Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 209
________________ [ ૧૮ ] જિન ભકિત થઈ જ જાય છે. કાર્યસિદ્ધિ માટે તે જાપ અને સ્તવન ઉપરાંત સેવા, ઉપાસના અને આજ્ઞાપાલનાદિ અન્ય સાધનોની પણ આવશ્યકતા રહે જ છે, તે પણ એ બધામાં પ્રાથમિક ઉપાય તરીકે જાપ અને સ્તવન એ મુખ્ય ભાગ ભજવે છે. જપ વિના ધ્યાન થતું નથી અને સ્તવન વિના આજ્ઞારાધનને તે ઉલ્લાસ જાગ્રત થતા નથી. શ્રી જિનની યથાસ્થિત આજ્ઞાનું આરાધન એ યથાખ્યાત ચારિત્રનું પાલન છે. એ દશા પ્રાપ્ત કરવા માટે શ્રી જિનગુણ-સ્તવન એ પણ એક પરત આવશ્યક અંગ છે. યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચી ચૂકેલા શ્રી જિનગુણ સ્તવન ન કરે તે ચાલે, પરંતુ તે સ્થિતિ સુધી પહોંચ્યા પહેલાં જ આજ્ઞારાધનના નામે શ્રી જિનગુણુ સ્તવનાદિનું અવલંબન છોડી દેવાનો વાદ કરે, તે ઉભયથીય ભ્રષ્ટ થાય. આત્મગુણેની પ્રાપ્તિમાં પ્રધાન નિમિત્ત અથવા શ્રી જિનગુણની સ્તુતિ કરવી, એ પણ એક પ્રકારે શ્રી જિનક્ષાનું પાલન અને આરાધન છે. જેમ અન્ન અને ધનની સ્તુતિ કરવાથી અન્ન અને ધન મળતું નથી, તેમ શ્રી છનગુણનું સ્તવન કરવા માત્રથી શ્રી જિનગુણની પ્રાપ્તિ થતી નથી” -એમ Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226