Book Title: Jain_Satyaprakash 1948 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [૨૨૩ સએટ ખ્યાલ આપી શકાશે નહીં. એટલા માટે કમીટીને હું એકાદ બે સ્થળોની મુલાકાત લેવાને વિનંતિ કરું છું. અમૂલ્ય શિલ્પ સમૃદ્ધિની જાળવણી બાબતમાં ગમે તેટલી દલીલ કરવા કરતાં ઉપરોકત મુલાકાત જ તે બાબતની વધારે ખાતરી કરી આપશે. પશ્ચિમાન્ય પ્રજાની માદક ડીમલીમ વગાડવાની આવી બાબતમાં અમને આદત જ નથી. ઈટાલીમાં આવેલ પીઝાના ઢળતા ટાવર સંબંધી આપણે પુસ્તકમાં વાંચીએ છીએ. પરંતુ અમદાવાદમાં આવેલ મીનારો કે જેના ઉપર ઊભા રહેવાથી તે ખરેખર પ્રજ હોવાનું માલુમ પડે છે તેથી આપણે અજાણ છીએ. આનું કારણ એ છે કે, આપણને ઢોલ વગાડવાની આદત નથી. જૈન મંદિરોની શિલ્પ-સમૃદ્ધિનું સંપૂર્ણ વર્ણન કરવા કરતાં કમીટીને ત્રણ દિવસનો સમય ફાજલ પાડીને આબુનાં મંદિરો તથા રાણકપુરનાં મંદિરની મુલાકાતે આવવા હું વિનંતિ કરીશ. મીટીની તે મુલાકાતે તેમને જૈન મંદિરો શું છે તેને સંપૂર્ણ ખ્યાલ આપશે. આવતા ૪-૮ મહિનામાં હું એક પુસ્તક બહાર પાડવા ધારું છું, જે આખા હિંદુસ્તાનના જૈન મંદિરો, જૈન ધર્મશાળાઓ તથા જેનોની વસ્તી સંબંધી ખ્યાલ આપશે. કાગળને આવશ્યક જથ્થો મળી રહેતાં તરત જ તે પુસ્તક પ્રગટ કરવામાં આવશે. આ દેશની જૂની શિલ્પકળાના અભ્યાસીને તે પુરતક ઘણુ જ રસપ્રદ થઈ પડશે. ફરીથી એક વખત હું કમીટીને મેં ઉપર જણાવેલ બે સ્થળોની મુલાકાત લેવા ભારપૂર્વક વિનંતિ કરું છું અને તે મુજબ કરવામાં આવશે તે કમીટીએ જૈન મંદિરને સ્પર્શ ન કરે તે વધારે સારું છે તેવી દલીલ કરવાની મારે જરૂર નહીં રહે. પ્ર. 2. : આપને એ ભય રાખવાની જરૂર નથી. જરૂરિયાત વિના જૈન મંદિર સંબંધે અમે કો પણ કાયદે કરવા માંગતા નથી. કોઈ પણું સંજોગોમાં મંદિરની જરૂરિયાત વણપરાયેલો રહે એમ ઈચ્છા નથી. મંદિરનાં ને વ્યાજબી કામ માટે વપરાવા ન જોઈએ, એવું પણ અમે સૂચવવા માંગતા નથી. કમીટી સામે એક જ મુદ્દો છે, અને તે એ છે કે મંદિરની બધી જયિાતને પહોચી વળવા બાદ જે વધારાનું નાણું રહે તે એ નાણુને ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવો જોઈએ કે નહિ? ક. લા. હું એ દષ્ટિબિન્દુ બરોબર સમજી શકું છું, પણ હું નમ્રભાવે રજુ કરું છું કે જ્યાં સુધી કમીટી એક યા બે મંદિરોની મુલાકાત નહિ લે, ત્યાં સુધી જૈન મંદિરોની જરૂરિયાત એટલી છે તેનો કમીટીને પૂરો ખ્યાલ આવી શકશે નહિ. પ્ર. 2. : જૈન મંદિરની સુરક્ષાને લગતી વ્યાજબી જરૂરિયાતને પહોંચી વળવા બાદ જૈન મંદિર પાસે વધારાનું નાણું રહે છે કે નહિ એ પ્રશ્ન સાથે અમારે સીધી નિસબત છે. ક. લા. હું આગળ વધીને કહું છું કે જૈન મંદિરના જરૂરી સમારકામ માટે પણ અમારી પાસે પૂરતા પૈસા નથી. પ્ર. 2. દીક, તે પછી વધારાનાં નાણુને પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ધાર્મિક સખાવતના વ્યાજબી થતા ખર્ચમાં અમે ભાડે આવવા માગતા નથી. પરંતુ જે રાજલ નાણું હોય તે તે નાણું પ્રજાકીય ઉપયોગમાં વધારે સારી રીતે બધા કરી શકાય કે કેમ તે જાણવાની અમારી મુરાદ છે. ત્યારબાદ હું એમ પણ જાણવા માગું છું કે એક દેરાસરનું દ્રવ્ય બીજા દેરાસરાના ઉપયોગમાં વાપરી શકાય કે નહીં ? For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28