Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 216
________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૧૮ ] હે સ્વામિન ! પિતા, માતા, ગુરૂ કે સ્વામી સર્વે એકત્ર થઈને જે હિત નથી કરી શકતા, તે આપ એક પણ અનેક જેવા બનીને જગતનું હિત કરો છે. રાત્રિ જેમ ચંદ્રથી શોભે છે, સરોવર જેમ હંસથી શોભે છે અને વદનકમળ જેમ તિલકથી શોભે છે, તેમ હે ત્રિભુવનનાથ ! ત્રણે ભુવન એક આપના વડે જ શોભી રહ્યાં છે. સંપત્તિ એ સાચી સંપત્તિ નથી. વીતરાગનું સમરણ એજ સાચી સંપત્તિ છે. વિપત્તિએ સાચી વિપત્તિ નથી. વીતરાગનું વિસ્મરણ એ જ સાચી વિપત્તિ છે. ગગનતણું નહિં જિમ માને, તિમ અનંત ફલ જિનગુણાનં. જેમ આકાશનું માપ નથી તેમ શ્રી જનેશ્વર ભગવંતના ગુણ ગાવાથી જે ફળ મળે છે, તેનું માપ કાઢી શકાતું નથી. પરમાત્માના ગુણ ગાવાથી અનંત ફળ મળે છે. – શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226