Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] શ્રાવણ વદ પાંચમની રાતે “હાલ્યો કયાં જઇશ? જહન્નમમાં? ચૂં કે ચાં કર્યું છે તો આ બધા છરા તારી છાતી ભેગા થઈ ગયા સમજજે ! મને ખબર નૈ કે ટાળીમાં આવો ડરપોક જણ છે. સીધેસીધો ચાલ.” રાત વધુ ઘેરી બનતી ગઈ. આ ટોળીના માણૂસોનાં પગલાં આછો અવાજ કરી રહ્યાં. કોઈ ભયાનક ખેલ ખેલવા આ માણસો જઈ રહ્યા હતા. તેમને શ્વાસ બહાર આવતો હતે. એક એક પળ જતી હતી એમ એમ ઉશ્કેરાટ વધતો હતો. એકાએક ચિબરી બોલી. કાળી રાત પર ચિબરીની એ બેલીએ વધુ કાળા પટ ચડાવી દીધો. તારી પાસે હથિયાર છે ને? ધાર તે એવી રાખી છે કે એ બધાંનું કામ કાઢી નાખવું એમાં જરાય વાંધો નહિ આવે.” ગામની બહાર આ ટાળી એનો માર્ગ કાપતી હતી. ને ગામનાં લોકે ઊંઘ ખેંચતા હતા. ગામના એક વખતના એક પટેલને સપનું આવતું હતું? ખેતર હતું. મોલ ઊભા હતા. પંખીઓ મોલ પર ઉડી રહ્યાં હતાં. કેસ ચાલતો હતો. કૂવાનાં પાણીની છોળ થાળામાં પછડાતી હતી. ખેતરનાં ડુડા પર મેતી પાક્યાં હતાં. નાની વહુની અવરણી કરવાની હતી. એ માટે પટેલે ગામને લહેર કરાવવાની વાત નક્કી રાખી હતી. પટેલ ઉંધમાં બોલી રહ્યા હતા. “સૌ આવજે ! એલા કેઈ રહી ન જાય. ગામના બીજા કોઈ ઘરમાં ચૂલો ન થાય છે.” શ્રાવણ વદ પાંચમની એ રાતે ગામને આ માનવી આવું શમણું માણી રહ્યો હતો. ઊંધ એ ગામડાનો આનંદ બની ગઈ હતી. જાગરણ એ ગામડાનું વેરી બની થયું હતું. પણ એ ગામના પાદરની અંદર શ્રાવણ વદ પાંચમની રાતે જે ટોળી પેઠી એ તે પૂરેપૂરી જાગતી હતી. બરાબર તપાસ કરી રાતને સમયે એ કેડી કાપી રહી હતી. સાથે મળીને ખૂન કરવાનું છે. અરેરાટી ન થાય એનું ધ્યાન રાખજે. આપણે મસ્તક જ ઉડાડી દેવાનાં છે. હાય કરી જશો મા. એનાં રૂ૫ ભારે છે.” ચિબરીએ ચચરાટી કરી. કાળજામાંથી સંપટ એ ધ્વનિ નીકળી ગયો. “જુઓ ! આપણે હવે પાસે આવી ગયા છીએ. તમને એક વાત સમજાવું. બેનાં તે મારે માથાં જોઈશ. ખૂન કરવા ધસે ત્યારે એ આંખો પર ધ્યાન દેશો નહિ. એ આંખો મોટી છે...ને શરીર? ગોરા ગોરાં છે.” હવે તે આ ટોળીનાં માણસો લેઢાનાં કાળજા કરી એ ટેકરી આગળ આવી ગયા, ટૂંક આગળ આવી ગયા. આ સુગંધ કયાંથી આવતી હતી ? કેઈએ સવાલ કર્યો.” “ આ જગ્યા તે મહેક મહેક થાય છે.” થાય નહિ? અહિ કોણ રહે છે એ જાણે છે? એમનામાં ફોરમ ભરી છે, ફોરમ.” તેય આપણે એનાં ખૂન કરવાં છે ? એના કરતાં એને જખ્ખી કરીએ તો?” “મૂંગો મર. આ વધ પાછળ તું એમ માને છે કે આપણે શું ધન જોઈએ છે? ના, રે ના ! આપણે તે પાણી દેખાડવું છે. આપણે તે ઈજજત તડવી છે.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36