Book Title: Jain Tattvasara Author(s): Niranjanmuni, Chetanmuni Publisher: Niranjanmuni View full book textPage 8
________________ જૈન ધર્મના પાયા સમાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ ભગવંતો છે. ૯ ત્તત્વ, ૧૨ ભાવના, ૨૫ મિથ્યાત્વ, ૧૨ આરા, ૬ કાય, ૧૪ ગુણસ્થાનક, ૬ વેશ્યા, ચારીત્ર ધર્મ, વ્યવહાર સમકિત તથા નિશ્ચય સમકિતની સવિસ્તાર સમજણ છે. મોક્ષ મેળવવા માટેના પુરૂષાર્થમાં આત્મા છે, આદિ પદો છે, મિથ્યાત્વ, અવૃત્ત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ હેય એટલે છોડવા યોગ છે. જ્યારે સમ્યગુ શ્રદ્ધા, વૃત્ત અંગીકાર, સમતાભાવ, જાગૃતિ, અને શુભ ઉપયોગ (શુદ્ધના લક્ષે) ઉપાદેય છે. સાધુઓના ૫ મહાવૃત્ત અને શ્રાવકોના ૧૨ અણુવૃત્ત યથાશક્તિ અંગીકાર કરવા જેવા છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, ૧૮ પાપસ્થાનક તેમજ રાત્રી ભોજન વિગેરેના કારણે જીવ અધોગતીમાં જાય છે. જ્યારે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ, ૧૨ પ્રકારની તપશ્ચર્યા, ૧૪ નિયમોની નિત્ય ધારણા, રાત્રી ભોજન ત્યાગ તથા સામાયિક, પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રીયાથી જીવની ઉન્નત્તિ થાય છે જે ક્રમે કરીને મોક્ષ મંઝીલે પહોંચી આત્મા પરમાત્મા બને છે. - જ્ઞાની ભગવંતોએ આજના પંચમઆરાના સમયને દુષમકાળ કહ્યો છે. સાથે કુંડામાં રતન સમાન ગણાવેલ છે. અગાઉના સમયમાં સમુદ્રમાં રતન કહેવાતા. જે મેળવવા ખૂબ કઠીન હતા ! કુંડાનું રતન તો સમ્પર્ક પુરુષાર્થ કરવામાં આવે તો સહેલાઈથી મળી શકે તેમ છે. આજના માનવીને કોહીનુર હીરો કેટલો કિંમતી છે તેની સમજણ છે. તેવી જ રીતે આ પુસ્તકના તત્ત્વ અને ભાવો યથાર્થ રૂપે સમજવામાં આવે તો અનંતા જન્મ મરણના ફેરા ટળી જાય અને મોક્ષમાર્ગ તરફ ગતિ-વિકાસ થાય તેવા અમૂલ્ય ઝવેરાત સમાન “શ્રી જૈન તત્વસાર” પુસ્તકમાં જ્ઞાનનો ખજાનો ભર્યો છે. વધુ નહીં તો ઓછામાં ઓછું “સમ્યગદર્શન” નું બીજારોપણ પણ આ જન્મમાં થઈ જાય તો પણ અર્ધપુગળ પરાવર્તન કાળમાં આત્મા અવશ્ય સિદ્ધત્વને પામે તેમ શાસ્ત્રોનું કથન છે. તત્ત્વ જિજ્ઞાસુ આત્માઓ રૂચિ અને લગન પૂર્વક પુરૂષાર્થ કરી નિર્ધારિત મંઝીલે પહોંચે તેવી અંતરની અભિલાષા છે. શ્વત જ્ઞાનના અમૂલ્ય વારસા સમા આ પુસ્તકના કેટલા વેચાણ થયા તે શ્રી અનિલભાઈ વિરાણીએ પૂછપરછ કરેલ અને દોઢેક વર્ષના ટૂંકાગાળામાં બધા પુસ્તકોના વેચાણની વાત સાંભળ્યા પછી બીજી પ્રત છપાવવાની ઉત્સાહપૂર્વક સામેથી ઓફર કરી. જે સહર્ષ સ્વીકારી. આજ રીતે શ્રી હસમુખભાઈ (શેઠ ટ્રસ્ટી શ્રી ભૂપતભાઈ, શ્રીમતી સુશીલાબેન તથા શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 474