Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૬ ] શ્નો જેને સત્ય પ્રકાશ વર્ષ ૧૩ કંઈ કહેવાનું નથી. પરંતુ કમીટીને મેં અગાઉ જણાવેલ બે સ્થળની મુલાકાત લેવાની ફરીથી વિનંતી કરું છું. શોલાપુરની જુમ્મા મરિજદની મરામત અંગે જોઇતા દ્રવ્યની સરખામણી તાજ મહાલની મરામત અંગે જોઈતા વિપુલ દ્રવ્ય સામે કરી શકાય નહીં. એક બાજુ જુમ્મા મસ્જિદની મરામત પાછળ ૨-૩ લાખ રૂપિયા બસ થઈ રહે ત્યારે બીજી બાજુ તેટલી જ રકમ તાજમહાલની મરામત અંગે ઘણું એાછી થઈ પડે. પ્ર. કે. કે તમોએ કહ્યું કે એક જ ટોપલીમાં બધાં ઈંડાં ભરવા કરતાં સેનામાં નાણાનું રોકાણ કરવું તે એક સારી નીતિ છે. સમય જતાં એ નિર્વિવાદ છે કે સોના-ચાંદી મોટા પ્રમાણુમાં એકઠાં થાય અને જ્યારે ભાવ ઊંચા ચઢે ત્યારે તે જથ્થો વેચવાને સાધારણ રીતે મન લલચાય. ક, લા. : આ સંબંધમાં મારી સૂચના કમીટીને એ હોઈ શકે કે સમગ્ર ભંડોળના ૨૦ થી ૨૫ ટકા સોના ચાંદીમાં રોકવાની મંજૂરી લેવી જોઈએ. સોના ચાંદીની ખરીદી અંગે તમે નિયંત્રણ લાવી શકે, પરંતુ તેને સંપૂર્ણ અટકાવ ન કરી શકાય મિ. પંડયા સ.? તમાએ જણાવેલ છે કે ટ્રસ્ટની ખાલી પડેલ જગાએ ચાલુ દ્રષ્ટીએ બીજા ટ્રસ્ટીઓની નિમણુંક કરે છે, આ બાબતમાં સ્ત્રીની પસંદગી કોણ કરે છે? ક. લા. : જે ટ્રસ્ટીઓ ચાલુ હોય તેઓ. સ) : કોઈ પણ સભ્યની કદી નિમણૂક કરવામાં આવી હોય તેવો કઈ દાખલો છે? ક. લા. : ના. ૨૦ : આર્થિક સદ્ધરતા બાજુએ રાખીને બીજા કોઈ સામાજિક કાર્યકરની નિમણૂક કરવામાં કદી આવેલ છે? ક. લા. : ના સ : હું એમ માની લઉં છું કે ટ્રસ્ટોની પસંદગી કલમ ૯૨ મુજબ કરવામાં આવે છે. ક. લા. ચેસ તે મુજબ જ. સ : તાબાના મંડળો તરફથી નિમણૂક કરવામાં નહિ આવતી હોય. ફક્ત ચાલુ ટ્રસ્ટી એમાંથી જ નિમણૂક કરી શકાતી હશે. ક. લા. ? હા તેમજ છે. સવ : જૈન કોમન ઈ પણ સભ્ય આણંદજી કલ્યાણજીના હિસાબના ચોપડા તપાસી શકે છે? ક. લા. : હા. સ ઃ તે પ્રમાણે કરવા દેવામાં આવે છે? ક, લા. ૪ હે. ૨૦: આણંદજી કલ્યાણજીના હસ્તક જેને વહીવટ ચાલતો હોય તેવાં દેરાસરો ઉપર પેઢીની કેવા પ્રકારની દેખરેખ છે? ક. લા. અમે નીચે પ્રમાણે કરીએ છીએ. સમગ્ર વહીવટ ઘણો જ વ્યવસ્થિત ઘેર ચલાવવાની અમારી મુરાદ છે. અમારી દેખરેખ નીચે ચાલતાં દેરાસરો જુદી જુદી જગ્યાએ આવેલ છે. નવું વરસ શરૂ થાય તે પહેલાં દરેક દેરાસરના ખર્ચને અંદાજ (બજેટ) નક્કી કરવામાં આવે છે. દરેક દેરાસરનો મુખ્ય કારકુન પિતાના દેરાસર અને અંદાજ પત્રક તૈયાર કરે છે અને તેમાંથી આવતા વર્ષમાં તેટલી રકમ અમુક બાબતમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28