Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 10
________________ પરમાર્થ દ્રષ્ટા માનવ જીવનમાં મળેલી ભરપૂર શક્તિને સઉપયોગ કઈ રીતે કરવો જોઈએ ? ઇંદ્રિયોને ક્યા રાહ જડવી જોઈએ, મનની અમાપ શક્તિને ક્યા રસ્તે લગાડવી જોઈએ તેનો સચોટ અને શાશ્વત માર્ગ આગમમાં દર્શાવ્યો છે. શક્તિના કાળમાં ભક્તિ કરવી શક્તિના કાળમાં સેવાનું સર્વોચ્ચ કાર્ય કરવું. શક્તિ કાળમાં સાધના કરી લેવી તેજ આત્મા માટે હિતાવહ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં પ્રભુજગતના જીવને ચેતવે છે કે જીવાત્મા જાગો “સબેલેય હાયફ' પ્રાપ્ત થયેલ પ્રાણશક્તિની પ્રતિક્ષણ ક્ષય થઈ રહી છે. એમાં આયુષ્યની શક્તિ ખલાશ થઈ એટલે બધી શક્તિઓના ફયુસ ઉડી ગયા. તો સમજી રાખજો કે પરલોક ભયાનક અને બીહામણો બની જશે. પછી પૂનઃ આ શક્તિઓના સ્વામી બનવુ બહુજ દુર્લભ બની જશે. માટેજ જ્ઞાની ભગવંતની વાત પર શ્રદ્ધા રાખી ધર્મ માર્ગે શક્તિઓને જોડવી જોઈએ. માનવ ભવમાં મળેલી શક્તિઓ ક્ષય થાય એ પહેલા આત્માના અક્ષય સુખને પ્રાપ્ત કરવામાં લગાવી દો. આંખની શક્તિને સંત દર્શનમાં કાનની શક્તિને જિન વચન શ્રવણમાં જીભની શક્તિને પ્રભુ ગુણ કિર્તનમાં અને દેહની શક્તિ સેવા સાધનામાં અને મનની શક્તિને શુભ ભાવનામાં આમ શક્તિનો ઉપયોગ સમ્યક બને તો આત્મા અક્ષય શક્તિને પ્રાપ્ત કરવામાં સફળ બની શકે. સાવધાન ! પ્રમાદમાં ન રહેશો. તમોને થશે મારી શક્તિ તો ખાલી થાય એવી નથી, તેવી ભ્રમણામાં ન રહેશો. કઈ ઘડીએ કઈ શક્તિ ખલાસ થઈ જશે તે ખબર પણ નહી પડે. અને હા ! એ વાત ક્યારેય ભૂલશો નહીં, કે મળેલી શક્તિઓ પર અહંકાર તો કરશો જ નહી. તન-મનની શક્તિ પર અહંકાર કરીને આત્માન આત્માનું ભાવી ધુંધળુ કરી નાંખે છે. સમય ગોયમ મા પમાએઃ પ્રભુ બીજુ સૂત્ર બતાવે છે. અમુલ્ય શક્તિઓ ખૂટતા વાર નહી લાગે. એ જેટલુ સત્ય છે એટલુજ સત્ય છે કે કિંમતી સમય હાથમાંથી સરકી ગયા બાદ પૂનઃ આવશે નહી. સમયની મહામુડીનો ઉપયોગ કરવો એજ શ્રેષ્ઠ ઉપાય છે. સમયને ઓળખે તે પંડિત. સમયયજ્ઞ બનવું એજ જ્ઞાનીજનોનું લક્ષણ છે. શક્તિ તો કોઈની પાસે વધારે કે કોઈની પાસે ઓછી પ્રાપ્ત થાય છે. પરંતુ સમય અને કલાક પ્રત્યેક જીવને સમાન મળે છે. શ્રીમંતને પચ્ચીશ ક્લાક અને ગરીબને ત્રેવીશ ક્લાક મળે તેવું ક્યારેય બનતું નથી. કારણકે સમય નિર્ભર છે. માત્ર આપણેજ આ સમયનો સદ્ઘપયોગ કરીને અભેદતાને પ્રાપ્ત કરવાની સાધના કરવાની છે. જો અભેદતાનો અનુભવ થયો એટલે સમય સફળ થયો સમજવો. શક્તિ આ જીવને પહેલી વાર જ નથી મળી. અનંતા ભવમાં અનંતી વાર શક્તિના સ્વામી બન્યા હતા. તનની શક્તિ એવી મળી હતી કે એ તનના માધ્યમથી ધાર્યા કાર્યો કર્યા હતા, દેવ ભવના શરીરની શક્તિ કેવી ગજબની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 474