________________
[ ૧૮૦ ]
જિનભક્તિ પરિચિત થઈ શકે છે. એ કારણે એક મહાપુરૂષ કહ્યું છે કે - “સત્યગુણના વર્ણનમાં કદિ અતિશયોક્તિ થઈ શકતી જ નથી, કિન્તુ હમેશાં અપેક્તિ જ રહે છે.” આ સત્યને પરમાર્થ દશ પૂર્વસૂરિઓ યથાર્થ સમજતા હતા, તેથી શ્રી જિનગુણ સ્તવનમાં તેઓએ વાણીનો ધોધ વરસાવ્યો હોવા છતાં, એ ધોધ શ્રીજિનના એક પણ સહભૂત ગુણને અંશથી પણ વર્ણવી શક્યો નથી, એ સત્યને તેઓએ કબૂલ રાખ્યું છે. કેઈએ બાલચાપલ્ય કર્યાનું કહ્યું છે, તે કોઈએ બે હાથ પહોળા કરીને સમુદ્રની મોટાઈનું વર્ણન કરવા જેવી ચેષ્ટા કરવાનું જણાવ્યું છે. એ રીતે સર્વ કોઈ સ્તુતિકારે પોતાનું એ વિષયનું અસમર્થપણું નિઃસંકેચપણે પ્રદર્શિત કર્યું છે અને કહ્યું છે કે
“અમારામાં સામર્થ્ય નહિ હોવા છતાં, અમે શ્રી જિનગુણ ગાવા માટે જે ઉદ્યત થયા છીએ, તેનું કારણ કેવળ અમારી શ્રદ્ધા અને શ્રી જિનગુણ પ્રત્યેની ભક્તિ જ છે. પરમાત્મગુણાની ભક્તિ અમને શક્યાશયના વિચારચાતુર્યથી રહિત બનાવે છે કારણકે–અમે જાણીએ છીએ કે શ્રદ્ધા અને ભક્તિથી બેલાયેલું યા તદ્દા યા અસંબદ્ધ વચન પણ બાલાલાપની જેમ સાંભળનારને અરૂચિ નહિ પણ વિસ્મય
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org