Book Title: Jivvicharadi Prakaran Chatushtyam
Author(s): Hemprabhvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ जीवविचारादि प्रकरणचतुष्टयम् જંબુદ્રીપસંગ્રહણી - આ ૨૯ ગાથાના ગ્રંથના રચયિતા પ.પૂ.આ.શ્રી.વિ.હરિભદ્રસૂરિ મ.સા. દ્વારા જૈન ધર્મના ભૂગોળ વિષયક જ્ઞાન અને ભવ્યજીવોના ઉપકાર માટે રચાયો છે. આ ગ્રંથ ઉપર શ્રીકૃષ્ણગચ્છના પ.પૂ.આ.શ્રી પ્રભાનંદસૂરિ મ.સા. એ વિ.સં.૧૩૯૦માં રચેલ છે. આ ગ્રંથમાં જંબુદ્વીપના પદાર્થોનું વર્ણન ખંડાદિ દશ દ્વારથી કરવામાં આવેલ છે. લઘુસંગ્રહણીના આ ગ્રન્થમાં જંબુદ્વીપનું સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત વર્ણન જ્ઞાન માટે લઘુક્ષેત્રસમાસ તથા બૃહદ્બેત્રસમાસ વિ. જોવા જરૂરી છે. આ ચાર પ્રકરણની ટીકાઓ પ્રથમ વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. તરફથી પ્રકરણત્રયી અને જંબુદ્વીપસંગ્રહણી એમ અલગ-અલગ પુસ્તક અને પ્રતરૂપે પ્રકાશિત થયેલ હતી. પરંતુ ચારેય પ્રકરણની ટીકા વાંચવામાં સરળ બને તથા પ્રાકૃત-સંસ્કૃતના અભ્યાસીઓનું ભાષાજ્ઞાન સમૃદ્ધ બને અને વિશેષ પદાર્થોનો બોધ થાય તે માટે પ.પૂ.સિદ્ધાંતમહોદધિ આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના ચરમશિષ્યરત્ન વૈરાગ્યવારિધિ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી.વિ. રશ્મિરાજસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણાથી સંસ્કૃત ટીકા સહિત ચાર પ્રકરણોનું એક ગ્રંથમાં પ્રકાશન કરતા અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ. प्रस्तावना ॥જ્॥

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 184