Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ ચી. ચ. શાહ : તે પછી જૈન ચેરીટી ઉપર દેખરેખ રહી શકે એવા કાયદા સામે આપને વાંધો નથી. પ્રશ્ન તે આ નિયંત્રણ કેવું અને કેટલું હોવું જોઈએ, તેને છે. દાખલા તરીકે પૂરવાર થયેલા ગેરવહીવટના કિસ્સામાં કમીશ્નરને જાના ટ્રસ્ટીઓને કાઢી મૂકસાની અને નવા ટ્રસ્ટીઓ નીમવાની સત્તા હેવી જોઈએ એ આપને સંમત છે? ક. લા. ? જરૂર. પૂરવાર થયેલા ગેરવહીવટમાં આમ કરવા સામે મને કઈ વાંધો નથી. ચી. ચ. શાહ : આણંદજી કલ્યાણજીની પેઢીનો દાખલો લઈએ. આપ તેનું વાર્ષિક બજેટ તૈયાર કરતા હશે. આ બજેટ એરોટી કમીશ્નર સમક્ષ રજૂ થાય અને તેની મંજૂરી મળે જ તેને અમલ થઈ શકે એવા પ્રબંધને આપ સંમતી આપો કે? ક. લા. : ના સાહેબ. એ જાતની દખલગીરી હું પસંદ કરતા નથી. એમ કહેવા માગું છું કે જ્યાં સુધી જુદા જુદા દ્રો, જેનોના હોય કે હિંદુઓના હોય, સારી રીતે ચાલતા હોય ત્યાં સુધી સરકાર તરફથી તેમાં કઈ પણ જાતની દખલગીરી હેવી ન જોઈએ. ચી. ચ. શાહ : ધારો કે અમુક ચોક્કસ હેતુ માટે આ છે વીસ લાખ રૂપિયા ખર્ચ કરવા માગો છો અને ચેરીટી કમીશ્નર માને કે ખેટે ખર્ચ છે. અને એવો ખર્ચ થાન જ જેએ એમ કહે, તે એવા સંજોગોમાં ચેરીટી કમીશ્નરનું નિયંત્રણ હેવું જોઈએ એમ આપ પસંદ કરો કે ટ્રસ્ટીઓને જ આ બાબતમાં છેવટની સત્તા હેવી જોઈએ એમ આપ કહો છો? ક. લા. : જરૂર. આ બાબતમાં ટ્રસ્ટીઓને જ પૂરી સત્તા હેવી જોઈએ. ટ્રસ્ટીઓના કામ કાજમાં ઓછામાં ઓછી દખલગીરી હોવી જોઈએ. જ્યારે ગેરવહીવટ પૂરવાર થાય, ત્યારે જ સરકારે માથું મારવું જોઈએ. નહિ તે કઈ પણ મંદિરના જીર્ણોદ્ધાર સાથે અથવા તો ધાર્મિક ક્રિયાકાંડ સાથે કયા પ્રકારની ધાર્મિક લાગણી જોડાયેલી છે તેને કમીશ્નરને ખરે ખ્યાલ હવે સંભવ નથી. અને તેથી તેના હાથે અન્યાય થવાનું જેખમ રહે છે, ચી. એ. શાહ : આણંદજી કલ્યાણજીની પેઢીને દાખલો બાજુએ રાખીએ, ધારકે મુંબઇના કોઈ પણ મંદિરના ટ્રસ્ટીઓ કેઈ નવું મંદિર બાંધવા માટે અથવા તો કંઈ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરવા માગે છે. આ બાબતમાં તેમનો નિર્ણય છેવટનો ગણાવો જોઈએ કે કેમ? ક. લા. : જીર્ણોદ્ધારની બાબતમાં તેમને નિર્ણય છેવટને ગણા જોઇએ. નવું મંદિર બધિવા સંબંધમાં તમો કાંઈ બંધન મૂકે તે તેની સામે મને કઈ પણ વાંધો નથી. ચી. ચ. શાહ : આ૫ જીર્ણોદ્ધારને અપવાદ શા માટે કરો છો? ક. લા. : આ બહુ અગત્યનો મુદ્દો છે. અને જે મંદિરોની સંભાળ લેવાની છે, તે એટલા મેટા અને ભવ્ય હોય છે કે આપે સૂચવેલ દખલગીરીથી કોઈ પણ અર્થ સરસે નહિ. પાંચસો રૂપિયાના પગારદાર કમીશ્નરને આ બાબતને ખ્યાલ પણ શી રીતે આવવાને છે? હું કોઈ પણ જીર્ણોદ્ધારમાં પચીસ લાખ રૂપિયા ખર્ચવા માગું છું, એમ જે તે સાંભળે તો આ સાંભળી તેનું હૃદય ચાલતું બંધ થઈ જશે કે કેમ તેની મને ખબર નથી. તેથી આ બાબત ટ્રસ્ટીઓ અભિપ્રાય ઉપર સવશે છોડવી જોઈએ. અને સરકારની કોઈ પણ પ્રકારની દખલગીરી હેવી ન જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28