________________
શ્રી જિનગુણસ્તવનનો મહિમા [ ૧૭ ]
નસર્ગિક મોહવડે જન્મથી જ મોહાંધ આત્મા
ને હે નાથ ! આપ એક જ વિવેક લોચન સમપણ કરવા માટે સમર્થ છે. મનને જેમ મેરૂ દૂર નથી, તેમ આપના ચરણકમલેને વિષે ભ્રમરનું આચરણ કરનારા કિકરોને લેકાગ્ર પણ દૂર નથી. વરસાદના પાણીથી જેમ જંબૂ વૃક્ષના ફળ ખરી પડે છે, તેમ આપની દેશનારૂપી જલના સિંચનથી પ્રાણીઓના કમપાશે શીધ્ર ગળી જાય છે. હે જગન્નાથ! વારંવાર નમસ્કાર કરીને હું આપની પાસે એક જ યાચના કરું છું કે આપના પ્રસાદથી સમુદ્રના પાણીની જેમ અક્ષય એવી ભક્તિ આપને વિષે મને પ્રાપ્ત થાઓ.
હે સ્વામિન્ ! કેવળજ્ઞાન પામ્યા પછી આપ કૃતાર્થ હોવા છતાં પણ કેવળ લોકની ખાતરજ પૃથ્વીતલ ઉપર વિહાર કરે છે. શું ગગનમંડળમાં સૂર્ય પોતાના સ્વાર્થ માટે વિહરે છે? નહિ જ. મધ્યદિને જેમ પ્રાણીઓના શરીરની છાયા સંકેચાઈ જાય છે, તેમ હે પ્રભે ! આપના પ્રભાવરૂપી મધ્યાહુ કાળને આદિત્ય પ્રાણીઓના કર્મોને સંકોચી નાખે છે. સદાય આપનું દર્શન કરનારા તિર્યંચોને પણ ધન્ય છે, જ્યારે આપના દર્શનથી વંધ્ય એવા સ્વર્ગવાસીઓ પણ અધન્ય છે. જે એના હદયરૂપી ચિતન્યના અધિ
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org