Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 210
________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૧૯૩ ] કહેવું એમાં દષ્ટાન્તવૈષમ્ય છે. અન્ન અને ધન, એ આત્મ-બાહ્ય પદાર્થો છે. આત્મ-બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ કેવળ મરણ, સ્તવન કે માનવડે ન થઈ શકે, મિતુ તે માટે બાધા પ્રયત્નની પણ આવશ્યક્તા રહે. જયારે આત્મગુની પ્રાપ્તિ માટે પ્રધાનતા બાહ્ય પ્રયત્નની નથી, કિન્તુ સ્તવના આંતરિક પ્રયત્નની જ છે. એ કારણે શ્રી જિનગુણ સ્તવન એ આત્મગુણેની પ્રાપ્તિમાં પ્રધાન નિમિત્ત છે, તેથી પૂર્વમહર્ષિઓએ એ અંગને પણ બીજા અંગોની જેમ સવિશેષપણે અપનાવ્યું છે. શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ - શ્રી જિનગુણનો મહિમા પ્રદર્શિત કરવા માટે અને શ્રી જિનેશ્વરદેવના જગતના છ ઉપરના નિસીમ ઉપકારને વ્યક્ત કરવાને માટે અસાધારણ વાચાશક્તિનો ધોધ વહેવડાવતા પૂર્વ મહર્ષિએ ફરમાવે છે કે-“કુ વડે સમુદ્રના પાણીનું માપ કાઢવું એ જેમ અશક્ય છે, તેમ જડ બુદ્ધિવાળા એવા અમારા જેવા લાખે પુરૂષ વડે પણ ગુણસમુદ્ર એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવના ગુણોનું માન શેધવું એ અશક્ય છે. તો પણ ભક્તિથી નિરંકુશ બનેલા ૧૩. Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226