च पञ्चनवद्व्यष्टाविंशति चतुस्त्रिशतद्विपञ्चविधम्)
શબ્દાર્થ :- ૬ = અહીં, નાગવંલાવર = જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, વેચ= વેદનીય, મોહાસ = મોહનીય અને આયુષ્ય, નામોનિ = નામકર્મ અને ગોત્રકર્મ, વિર્ષ ૨ = અને અંતરાયકર્મ, પણ = પાંચ, નવ = નવ, ડું = બે, અદૃવીસ =અઠ્યાવીસ, ૨૩ = ચાર, તિથિ = એકસો અને ત્રણ, ૩ = બે, પણવિદ્દ = પાંચ પ્રકારના ભેદો છે.
ગાથાર્થ - અહીં તે કર્મ જ્ઞાનાવરણીય- દર્શનાવરણીય-વેદનીયમોહનીય- આયુષ્ય- નામકર્મ- ગોત્રકર્મ અને અંતરાય એમ આઠ ભેદોવાળું છે. તેના અનુક્રમે પ-૯-ર-૨૮-૪-૧૦૩-૨ અને ૫ પેટા ભેદો છે. ૩.
વિવેચન – આત્મા પ્રતિસમયે જે કર્મ બાંધે છે તેના મૂલથી આઠ ભેદો છે. અને તે એકેક મૂલકર્મના પેટાભેદો ગણતાં આઠે કર્મના કુલ પેટભેદો એકસો અઢાવન છે. આઠ મૂલકર્મોમાંથી આયુષ્ય વિનાનાં સાત મૂલકર્મો આ આત્મા નવમા ગુણઠાણા સુધી પ્રતિસમયે અવશ્ય બાંધે છે. આયુષ્ય કર્મ ભવમાં એક જ વાર બંધાય છે.
સંસારના તમામ પદાર્થોમાં બે જાતના ધર્મો છે. સામાન્યધર્મ અને વિશેષધર્મ. જ્યાં વસ્તુ સ્પષ્ટ ન જણાય પરંતુ આ કંઈક છે એમ અસ્પષ્ટ જણાય તે સામાન્યધર્મ. અને તે જ વસ્તુ જ્યારે સ્પષ્ટપણે જણાય જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org