Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 282
________________ કર્મવિપાક ૨૪૭ જ મટી જાય છે. એમ સંજવલન ક્રોધ તરત દૂર થાય છે. પંદર દિવસથી ધૂળમાં પડેલી રેખા તરત મીટતી નથી. વાયરો આવે ત્યારે મીટે. છેવટે ચાર મહિને એક વાર તો વાયરો વાય જ. માટે એ ચાર મહિનાથી વધુ ટકે નહિ. એમ પ્રત્યાખ્યાન ક્રોધ જાણવો. ખૂબ ગરમીથી જમીનમાં તિરાડ પડે છે. જે વરસાદથી પૂરાય છે. છેવટે બાર મહિને તો વૃષ્ટિ થવાથી એ પૂરાય જ. અપ્રત્યાખ્યાન ક્રોધ આવો છે. માટે ૧૨ મહિનાથી વધુ ટકતો નથી.વધુ કાળ થાય તો અનંતાનુબંધી થઈ જાય. પર્વતમાં પડેલી તિરાડ ક્યારેય મીટતી નથી. એમ અનંતાનુબંધી ક્રોધ પણ આખી જિંદગીમાં ન મીટે એવું બની શકે છે. ક્રોધથી સંબંધોમાં તિરાડ પડે છે માટે તિરાડની ઉપમા આપેલી છે. માન એટલે અક્કડતા, નમ્રતા આવવાથી એ મીટયો કહેવાય. નેતરની સોટી તરત વળી જાય. શેષ ૩ ઉત્તરોત્તર વાળવા કઠિન છે. પથ્થરનો થાંભલો જોર કરવા પર તૂટી જાય, પણ વળતો નથી. એવું અનંતા) માનવું છે. વટની ખાતર મરી જશે, પણ અહંકાર નહીં છોડે. | માયા એટલે વક્રતા, સરળતા આવવાથી એ દૂર થઈ કહેવાય. અવલેહી એટલે સુથારે છોલેલા લાકડાની છાલ... એ ગોળાકાર વળતી જાય છે. પણ તરત સીધી કરી શકાય છે સંજવલન માયા આવી હોય છે. શેષ ત્રણની કુટિલતા છોડાવી સરળતા કરવી ઉત્તરોત્તર કઠિન છે. ઘનવંસના મૂળિયા તૂટી જાય, પણ સીધા ન થાય. એમ અનંતાનુબંધી માયા જાણવી. લોભ જીવને ઉપરક્ત કરે છે, માટે રંગની ઉપમા... હળદરીયો રંગ તડકામાં સૂકવતાં ઊડી જાય છે. એવા સંજવલન લોભ છે. કપડું ફાટી જાય, પણ કીમજીનો રંગ જતો નથી. એમ માણસ મરી જાય પણ અનંતાનુબંધી લોભ છોડતો નથી. આમાં ૧૫ દિવસ વગેરે જે કાલ પ્રમાણ કહ્યું છે તેનો અર્થ આ રીતે સમજવો જોઈએ : એક માણસને બીજાની સાથે ઝગડો થાય. ખૂબ ગુસ્સો આવે. ગુસ્સો તો થોડીવારમાં ઉતરી ગયેલો દેખાય. પણ ગુસ્સાની અસર ઊભી હોવી શક્ય હોય છે. જેમ કે, હવે એની સાથે બોલું નહીં. એનું મોં જોવું નહીં. એના ઘરે નહીં જાઉં... એના તરફથી સંઘજમણ વગેરે કાંઈ પણ પ્રસંગ હોય તો જમવા નહીં જાઉં... વગેરે વગેરે ગાંઠ બંધાવી; એનું બૂરું ચિંતવવું; પોતાને જેનાથી કશો લાભ ન હોય એવા પણ એના નુકશાનમાં રાજી થવું; એની ભૂલ હતી ને મેં ગુસ્સો કર્યો હતો-હું શાનો માફી માગું ? વગેરે માન્યતાના કારણે મિચ્છામિ દુક્કડમ્ દેવાની તૈયારી ન હોવી... આ બધી ક્રોધ કષાયોની અસરો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294