Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની | ૨૨૫ પ્ર. ટે. ઘણા માણસે આયંબિલ વ્રત અંગે દાન કરતા હશે અને તમારા કહેવા પ્રમાણે ઘણા ઓછા માણસો આવું ઉગ્ર તપ કરે છે. તો આ બાબતમાં ફાજલ પલ રકમનું શું થાય છે? આવું દ્રવ્ય તે દેવદ્રવ્ય તરીકે ગણાય કે? ક. લા. સાહેબ, મને કહેવા દે કે અમારી પાસે એવું વધારાનું નાણું છે જ નહીં, કે જેનો ઉપયોગ ન થઈ શકે, અમારી જરૂરિયાત એટલી બધી વિશાળ છે કે જે કમીટી અકડા અને હકીકત તપાસશે તો કમીટી પણ જે નિર્ણય ઉપર હું આવેલ છું તે નિર્ણય ઉપર આવશે. અમારે વધુ નાણાંની જરૂર છે. અમારે ઘણી વખત ઉધરાણ પણ કરવા પડે છે. પ્ર. ટે: આ ઉપરથી તમારું સમજવું કેમ થાય છે કે તમારી પાસે તમારી જરૂરિયાતોને પહોંચી વળાય તેટલું ભંડોળ નથી. ક. લા. હા. પ્ર. 2 જેની ગેરવ્યવસ્થા સાબિત થયેલ છે તેવા ધર્માદા ટ્રસ્ટના સંચાલકે સામે કાયદેસર પગલાં લેવાય તેમાં તમને કઈ વાંધો નહીં હોય. ક. લા. જરૂર, મને તેમાં કાંઈ વાંધો નથી. ખરી રીતે કેટલાંક વર્ષો અગાઉ જ્યારે મુંબઈ સરકાર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન બીલ લાવી ત્યારે મેં તેને સંમતી આપી હતી. રૂઢીચુસ્ત વિભાગ તરફથી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અને તે બીલને ટકે આપવામાં મારી ઉપર સખ્ત ટીકાઓ પણ કરવામાં આવી હતી. મેં તેમને જણાવ્યું હતું કે બીલના લાભ તરફ હું આંખ મીચામણું કરી શકું નહીં. પ્ર. 2. જૈન ટ્રસ્ટો બાબતમાં વર્ષ આખરે કંઈ પણ ફાજલ દ્રવ્ય રહે છે કે કેમ ? ક. લા. ઘણું કરીને નહીં'. પ્ર. ટે. ઉદાહરણ તરીકે હઠીસીંગના દેરાસરનું સરવૈયું કે, તેમાં રૂા. ૪૩૦૦૦ જણાવેલ છે, સદરહુ રકમ ખરું ફાજલ નાણું નથી? આ રકમને શું ઉપયોગ થાય છે? ક. લા. : સમય આવ્યે તે નાણુને ઉપયોગ થશે. તે મંદિર એક પ્રસિદ્ધ મંદિર છે અને શિલ્પશાસ્ત્રના ગ્રંથમાં તેને ઉલેખ પણ તમને મળી આવશે. લોર્ડ ઈરવીન તથા બીજા વાઈસરોય સાહેબે જેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, તેઓ આ દેરાસરની મુલાકાત લેવાનું ભૂલ્યા નથી. પ્ર. ટે? આ ઉપરથી એમ જણાય છે કે ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ફાજલ નાણું સાચવી રાખવામાં આવે છે. આણંદજી કલ્યાણજીની પેઢી પણ તે જ સિદ્ધાંતનું અનુસરણ કરે છે કે કેમ ક, લા, જરૂર તેમજ છે. મારા કહેવાને સબબ એ છે કે અમુક વખત સુધી ન વપરાયું હોય તેવું કંઇ હશે ખરું, પણ પ્રસંગે ઉપસ્થિત થયે તેનો અવશ્ય ઉપયોગ થશે. અમે કંઇ એકઠું કરવાના શોખ ખાતર જ નાણું એક કરતા નથી. અમારે અમારે અમૂલ્ય ખજાને નામ અમર જીર્ણ થાય તે હામે સાવચેતી રાખવાની જરૂર છે. અમારા પૂર્વજોએ અમને સેપેલા અમૂલ્ય ખજાનાનું જતન કરવા અને ફરજથી બંધાયેલા છીએ. હજાર હજાર પૃષ્ઠનાં ત્રણ પુસ્તમ જે હું પ્રગટ કરવા ધારું છું, તેમાં મેં અમારાં તમામ મંદિરો તથા તેમાં રહેલ શિલ્પકળાને સમાવેશ કરેલું છે. આથી વિશેષ મારે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28