Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 279
________________ ૨૪૪ પ્રથમ કર્મગ્રંથ પેદા થાય છે. ઓછો રસ નહીં. ને તેથી સમ્યકત્વ મોહનીય કે મિશ્ર મોહનીયનો બંધ હોતો નથી. માત્ર મિથ્યાત્વ મોહનીયનો જ બંધ હોય છે. પણ જ્યારે જીવ સમ્યક્ત્વ : પામે છે ત્યારે વિશુદ્ધિના પ્રભાવે કેટલાંક દલિકોમાંથી રસને એટલો બધો હણી નાખે છે કે જેથી એ ૧૦,૦૦૦ ની અંદરનો થઈ જાય. આ દલિકોનો જથ્થો એ સમ્યક્ત્વ મોહનીય-શુદ્ધ પુંજ છે. કેટલાંક દલિકોમાંથી રસને હણીને ૧૦૦૦૧ થી ૨૫000 સુધીનો બનાવે છે. આ દલિકોનો જથ્થો એ મિશ્ર મોહનીય-મિશ્ર પુંજ છે. આ વખતે વિશુદ્ધિના કારણે જ ઉત્કૃષ્ટ તરફનો (ધારો કે ૭૦૦૦૧ થી એક લાખ પાવર સુધીનો) રસ પણ સત્તામાંથી નિર્મળ થઈ ગયો હોય છે એમ જાણવું. છતાં ૨૫૦૦૧ થી ૭૦,૦૦૦ સુધીના રસવાળાં જે દલિકો સત્તામાં રહે છે એનો જથ્થો એ મિથ્યાત્વ મોહનીય-અશુદ્ધ પુંજ છે. આ ત્રણ પુંજમાંથી જીવના જેવા સંક્લિષ્ટ કે વિશુદ્ધ અધ્યવસાયો હોય એને અનુસરીને એક પુંજ ઉદયમાં આવે છે. જેમ જેમ સંલેશ વધુ હોય તેમ તેમ વધુ પાવરવાળો રસ ઉદયમાં આવે છે ને જેમ જેમ વિશુદ્ધિ વધુ હોય તેમ અલ્પ પાવરવાળો રસ ઉદય પામે છે. જ્યારે વિશુદ્ધિ એટલી પ્રબળ હોય કે જેથી ૧૦,૦૦૦ ની ઉપરનો રસ ઉદય પામી શકતો નથી. ત્યારે જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વવાળો હોય છે. આપણે ધારીએ કે એક સમ્યકત્વી જીવને વિશુદ્ધિના કારણે વિવક્ષિત સમયે ૧000 પાવરથી વધુ પાવરવાળો રસ ઉદય પામી શકતો નથી, પણ છતાં, વિવક્ષિત સમયે જ ઉદય પામી શકે એ રીતે ૧૦૦૧ થી ૧૦,૦૦૦ સુધીના સમ્યફત્વ મોહનીયનાં દલિકો, ૧૦,૦૦૧ થી ૨૫,૦૦૦ સુધીનાં મિશ્રનાં ને ૨૫,૦૦૧ થી ૭૦,૦૦૦ સુધીનાં મિથ્યાત્વનાં દલિકો પણ ગોઠવાયેલાં તો હતાં જ, ને તેથી ઉદય પણ પામી જ રહ્યાં છે. જો આ દલિકો પોત પોતાના આ પાવર સાથે જ ઉદયમાં આવે તો તો સમ્યકત્વને હણી જ નાખે, પણ જેવો વિવક્ષિત સમય આવ્યો કે એ જ સમયે આ (ઉદય પ્રાપ્ત) ૧૦૦૦ પાવરથી ઉપરના બધા પાવરવાળા રસને જીવ વિશુદ્ધિના બળ પર હણી નાખે છે. ને તેથી એ અધિક રસવાળાં ઉદય પ્રાપ્ત દલિકો પણ ૧૦૦૦ સુધીના પાવરવાળા થઈને જ ઉદયમાં આવે છે. આ રીતે ઉદય પ્રાપ્ત દલિકોમાં રહેલા અધિક રસને હણી નાખવો એ ક્ષય કહેવાય છે. વળી ઉદયાવલિકાની બહારનાં (વર્તમાન વિવક્ષિત સમયથી માંડીને એક આવલિકા સુધીનો કાળ વીતી ગયા પછી ઉદયમાં આવી શકે એવી રીતે ગોઠવાયેલાં) દલિકોમાં પણ ૭૦,૦૦૦ સુધીનો રસ હોય તો છે જ. તેથી ઉદીરણા કે અપવર્તના દ્વારા એ પણ જો વર્તમાન સમયે ઉદય પામી જાય તો તો જીવના સમ્યક્ત્વ ગુણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294