Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 203
________________ [૧૮૬ ] જિનભક્તિ ' હે ભગવન્! આપના યથાવસ્થિત ગુણોનું કથન કરવા અમે અસમર્થ છીએ તો પણ અમારી બુદ્ધિ આપના પ્રભાવથી જરૂર વિસ્તારને પામશે. હેવામિન! ત્રાસ-સ્થાવર ઉભય પ્રકારના જતુઓની હિંસાના પરિહારથી આપ અભયદાનની એક દાનશાળા સમાન જ છે. મૃષાવાદના સર્વથા પરિત્યાગથી પ્રિય, પથ્ય અને તથ્ય વચન રૂપી અમૃતરસના આપ સાગર છે. હે જગત્પતિ ! નિરૂદ્ધ થયેલા મેક્ષમાગના દ્વારા અદત્તાદાનના પ્રત્યાખ્યાનથી ઉઘાડનારા આપ એક સમર્થ દ્વારવાન છે. હે ભગવન્! અખંડિત બ્રહ્મચય રૂપી મહાતેજને વિસ્તારવા માટે અને મન્મથ રૂપી અંધકારને મથન કરવા માટે આપ પ્રચંડ સૂર્ય છો. હે નાથ ! પૃથિવ્યાદિ સકલ પરિગ્રહને એકી સાથે પલાલના પુજની જેમ પરિત્યાગ કરનારા આપ પરમ ત્યાગમૂર્તિ છે. પંચમહાત્રતરૂપી વ્રતના ભારને વહન કરવા માટે વૃષભ સમાન અને સંસારસિંધુ તરવા માટે જહાજ સમાન આપને અમારે વારેવાર નમસ્કાર થાઓ. પાંચ મહાવ્રતની પાંચ સહદર-બહેને તુલ્ય પાંચ સમિતિઓને ધારણ કરનાર આપને વારંવાર નમસ્કાર થાઓ. આત્મારામકમનવાળા, વચન ગુણિને ધરનારા અને સર્વચેષ્ટાઓથી નિવૃત્ત થયેલા એવા આપને વારંવાર નમસ્કાર થાઓ. Jain Education International 2500 Pokrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226