Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 290
________________ કર્મવિપાક ૨૫૫ શંકા :- છતાં, અસ્થિર નામકર્મના ઉદયથી જીભ હલવી વગેરે અનુકૂળતા મળે એ વાત, મગજમાં એટલી બેસતી નથી. સમાધાન - જો આ શંકા રહ્યા કરતી હોય તો એના સમાધાન માટે આવી વ્યાખ્યા વિચારી શકાય કે જે નામકર્મના ઉદયે તે તે અવયવો સ્વ-અવસ્થામાં સ્થિર રહે તો સ્થિર નામકર્મ. ને જેના ઉદયે તે તે અવયવો સ્વ-અવસ્થામાં અસ્થિર થઈ જાય. ચલિત થઇ જાય તે અસ્થિર નામકર્મ. એટલે દાંત વગેરે સ્થિર રહેવા, ને જીભ વગેરે અવયવો હાલતા રહેવા એ બધું સ્થિર નામકર્મનો જ ઉદય છે, કારણ કે એ જ તે તે અવયવોની સ્વ-અવસ્થા છે. આનાથી વિપરીત, દાંત વગેરે અસ્થિર થઈ જવા કે જીભ-પાંપણો વગેરે અવયવો સ્થિર થઈ જવા એ સ્વ-અવસ્થામાંથી વિચલિત થઈ જવા રૂપ હોવાથી અસ્થિરનામકર્મનો ઉદય છે. - પ્રતિક્ષણ કેટલાય અવયવો સ્વ-અવસ્થામાં અવસ્થિત હોય છે, તેમજ કોકને કોક અવયવમાં કંઈક તો ગરબડ થયેલી હોય છે. તેથી આ બન્ને પ્રકૃતિઓ ધ્રુવોદયી છે. ગીતાર્થ બહુશ્રતોને આ વ્યાખ્યા પર વિચાર કરવા વિનંતિ. ૨૮. શરીરનામકર્મ વગેરે અંગે વિચારણા - ખુરશી બનાવવા ચાહતા સુથારને લાકડું, માટી, લોખંડ વગેરે અનેક ચીજો ઉપલબ્ધ હોવા છતાં, એ લાકડાની જ પસંદગી કરે છે. લાકડું પણ અનેક પ્રકારનું હોય છે. એમાંથી પાયા માટે અલગ પ્રકારનું, બેઠક માટે અલગ પ્રકારનું, પાછળના પાટિયા માટે અલગ પ્રકારનું. એ પસંદ કરે છે. આ જુદા-જુદા પ્રકારનું લાકડું પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં, એમાંથી એ આવશ્યક હોય એટલું જ લાકડું ઉપાડે છે, બધું નહીં. પાયાના લાકડામાંથી પાયો બનાવી પાયાના સ્થાને જ જોડે છે, અન્યત્ર નહીં. જીવ જે આકાશપ્રદેશોમાં અવગાહીને રહ્યો હોય એ આકાશપ્રદેશોમાં રહેલાં મુગલોનું જ ગ્રહણ કરે છે. પણ એ આકાશપ્રદેશોમાં પણ ઔદારિક, વૈક્રિય, આહારક વગેરે બધી વર્ગણાઓના સ્કંધો રહ્યા જ હોય છે. માટી, લોખંડ વગેરે ન પકડતાં લાકડું જ લેવું આ કામ સુથાર તો હાથ વડે કરે છે. પણ વૈક્રિય વગેરે પુદ્ગલો ન સ્વીકારતાં ઔદારિક પુદ્ગલો જ લેવા, આવું કરવા માટે જીવ પાસે કોઈ હાથ નથી. એટલે ઔદારિક શરીર નામકર્મ એની સહારે આવે છે. પુદ્ગલો ત્યાંના ત્યાં જ રહે છે, કયાંય ખસતા નથી... છતાં, ઔદારિક પુદ્ગલોનું જ ગ્રહણ થાય છે, વૈક્રિયાદિનું નહીં. એટલે એમ કહી શકાય કે ઔદારિક પુદ્ગલો જ જીવને ગ્રહણ કરવા માટે ઉપલબ્ધ થાય, અન્ય પુદ્ગલો નહીં. ઔદારિક પુદ્ગલોને ઉપલબ્ધ (જીવ દ્વારા ગૃહીત થવાને સન્મુખ) કરવાનું કામ ઔદારિક શરીર નામકર્મ કરે છે. ઔદારિક પુદ્ગલો પણ અનેક પ્રકારના હોય છે. એમાંથી તે તે પ્રકારના જીવના શરીર માટે અમુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294