________________
કર્મવિપાક
૧૧૧
- (૪) અંગોપાંગનામકર્મ = શરીરરૂપે રચાયેલા પુદ્ગલોમાં અંગપ્રતિસંગ રૂપે જે રચના થાય તે અંગોપાંગ, તેના ઔદારિકાદિ ત્રણ ભેદો છે. તેની પ્રાપ્તિ જેનાથી થાય તે અંગોપાંગનામકર્મ.
(૫) બંધનનામકર્મ = દારિકાદિ શરીર રૂપે રચેલાં પુદ્ગલોનો અને પ્રતિસમયે નવાં નવાં ગ્રહણ કરાતાં ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ જે કર્મ કરી આપે તે બંધનનામકર્મ.
(૬) સંઘાતનનામકર્મ = ઔદારિક આદિ શરીરોની રચના કરવા માટે તેને યોગ્ય પુદ્ગલોનો જથ્થો એકઠો કરી આપનારૂં જે કર્મ તે સંઘાતનનામકર્મ.
પ્રશ્ન - આ કાર્ય તો શરીર નામકર્મથી જ થઈ શકે તેમ છે. કારણ કે શરીરનામકર્મ જ શરીરને યોગ્ય પુગલો ગ્રહણ કરાવે છે. તેથી સંઘાતનનામકર્મની જુદી આવશ્યકતા જ ક્યાં છે ?
ઉત્તર - પ્રગ્ન વ્યાજબી છે. “શરીરને યોગ્ય પુગલોનું ગ્રહણ” શરીર નામકર્મથી જ સાધ્ય છે. તેમાં સંઘાતનનામકર્મ માનવાની જરૂર નથી. પરંતુ શરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ પણ શરીરની રચનાને અનુરૂપ “પરિમિત જ ગ્રહણ” કરવામાં સંઘાતન નામકર્મ કામ કરે છે. તેથી એકવડીયા બાંધાનું કે બેવડીયા બાંધાનું શરીર બનાવવાનું હોય છે તેના માટે તેને યોગ્ય પરિમિત પુદ્ગલગ્રહણ આ સંઘાતન નામકર્મ જન્ય છે. એટલે હીનાધિક પુદ્ગલ ગ્રહણ થતું નથી. તેની પરિમિતતામાં સંઘાતનનામકર્મ આવશ્યક છે.
(૭) સંઘયણનામકર્મ = હાડકાંનો બાંધો, હાડકાંની રચના, હાડકાંની મજબૂતાઈ અથવા શિથીલતા તે સંઘયણ કહેવાય છે. જે કર્મના ઉદયથી શરીરમાં હાડકાંની રચના મજબૂત મળે અથવા શિથીલ મળે, તે સંઘયણ નામકર્મ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org