Book Title: Jainism Illustrated
Author(s): Vinod Kapashi
Publisher: Sudha Kapashi

View full book text
Previous | Next

Page 15
________________ * કર્મમાંથી છુટકારો – મોક્ષ * આત્મા પરથી બધાંજ કર્મોનું આવરણ દૂર થાય અને આત્માના મૂળ ગુણે પ્રકાશી રહે તેનું નામ મેક્ષ. બધાં જ કર્મોને ક્ષય થાય ત્યારે જીવ જન્મ-મરણનાં કેરામાંથી મુકત થાય છે. અને સિદ્ધગતિ પામે છે. કર્મને બે વિભાગમાં વહેંચી શકાય. ઘાતી કર્મ અને અધાતી કર્મ. દરેકનાં ચાર-ચાર પેટા વિભાગ છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મેહનીય કર્મ અને અંતરાય કર્મે તે ઘાતી કર્મે છે. તે આત્માના મૂળ ગુણોનો ક્ષય કરે છે. એ પછીના કર્મ તે વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, નેત્ર કર્મ તે શરીર સાથે વણાયેલાં છે. પ્રથમનાં ચાર કર્મીને ક્ષય થાય ત્યારે માનવી માનવ મટીને અરિહત થાય છે. તેને કેવળજ્ઞાન પ્રગટે છે. (અત્યારનાં યુગમાં - પાંચમા આરામાં - આ શક્ય નથી). છેલ્લા ચાર કર્મે શરીરના ત્યાગ સાથે જ જતાં રહે છે. અને અરિહંતનું શરીર - નિર્વાણ પામે છે અને આત્મા સિદ્ધ ગતિએ જાય છે આ મેક્ષ કહેવાય. કેટલીક વાર કેવળજ્ઞાની અરિહંત ધર્મ-સંઘની સ્થાપના કરીને ધર્મ-પ્રચાર કરે છે. તેઓ તીર્થકર કહેવાય છે. ક ****** The path to Moksha or Nirvana is through Right Knowledge, Right Faith and Right Conduct. === કકક ચતુવિધ સંઘની સ્થાપના કરને ધર્મોપદેશ આપે તે તીર્થકર કહેવાય. મહાવીર સ્વામી છેલ્લા ૨૪ મા તીર્થકર. મહાવીર સ્વીમીને ૧૧ ગણધરો હતાં. તેમાં ગૌતમ સ્વામી મુખ્ય હતાં. સુધર્મ સ્વામી નામના ગણધરે તેમના શિષ્ય જંબુ સ્વામીને મહાવીર પ્રભુને ધર્મ સમજાવ્યું. આજેય આ ગ્રંથો વિદ્યમાન છે. સુધર્મ સ્વામી કહે છે: સુર્ય મે આયુષ તેણે ભગયા એવમ અકખાય. હે આયુષ્યમાન ભગવાન વડે જે કહેવાયું હતું તે મેં આમ સાંભળ્યું હતું. પ્રભુ કથિત ધર્મનું તું શ્રવણ કર. આમ પ્રભુની વાણીનું શ્રવણ કરીને ધન્ય બનેલા ધર્વ-વીર તરફથી આપણને જૈન-આગમ પ્રાપ્ત થયાં છે. જૈન-આગમે એટલે ધર્મ-શાસે. આ ગ્રંથમાં માત્ર સિદ્ધાંત, આચાર-સંહિતા અને નીતિનિયમ જ નથી. કર્મનું સર્વેગ-સંપૂર્ણ વિજ્ઞાન છે, વિશ્વ અને કાળના અસ્તિત્વને સિદ્ધાંત છે અને અહિં સા, અનેકાંત, અપરિગ્રહના માર્ગે ચાલીને સમય જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર દ્રા મોક્ષ મેળવવાને સદુપદેશ છે. છે GOD Jainism says that God has not created this universe. The universe has always existed and will always exist. There is no creator. Jain Gods are Tirthankars and Siddhas (Prophets and liberated souls) and they are worshipped in Jain temples. Jain Education International 13 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44