________________
કર્મવિપાક
૧૦૯
ગાથાર્થ - (૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, (૪) ઉપાંગ, (૫) બંધન, (૬) સંઘાતન, (૭) સંઘયણ, (૮) સંસ્થાન, (૯) વર્ણ, (૧૦) ગંધ, (૧૧) રસ, (૧૨) સ્પર્શ, (૧૩) આનુપૂર્વી, (૧૪) વિહાયોગતિ એમ કુલ ૧૪ પિંડ પ્રકૃતિઓ જાણવી. ૨૪.
વિવેચન :- દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય આદિ તે તે પર્યાયોને ભોગવવા માટે આત્માઓને જે નમાવે, દબાવે તે નામકર્મ. આયુષ્યકર્મના આધારે જ નામકર્મ ઉદયમાં આવે છે. આત્મા પાસે નામકર્મની બધી જ પ્રકૃતિઓ બાંધેલી સ્ટોકમાં હોવા છતાં પણ તે જ ગતિ- જાતિ-શરીર ઉદયમાં આવે છે કે જે ભવનું આયુષ્યકર્મ ઉદયમાં આવ્યું હોય. બાકીની ગતિજાતિ-શરીર આદિ નામકર્મની પ્રકૃતિઓ ઉદિતકર્મમાં સંક્રમીને પ્રદેશોદયથી ભોગવાય છે. પરંતુ રસોદયથી તે કાળે ઉદયમાં આવતી નથી.
તે નામકર્મના પ્રથમ ૪ર ભેદ છે. (૧૪) પિંડપ્રકૃતિ, (૮) પ્રત્યેક પ્રકૃતિ, (૧૦) ત્રસદશક, અને (૧૦) સ્થાવરદશક. એમ ૧૪+૮+૧+૧૦ = મળીને કુલ ૪૨ પ્રકૃતિઓ થાય છે.
જેના બે-ત્રણ-ચાર-પાંચ-છ ઈત્યાદિ પેટાભેદો હોય, એટલેકે જે ઘણા પેટાભેદોનો પિંડ બન્યો હોય તેવી પ્રવૃતિઓને પિંડ પ્રકૃતિ કહેવાય છે. તેના ૧૪ ભેદો છે. તે આ પ્રમાણે - (૧) ગતિનામકર્મ = જે કર્મના ઉદયથી જીવને દેવ-નારક આદિ અવસ્થા પ્રાપ્ત થાય. દેવ-નરક આદિ પર્યાય અનુભવવા તરફ ગમન થવું. તે ગતિનામકર્મ, (અહીં અમ્ ધાતુ પ્રાપ્તિ અર્થમાં છે.) (૨) જાતિનામકર્મ = એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તે ઇન્દ્રિય આદિ જાતિની પ્રાપ્તિ તે જાતિનામકર્મ કહેવાય છે.'
૧. જો કે ઈન્દ્રિયોની પ્રાપ્તિ થવી તે જાતિનામકર્મ નથી. કારણકે દ્રવ્યેન્દ્રિયો પુદ્ગલોની બનેલી હોવાથી અંગોપાંગનામકર્મ અને પર્યાપ્ત નામકર્મથી પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org