Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 12
________________ સ્વરૂપને યથાર્થ નહી જાણનારને ધર્મ કરતી વેળા જો કોઈ ઉપસર્ગ કે પરિષહ આવ્યા, એટલે ધર્મથી ઉખડી જતા કે ધર્મના રાહેથી ઉતરી જતા જરાય વાર લાગતી નથી. સમજીને ધર્મક૨ના ૨નુ લક્ષણ છે સમભાવ. સ્વભાવની જાણકારી વિના, ધર્મ આચારનાર વ્યક્તિનું લક્ષણ વિષમભાવ. ધર્મ તેનુ નામ જે આત્મ સ્વભાવ પમાડે અને વિષમભાવ ઘટાડે. પ્રત્યેક પરિસ્થિતીમાં સમભાવ રખાવે તે ધર્મ આવા ધર્મના લક્ષે ધર્મ અનુષ્ઠાન કરવામાં આવે તો કર્મોની નીર્જરા થાય છે અન્યથા નહી. जे अणण्णदंसी से अणणणारामे, जे अणण्णा रामे से अणण्ण दंसी । જે મોક્ષ માર્ગે રમણતા કરે છે તેજ ૫રમાર્થ દ્રષ્ટા છે. જે અન્ય તરફ દ્રષ્ટી નહી રાખના રજ પરમાર્થે દ્રષ્ટી રાખે છે તે તત્ત્વ દ્રષ્ટા છે. તેઓ મોક્ષ બહા૨ ૨મણ કરતા નથી. ધર્મ કરો, ધર્મને સમજો ધર્મ બહુજ અમૂલ્ય છે. ધર્મ એટલે પરમ અર્થમાં જાણ. અત્રે યથા તત્ત્વના વસ્તુ સ્વરૂપનું જ્ઞાન સ્કુલ જ નહી, સૂક્ષ્મની પણ જાણ. સ્વભાવજ નહી વિભાવની પણ જાણ બંન્નેને જાણી આત્મા માધ્યસ્થ અને સ્થિતપ્રજ્ઞ બને છે. પરમાર્થ દ્રષ્ટા એટલે સમભાવમાં માસ્ટર અર્થને જાણે, અનર્થને જાણે, રાગને જાણે, દ્વેષને પણ જાણે, પાપ અને પુન્યને પણ જાણે છે તો જીવ-અજીવને પણ જાણે તેમજ ઉપરોક્તનો યથાર્થ અર્થ પણ જાણે. જીવ ચૈતન્ય સ્વભાવી, જડ ચેતના રહિત પુણ્ય માત્ર સગવડતા આપવાનો સ્વભાવ ધરાવે જ્યારે પાપ અગવડતા અને દુઃખમાં ધકેલી, દેવાનો સ્વભાવ ધરાવે. જ્યારે પરમાર્થ દ્રષ્ટા સહિતનો ધર્મ પ્રત્યેક પરિસ્થિતીમાં સમભાવ રખાવે અને સમભાવ એજ નિર્જરાની સર્વશ્રેષ્ઠ સાધના છે. જો ધર્મ ક્રિયા સમભાવના સ્થાને વિષમભાવ જન્માવે, રાગ-દ્વેષ-ઈર્ષા-અદેખાઈ કરાવે મારા તારાનો ભેદ કરાવે અને વિખવાદ કરાવે તેવી ધર્મક્રિયાને ધર્મ કહેવાય એ બહુ મોટી આજના યુગની ભ્રમણા છે. આ ભ્રમણામાં ફસાયેલો આત્મા ધરાર પરમાર્થ દ્રષ્ટા બની શકતો નથી. દશવૈકાલિક સૂત્રમાં માટેજ શાસ્ત્રકારે જણાવ્યું કે : सोच्चा जाणाई कलाणं, सोच्चा जाणइ पावगं । उमयंपि जाणाइ सोच्चा, चं सेयं तं समायरे ॥ કલ્યાણ અને પાપનો માર્ગ સાંભળે, સમજે ત્યારબાદ ઉભયને સાંભળે, સમજે અને પછી જેમાં આત્માનું શ્રેય હોય તે આચરણ કરે. અનાચરણીય બાબતથી આત્માને બચાવી લે આનું નામ ધર્મ સમજ કહેવાય ૫રમાર્થ દ્રષ્ટાની પરમસીમાના દર્શન કરો. જુઓ દોરડે નૃત્ય કરતા ઈલાયચી. દોરડા ઉપરજૂ પરમાર્થ દ્રષ્ટા બની ગયા તો પરમાત્મા બનતા વાર ન લાગી. ધર્મને જેટલો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સાથે સબંધ નથી એથી વધુ ભાવ સાથે છે, દ્રવ્ય સારૂ હોય, ક્ષેત્ર સારા હોય, કાળ સમ્યક હોય પરંતુ ભાવજ મોહરંગથી રંગાએલ હોય તો પછી અન્ય બાબત શું કામ આવવાની છે? હોય ધર્મનું ક્ષેત્ર, વાત ચાલતી હોય ધર્મની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 474