Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 286
________________ કર્મવિપાક ૨૫૧ એટલે કોઇક સાધુ કયારેક ક્યારેક ખૂબ ગુસ્સામાં આવી જતા હોય, એટલા માત્રથી એમને અસાધુ માની શકાય નહીં. “સાધુને કાંઈ આટલો ગુસ્સો હોતો હશે? આટલા બધા ગુસ્સાવાળા કાંઈ સાધુ હોતા હશે? આવો વિચાર પોતાનો ગુસ્સો ઘટાડવા માટે પોતાના માટે ભલે કરી શકાય, બીજા સાધુ માટે ન જ કરી શકાય. એમની વિશેષતા જ આ હોય છે કે, પ્રસંગે એકદમ ઉકળી ગયેલા દેખાય.. એકદમ ગુસ્સે ભરાય ને ઊંચા અવાજે કંઈક બોલી નાખે. પણ વળતી જ પળે તેઓને ખ્યાલ આવી જાય કે હું ભૂલ્યો... કષાયને આધીન બની ગયો. વગેરે.... ને તેથી તેઓ એનું મિચ્છામિ દુક્કડમ્ પણ દેતાં અચકાય જ નહીં. પછી ભલેને સામી વ્યક્તિ સાવ નાની હોય. મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવા.. કોઈ ગાંઠ-પકડ નોંધ રાખવી નહીં. બોલવાચાલવા વગેરેનો વ્યવહાર પૂર્વવત્ કરી દેવો... આ બધું કષાયોને છોડી દેવા રૂપ છે, કષાયોથી પાછા ફરી જવા રૂપ છે. સાધુઓ, કદાચ કષાય થઈ જાય તો પણ તૂર્ત કષાયથી પાછા ફરી જાય છે ને તેથી તેઓનો કષાય સંજવલન કષાય જ હોવાથી સર્વ વિરતિનો ઘાતક હોતો નથી. પાણીમાં લાકડીથી પાતળી રેખા દોરો કે ચાર-પાંચ ફૂટ પહોળા પાટિયાથી પહોળી રેખા દોરો... શું ફેર પડવાનો? તરત પૂરાઈ જ જવાની... શ્રી ચંડરુદ્રાચાર્યને પોતાના ભયંકર ગુસ્સાનો પારાવાર પશ્ચાત્તાપ-ખેદ હતો. એટલે તેઓ તૂર્ત કષાયથી પાછા ફરી જ જતા હશે. ને તેથી તેઓનો કષાય મૂળમાં સંજવલનનો જ હોવાથી, આટલો બધો તીવ્ર હોવા છતાં, સર્વવિરતિનો ઘાતક બની શક્યો નહીં જ, એ જાણવું. આનાથી વિપરીત, ક્યારેક કોઈ ગૃહસ્થ માટે એવું પણ જોવા મળે કે આમ એકદમ શાંત પ્રકૃતિ હોય... કયારેય ગુસ્સે થતા જોવા ન મળે. પણ ભાઈ સાથે કે પાડોશી સાથે કંઈક વાંકું પડયું ને ગાંઠ એવી બાંધી હોય કે એના ઘરે ન જાઉં. કયારેક એ ભાઈ કે પાડોશી વગેરે રસ્તામાં ભેગા થઇ જાય તો વાતો પણ મીઠાશથી કરે ગુસ્સામાં આવીને કયારેય એને પણ કશું કહે નહીં. પણ કોઈ ગમે એટલું સમજાવે કે આ પકડ છોડી દે ને ભાઈના ઘરે જાઓ તો કહી દે કે “ના! એ મારાથી નહીં બને. એના ઘરે તો હું નહીં જ જાઉં.” વર્ષોના વર્ષો સુધી આવી પકડ રાખે.... તો આ મૂળમાં અનંતાનુબંધી જ છે જે સમ્યક્ત્વનો ઘાત કરે જ છે. આ નિરૂપણા પરથી એ સમજવાનું છે કે કષાયોની બાહ્ય તીવ્રતા-આક્રમકતા જેટલી નુકશાનકારક છે એના કરતાં એની અંદરની પકડ ખૂબ જ અધિક નુકશાનકારક છે ને તેથી વધુ ચિંતાજનક છે. - એટલે કોઇ પણ આત્મ-હિતેચ્છુએ કષાય કદાચ તીવ્ર થઇ ગયો હોય તો પણ, કેટલો જલ્દી આ કષાયથી (કષાયની અસરથી) પાછો ફરે એના પર મહત્ત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294