Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 287
________________ ૨પર પ્રથમ કર્મગ્રંથ આપવું જોઈએ... ને જેટલા જલ્દી મિચ્છામિ દુક્કડમ્ દેવા વગેરે દ્વારા કષાયથી પાછા ફરાય એટલા જલ્દી પાછા ફરી જવું જોઈએ. કોઈ પકડ નહીં, કોઈ ગાંઠ નહીં, કોઈ દુર્ભાવ-દ્વેષ નહીં. કોઈ નોંધ નહીં. વ્યવહારમાં કે વિચારધારામાં કષાયજન્ય કોઈ પરિવર્તન નહીં. કોઈ ખાર નહીં કે દાઢમાં રાખવાની વાત નહીં. આવી વૃત્તિ અવશ્ય કેળવવી જોઇએ. એ કેળવવામાં ન આવે, તો બાહ્ય દૃષ્ટિએ કરેલી કષાયોની ઉપશાંતતા એટલી લાભકર્તા બની શકતી નથી. ૨૫. ઔદારિક શરીર :- ઔદારિક પુદ્ગલોમાંથી આ શરીર બને છે. એ મનુષ્યો અને તિર્યંચને હોય છે. આ શરીર ચાર રીતે ઉદાર છે. માટે ઔદારિક કહેવાય છે. (૧) વિશાળતા :- આની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક ૧00 યોજન છે, જ્યારે વૈક્રિયની માત્ર ૫૦૦ ધનુષ્ય. (આ ભવધારણીય શરીરની અવગાહના ગણવી. અન્યથા ઉત્તરવૈક્રિય સાધિક લાખ યોજનનું પણ હોય છે.) (૨) સુંદરતા - શ્રી અરિહંતપરમાત્મા વગેરેના ઔદારિકશરીર જેવી સુંદરતા અન્ય કોઈ શરીરમાં હોતી નથી. (૩) સામર્થ્યઃ- આ જ શરીર કેવલજ્ઞાન અને મુક્તિ અપાવવાનું સામર્થ્ય ધરાવે છે. (૪) સ્થૂલતા - જીવોને ગ્રાહ્ય પુદ્ગલોમાં આ જ પુદ્ગલો સૌથી વધુ સ્થૂલ છે. બાકીના સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે. ૨૬ પ્રશ્ન :- તીર્થંકર નામકર્મનો ઉદય ૧૩ માં ગુણઠાણે કેવલીને હોય છે એમ કહ્યું. ચ્યવન-જન્મ વખતે તો પ્રભુ ચોથે ગુણઠાણે હોય છે. તો ૧૪ સ્વપ્ન વગેરે વિશેષતાઓ કોના પ્રભાવે? - ઉત્તર :- આ પ્રશ્નના બે ઉત્તરો ગ્રન્થોમાં દૃષ્ટિગોચર થાય છે. (૧) તીર્થકર નામકર્મનો ૧૩ મા ગુણઠાણે ઉદય થવો જે કહ્યો છે તે વિપાકોદય જાણવો. બાકી પ્રદેશોદય તો જિનનામનો બંધ કર્યા બાદ બે આવલિકા વીત્યે શરુ થઈ જ જાય છે. તેથી આ પ્રદેશોદયનો પ્રભાવ હોય શકે. (૨) જે અત્યંત વિશિષ્ટ અધ્યવસાયોથી જિનનામકર્મ બંધાય છે તે અધ્યવસાયોથી વિશિષ્ટ પ્રકારના સૌભાગ્ય-આદેય-યશ નામકર્મ પણ સાથે જ બંધાયા હોય છે. ને આ બધાનો તો ચોથે ગુણઠાણે પણ ઉદય થઈ શકે જ છે. તેથી એના ઉદયે ૧૪ સ્વપ્ન જન્માભિષેક વગેરે વિશેષતાઓ થાય છે. આ બે ઉપરાંત એક નીચે મુજબની અન્ય વિચારણા પર ગીતાર્થ બહુશ્રુતો વિચાર કરે ન્યાયદર્શનવાળા આત્માને વિભ=આકાશની જેમ સમગ્ર બ્રહ્માંડવ્યાપી માને છે. આવું માનવામાં તેઓ નીચે મુજબ કારણ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294