Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ભાવાર્થ:-તું ક્રાણુ છે ? તારી જાતને તે પ્રગટ કર ! તેણે કહ્યુંઃ હું અગ્નિ છું. અને મારા વાહનરૂપ આ પશુને નિરર્થક શા માટે હા છો ? અહીં પ્રિયગ્રંથ નામના આચાય પધાર્યા છે તેમને સાચા ધર્મ કયો તે પૂછો અને તે પ્રમાણે આચરણ કરો. જેમ રાજાએમાં ચક્રવતી અને ધનુર્ધારીઓ માં અન છે એ પ્રમાણે એ આચાર્ય સત્યવાદીઓમાં શ્રેષ્ઠ છે. આ પ્રમાણે સાંભળીને એ લોકેાએ એ પ્રમાણે કર્યું. આવી રીતે આ શ્રી પ્રિયગ્રંથસૂરિથી મનિઝમિકાનગરમાંથી મજિઝમિકાઝ શાખા નીકળી. એમનો સમય વીરનિર્વાણુ સંવત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચેનો લાગે છે કારણ કે શ્રી આર્ય સુહસ્તિસૂરિજી મહારાજ વીરનિર્વાણ સંવત ૨૯૧ માં સ્વર્ગે પધાર્યા છે. જુઓઃ " स च आर्यसुहस्ती त्रिंशत् ३० गृहे, चतुर्विंशति २४ व्रते, षट्चत्वारिंशत् ४६ युग प्र० सर्वायुः शतमेकं १०० परिपाल्य श्रीवीरात् एकनवत्यधिकशतद्वये ર૧૨ માર્ણા ( ઉ. શ્રીધર્મસાગરજીકૃત તપાગચ્છ પટ્ટાવલી, પટ્ટાવલી સમુચ્ચય–પૃ ૪૫ ). આ આર્યસહસ્તી સૂરિજી મહારાજની પાટે કૌટિક ગુચ્છસ્થાપક શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધ આવ્યા અને તેમના શિષ્ય પ્રિયગ્રંથસૂરિજી થયા. એટલે વીરનિર્વાણુ સંવત ૩ ૦૦ થી ૪૦૦ ની વચમાં જ તેઓ થયા એ નિર્વિવાદ સિદ્ધ થાય છે, અને એ શાખા પણ એ સદીમાં જ નીકળી એ પણ એટલું જ સિદ્ધ થાય જ છે. - ઉપર જે હર્ષપુર નગરનો ઉલ્લેખ થયો છે તે હર્ષપુર નગર આજે પણ વિદ્યમાન છે. અજમેર અને કિસનગઢના ખૂણામાં અજમેરથી છથી સાત ગાઉ ઉપર આવેલું હાંસેટીયું ( હાંસોટ) એ જ પુરાણું હર્ષ નગર છે. આજે પણ હાંસેટીયાની ચેતરફ જૂનાં ખંડિયેરા અને કુવા અને વાવો પુષ્કળ છે. તેમજ ચોમાસાની ઋતુમાં જૂના સિક્કા, પ્રાચીન ઈંગ અને બીજા' પણ મહત્ત્વનાં પ્રાચીન સ્થાપત્યો ઉપલબ્ધ થાય છે. ઉપયુક્ત મધ્યમિકા નગર અત્યારે તે ધ્વસાવશેષ રૂપે:જ છે. તેનાં જૂનાં ખંડિયેરે, જૂના પથ્થરો અને મોટી છૂટ સંબંધીનું વિસ્તૃત વર્ણન- આકિ ચેલાજીકલ સવે 'ના રીપેટમાં લેખક મઢાયે વાંચેલું અને તે આધારે આ સ્થળ એ જ છે એમ નક્કી કર્યું છે. લેખક મહાશય એ સ્થાનનો પરિચય આપતાં લખે છેઃ “ અહીં ‘હાથીવાડા’ નામનું પ્રસિદ્ધ સ્થાન છે, જ્યાં પાંડવોના હાથી બંધાતા. રામચંદ્રજી પણ અહીં આવેલા વગેરે અનેક દંતકથાઓ સંભળાય છે. સિંધીજી તો અહીંથી જૂની મોટી ઈટો પણ સાથે લઈ ગયા.” જેનસ'ધનું કર્તવ્ય છે કે જૈનસંધની પ્રાચીન જાહોજલાલીસમાં અવાં સ્થાનોની શોધખોળ કરી, ખોદાણ કામ કરાવી પ્રાચીન સમારકે-સ્થાપત્ય જગત સમક્ષ મૂકે. આ ઐતિહાસિક, વૈજ્ઞાનિક યુગમાં આ અણમૂલ જ્ઞાનધન–આ પ્રાચીન સહિત્યના પણ ઉપાસક થવાની જરૂર છે. 1 x ભોપાલગઢના જેનરન વિદ્યાલય તરફથી હિન્દી ભાષામાં પ્રગટ થતા 'જિનવાણી ” માસિકના વર્ષ ૩ અંક ૭ ના પૃ. ૧૧૬ ઉપર આપેલ “ મહાન મદ્દાવી રહ્યા ચાવાર્થપરંપર' શીર્ષક લેખના પૃ ૧૧૭ ઉપર ભગવાન બુદ્ધના મધ્યમ માર્ગના જૈનાએ સ્વીકાર કરવાથી આચાર્ય પ્રિયગ્રન્થના સમયમાં “મજિઝમિલા” શાખા નિકળ્યા-રી જે કાલ્પનિક વાત લખી છે તેનો જવાબ શ્રીમાન જિનવિજયજીના આ મજિઝમિકા નગરવાળા લખાણુથી બરાબર મળી રહે છે. આવી આવી કેવળ બુદ્ધિબળવાળી ક૯૫નાઓનો આધાર લેવામાં આવે તો તે ગમે તેવી ઇતિહાસસિદ્ધ સાચી ઘટના માટે પણ ગમે તેવી કુટ કલ્પના કરવી અશકય નથી. પણ એથી અર્થ શું સરી શકે ? For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36