Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૧ વસ્તુમાત્રનો વ્યવહાર શબ્દ, અર્થ અને જ્ઞાનવડે થાય છે. એટલે વ્યવહાર ત્રણ પ્રકારના છે શાબ્દિક, આર્થિક અને બૌદ્ધિક શાબ્દિક વ્યવહાર નિર્વાહ “નામ” નિક્ષેપથી થાય છે. આર્થિક વ્યવહારનો નિર્વાહ દ્રવ્ય” અને “ભાવ” નિક્ષેપથી થાય છે. તથા બૌદ્ધિક વ્યવહારને નિર્વાહ “સ્થાપના નિક્ષેપથી થાય છે. જાતિ, ગુણ, ક્રિયા, કે દ્રવ્યાદિ નિમિત્તોની અપેક્ષા રાખ્યા વિના જ વસ્તુને ઓળખવા માટે, ઈચ્છાનુસાર કાંઈ પણ “સંજ્ઞા' રાખવી, તે વસ્તુને નામ નિક્ષેપ ( Name or negative aspect) છે. જેનું નામ થઈ ચૂક્યું છે, તેવી વસ્તુના સમાન આકારવાળી પ્રતિમા અથવા ચિત્રમાં તે વસ્તુની સ્થાપના કરવી, તે સદ્ભાવ અથવા તદાકાર, તથા ભિન્ન આકારવાળી વસ્તુમાં સ્થાપના કરવી તે અસદ્દભાવ અથવા અતદાકાર સ્થાપના નિક્ષેપ (Representative aspect) છે. ભવિષ્યમાં સાધુ પર્યાય પામવાની યોગ્યતાના કારણે કે ભૂતકાળમાં સાધુ પર્યાયનું પાલન થયું છે, તે કારણે વર્તમાનમાં તેને સાધુ કહે, તે દ્રવ્ય નિક્ષેપ (Privative side) છે. અને તત્પર્યાય પ્રાપ્ત વસ્તુમાં “તત’ વ્યવહારને ભાવ નિક્ષેપ (Model standpoint અથવા positive aspect) કહે છે. અપ્રસ્તુત અર્થ કે તેના ધર્મનું નિરાકરણ, અને પ્રસ્તુત અર્થ કે તેના ધર્મનું પ્રરૂપણ કરવા માટે નિક્ષેપની જરૂર છે. અયુત્પન્ન શ્રોતાની અપેક્ષાએ અપ્રરતુતનું નિરાકરણ, અને વ્યુત્પન્ન શ્રોતાની અપેક્ષાએ પ્રસ્તુતનું પ્રરૂપણ કરવાની જરૂર પડે છે. નિક્ષેપથી વ્યુત્પન્ન પણ પ્રસ્તુત અર્થવિષયક સંશય કે વિપર્યય નાશ પામે છે. અખંડ અને અનિર્વચનીય વસ્તુનું જ્ઞાન કરવા માટે તથા જ્ઞાન મુજબ વ્યવહાર કરવા માટે “નિક્ષેપ'ની અગત્ય છે. તે વિના વસ્તુની ઓળખ, મરણ કે ભક્તિ ઇત્યાદિ થઈ શકતાં નથી. એાળખ, સ્મરણ કે ભક્તિ ઇત્યાદિ માટે પૂર્વ પૂર્વ નિક્ષેપથી ઉત્તર ઉત્તર નિક્ષેપ અધિક અધિક સમર્થ છે. જેમ નામ, તેમ નિર્જીવ સ્થાપના પણ વિનયાદિ ગુણની સિદ્ધિ માટે પૂજનીય છે. દાખલા તરીકે–ગુરુની પાટ, પીઠ અને આસનાદિ પદાર્થો નિર્જીવ છે, છતાં પૂજનીય, માનનીય અને આદરણીય બને છે. કેટલાક કહે છે, કેભાવ એ જ વસ્તુ છે; ભાવશૂન્ય નામાદિ ત્રણ એ વસ્તુ નથી. તે સાચું નથી. ભાવ એ વસ્તુને પર્યાય હેવાથી જેમ વસ્તુ છે, તેમ નામાદિ ત્રણ પણ વસ્તુના જ પર્યાય હોવાથી વસ્તુ છે. “ઇન્દ્ર” કે “રાજા” શબ્દ કહેવાથી ઈન્દ્ર અને રાજાના કેવળ ભાવપર્યાયનો નહિ, પણ નામાદિ ચારે પર્યાનેં ખ્યાલ આવે છે. પછી જે વખતે જે પયયનું પ્રયેાજન હોય છે, તે પર્યાય માટે તે શબ્દની યોજના કરવામાં આવે છે. અથવા, નામાદિ ત્રણનો ઉપયોગ ભાવ લાવવા માટે જરૂરી છે. ભાવના અંગ અને કારણ તરીકે તેને ઉપયોગ છે. જિનેશ્વરનું નામ, જિનેશ્વરની સ્થાપના અને જિનેશ્વરને સિદ્ધશિલાગત આત્મા કે (અરૂપી) આકાર જેવાથી કે ધ્યાવાથી ભાવોલ્લાસનો અનુભવ થાય છે. જેમ જિનેશ્વરનાં તેમ અન્યનાં નામાદિ લેવાથી કે જેનાથી તેવા તેવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય જ છે. તફાવત એટલો છે કે ભિન્નવસ્તુગત નામાદિ ત્રણ ભાલ્લાસના એકાનિક કે આત્યંતિક કારણ નથી, કિન્તુ, ભાવ એ ભાલ્લાસનું એકાતિક અને આયનિક કારણ છે. અભિન્ન વસ્તુગત નામાદિ ત્રણ તે ભાલ્લાસના એકાતિક અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36