________________
૩૨
પ્રથમ કર્મગ્રંથ
જેમ કે દૂરથી જંગલમાં સન્ધ્યાકાળે એક વૃક્ષનું સુકું ઠૂંઠું દેખાયું તેને ઉપરના ભાગમાં જમણી--ડાબી ગયેલી બે શાખા છે. ઉપર પણ મોટો ઘટાદાર ભાગ છે. જાણે બે શાખા એ બે હાથ અને વચ્ચેનો ઘટાદાર ભાગ તે માથું હોય તેવું દૂરથી દેખાય છે. તેથી તેમાં શંકા થાય છે કે-આ જે દેખાય છે તે શું સ્થાણું છે કે પુરુષ છે ? આટલું માત્ર જ્ઞાન તે સંશય કહેવાય છે. તેને ઈહા કહેવાતી નથી. ઈહાનો પૂર્વવર્તી ભાગ કહેવાય છે. પરંતુ જ્યારે વિચારધારા આગળ વધે છે કે પંખીઓ ઉડે છે અને માથે બેસે છે. પંખીઓના માળા દેખાય છે. પવનને અનુસારે હાલે છે માટે સ્થાણું (ઠૂંઠું) હોવું જોઈએ આ અન્વયધર્મથી વિચારણા કરી. તથા સન્ધ્યા સમય છે, અન્ધકાર વ્યાપી ગયો છે માટે પુરુષ ન હોઈ શકે, વળી ખણજ ખણતો નથી, તે માટે હાથ હલાવતો નથી માટે પુરુષ ન હોઇ શકે. આ વ્યતિરેક ધર્મથી વિચારણા કરી. આવી એક ધર્મથી કે ઉભયધર્મથી વિચારણા કરવાપૂર્વક નિર્ણય પાસે પહોંચી જવું તે ઈહા.
પ્રશ્ન – સંશય અને ઈહામાં શું તફાવત ?
-
ઉત્તર - સંશયમાં ત્યાં વિદ્યમાન વસ્તુ અને ત્યાં અવિદ્યમાન વસ્તુ એમ બન્નેનો અનિર્ણય સમાન જ હોય છે. જ્યારે ઇહામાં વિદ્યમાન વસ્તુના નિર્ણય તરફ, અને અવિદ્યમાન વસ્તુના નિષેધ તરફ ઢળતો વિચારવિશેષ હોય છે, માટે જ સંશય અજ્ઞાનાત્મક છે અને ઈહા જ્ઞાનાત્મક છે.
અપાય-ઈહા દ્વારા સંભાવિત કરેલી વસ્તુનો નિર્ણય કરવો તે અપાય. જેમ કે ાનથી સંભળાય છે માટે ‘આ શબ્દ જ છે પરંતુ રૂપાદિ નથી.’’ તથા આવો મધુર અને તીણો શબ્દ છે માટે ‘આ સ્ત્રીનો જ શબ્દ છે પરંતુ પુરુષનો નથી.’’ ઈત્યાદિ નિર્ણયાત્મક જે જ્ઞાન તે અપાય કહેવાય છે. જો કે “આ સ્ત્રીનો જ અવાજ છે.’’ એવો અપાય થયા પછી પણ “શું ભાવનાબેનનો છે ? કે રંજનબેનનો છે ? એવી ઈહા થઈ શકે છે. આવા પ્રકારની ઈહાની અપેક્ષાએ પૂર્વના નિર્ણયાત્મક અપાયને પણ અર્થાવગ્રહ કહેવાય છે. પરંતુ તે વ્યાવહારિક અર્થાત્ ઔપચારિક અર્થાવગ્રહ કહેવાય છે. આ પ્રમાણે ઈહા-અપાય-ઈહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org