Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિપૂજાને પ્રભાવ
લેખક-પૂ. મુ. મ. શ્રી ભદ્રંકરવિજયજી [આ.મ.શ્રી.વિજયરામચંદ્રસૂરિશિષ્ય]
કામશાસ્ત્રકાર વાત્સાયન મુનિ કહે છે કે “ જે જ્ઞાન શબ્દો દ્વારા આપી શકાય છે, તે પુસ્તમાં હોય છે. પરંતુ, જે સમજ શબ્દોઠારા આપી શકાતી નથી, તે કાર્ય ચિત્રોઠારા થઈ શકે છે. અંગ્રેજીમાં પણ કહેવત છે કે-“One picture is worth ten thousand words. એક ચિત્ર દશ હજાર શબ્દ બરાબર છે.
જ્ઞાનના ગૂઢતમ રહસ્ય સમજાવવા માટે દરેક દેશના વિદ્વાનોએ સાંકેતિક ચિત્રો વડે, સંકેતો વડે, ગૂઢાક્ષરો (shortlands) વડે, ગૂઢ શબ્દ (codewords) વડે, રૂપકે વડે, તથા કથા (tables) વડે અને મતિ (models) વડે પ્રયાસ કર્યો છે. પરંતુ એ સર્વમાં મૂર્તિપૂજાના વિધાનમાં સમદષ્ટિ અને બુદ્ધિને જે ચમત્કાર દેખાય છે, તે બીજા કશામાં દેખાતું નથી. જ્ઞાનને જાણવાનું દ્વાર જે મૂર્તિ (Letter) છે, તે પછી જ્ઞાનસ્વરૂપ પર માત્માને જાણવાનું દ્વાર પણ મૂર્તિ (Image) જ હોય, એમાં આશ્ચર્ય નથી. મૂર્તિ કે તેની પૂજાનું ખંડન કરનારાઓ પણ પોતાના વિચારે બીજાઓ ઉપર ઠસાવવાને માટે અક્ષરાત્મક મૂતિઓનો જ આશ્રય લે છે, કારણ કે-તેઓના વિચારોનું પ્રતિપાદન કરનારાં પુસ્તકે નિરાકાર વિચારોને સમજાવનારી એક પ્રકારની મૂર્તિઓ જ છે.
થોડામાં ઘણું અર્થોને બતાવવાનું કાર્ય આકૃતિ કે મૂર્તિ વડે જ થઈ શકે છે. મૂર્તિ પૂજકો “ મૂર્તિ કે તેની આકૃતિને જ ઈશ્વર કે પરમાત્મા માને છે,” એમ નથી, કિન્તુ એ આકૃતિ કે મૂર્તિ દ્વારા જ્ઞાત થતી જણાતી) કોઈ અન્ય અગમ્ય વસ્તુને જ ઈશ્વર કે પરમાત્મા માને છે. અને તે અગમ્ય ઈશ્વર કે પરમાત્માની જ અર્ચના પૂજના અને ભક્તિ મૂતિ મારફત કરે છે. અગમ્ય ઈશ્વરનું જ્ઞાન કે ધ્યાન કરવા મૂર્તિપૂજક મૂતિને આશ્રય લે, એમાં ખોટું પણ શું છે ? લાખ માઈલ વિસ્તારવાળી પૃથ્વીનું જ્ઞાન કે ભાન વિદ્યાર્થીઓને શું એક નાની માટલી જેવડા પૃથ્વીના ગેળા વડે કે ત્રણ સાડાત્રણ ફીટ ચેરસ નકશા વડે નથી કરાવી શકાતું ? અથવા આકાશમાં ઊગેલા બીજના ચન્દ્રમાને જોવા માટે, શું કઈ છાપરા ઉપર કે ઝાડની ટોચ ઉપર જોનારની દૃષ્ટિને આરંભમાં નથી સ્થાપન કરવી પડતી? પડે જ છે. અતિસ્થલ કે અતિસૂક્ષ્મ વસ્તુનું જ્ઞાન કરાવવા માટે મધ્યમ સ્થલ પદાર્થોનો આશ્રય આ જગતમાં સર્વ બુદ્ધિમાન પુરુષોને જે સર્વત્ર લેવો જ પડે છે, તો પછી ક્યૂલથી પણ પૂલ (જ્ઞાનસ્વરૂપે કાલોકવ્યાપી) અને સૂફમથી પણ સર્ભ (આકૃતિવડે સર્વથા અમૂર્ત) એવા પરમેશ્વર કે પરમાત્માનું જ્ઞાન કરાવવા માટે અને તેમના પ્રત્યે ભક્તિભાવ પ્રગટાવવા માટે શાસ્ત્રકાર મહર્ષિએને મૂર્તિની યોજના કરવી પડે, તેમાં આશ્ચર્ય શું છે? જે શિક્ષક વિદ્યાર્થીની બુદ્ધિમાં ઉતારવા માટે અનેક પ્રકારના જાણીતા
પૂલ દષ્ટાંત આપી શકે છે, તથા આકૃતિઓ દોરીને વિષય સમજાવી શકે છે, તે શિક્ષક કુશળ શિક્ષક ગણાય છે. જેઓ તેમ કરી શકતા નથી, તેઓ ગમે તેટલા વિદ્વાન છતાં સફળ શિક્ષક થઈ શકતા નથી. પરમેશ્વર કે પરમાત્માનું જ્ઞાન સૌથી વધારે અગમ છે. એ જ્ઞાન આપવા માટે, સ્કૂલ મતિથી ગ્રાહ્ય એવા પ્રતીકે અને મૂર્તિઓની જના કરીને આપણું દિવ્યદર્શી મહર્ષિઓએ સાચે જ મોટી કુશળતા બતાવી છે.
For Private And Personal Use Only