Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ 1. મૂર્તિપૂજાનો પ્રભાવ [ ૨૩ ચાર નિક્ષેપનું મહત્ત્વ કઈ પણ વસ્તુના ઓછામાં ઓછા ચાર ધર્મ પ્રસિદ્ધ છે. નામ, આકૃતિ, દ્રવ્ય (અતીત, અનાગત ગુણયુક્ત વરતુ) અને ભાવ (વર્તમાન વિદ્યમાન ગુણયુક્ત વસ્તુ). . વસ્તુના આકાર અને ગુણરહિત ધર્મ, તે નામ. વસ્તુના ગુણરહિત પણ નામ તથા આકારસહિત ધર્મ, તે આકૃતિ. વર્તમાન ગુણ તથા આકાર સહિત તથા અતીત અનાગત ગુણ સહિત વરતુને ધર્મ તે દ્રવ્ય, અને અતીત અનાગત ગુણરહિત ૫ણું નામ આકાર અને વર્તમાન ગુણસહિત ધર્મ તે ભાવ. સમાન ગુણવાળા (તીર્થકરો) નાં ભિન્ન નામ, તથા એકનામ (મહાવીર) વાળાના ભિન્ન ગુણ દેખાય છે. તેમાં એકલો ભાવ નિક્ષેપ, કે એકલો નામ નિક્ષેપ કારણભૂત હેતે નથી, કિન્તુ દ્રવ્યાદિ અન્ય નિક્ષેપ પણ કારણભૂત છે. જગતના પદાર્થોના ત્રણ વિભાગ છે: હેય, સેય અને ઉપાદેય. જે પદાર્થો હેય, રેય અને ઉપાદેય હોય, તે પદાર્થો ચારેય નિક્ષેપે હેય, ય અને ઉપાદેય બને છે. જેમકે-મુનિઓને સ્ત્રી હેય છે. એટલે સ્ત્રીઓનું વર્તમાન શરીર (ભાવ નિક્ષેપ) જ નહિ પણ સ્ત્રીકથા (નામનિક્ષેપ), સ્ત્રીચિત્ર (સ્થાપનાનિક્ષેપ), તથા સ્ત્રીનું બાલ યા મૃતક શરીર (વ્યનિક્ષેપ) પણ વજર્ય જ છે. “ભગવાન મહાવીર' ઉપાદેય છે, એટલે ભગવાન મહાવીરને ભાવનિક્ષેપ (કેવળજ્ઞાન પામ્યા પછી ધર્મદેશના આપવા માટે સમવસરણમાં બિરાજમાન અવસ્થા) જ માનનીય છે, એમ નહિ, પણ ભમવાન મહાવીરનું નામ, આકાર, અને પૂર્વોત્તર અવસ્થા પણ માનનીય છે. ભારતભૂમિ એ ય છે, એટલે ભારતભૂમિનું નામ, તેને આકાર બતાવનારું ચિત્ર અથવા નકશો, અને એ ભારતભૂમિ ઉપર રહેલ નદીનાળાં, દ્વિપ, સમુદ્ર, પર્વત, અરણ્ય, મનુષ્ય, પશુ, પક્ષી અને અન્ય જંતુઓ વગેરે સઘળું રેય છે. એ રીતે શત્રુ (હેવ), મિત્ર (ઉપાદેય) કે અશત્રુમિત્ર (ય) ચારે નિક્ષેપથી હેય, રોય કે ઉપાદેય છે, કિન્તુ કોઈ એક જ નિક્ષેપથી નહિ. વસ્તુમાત્રમાં જેમ (નામાદિ ચાર ધર્મો પ્રસિદ્ધ છે, તેમ બીજા પણ અનેક (ક્રમભાવી, સહભાવી, સાધારણ અસાધારણુદિ) ધર્મો લોકમાં પ્રસિદ્ધ છે. સત્ત્વ, યત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, વસ્તુત્વ આદિ પ્રત્યેક વસ્તુના સાધારણ ધર્મો છે, અને ચૈતન્ય, કર્તવ, ભોક્તત્વ, પ્રમાતૃત્વ, છેવત્વ, પુદ્દામલત્વ, ધર્મત્વ, અધર્મત્વ, આકાશત્વ, કાલસ્વાદિ વસ્તુઓના અસાધારણ ધર્મો છે. વળી જીવમાં જેમ ચૈતન્ય, કર્તવાદિ સહભાવી ધર્મો હોય છે, તેમ હર્ષ, વિષાદ, સુખદુઃખાદિ ક્રમભાવી ધર્મો હોય છે. પુદગલમાં જેમ રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ સહભાવી ધર્મો હેય છે, તેમ અણુત્વ, મહત્વ, સંખ્યા, પરિમાણ, સંયોગ, વિભાગાદિ ક્રમભાવી ધર્મો હોય છે. એ રીતે બીજ દ્રવ્ય માટે પણ સમજી લેવું. એ જ રીતે અસ્તિરૂપે સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવાદિગત ધર્મો અનંત હેય છે, અને એ બધા એક સાથે કહી શકાતા નથી, તેથી વસ્તુમાત્ર (શબ્દ દૃષ્ટિએ) અનિર્વચનીય પણ ગણાય છે. તથા વસ્તુ અને તેના અનંત ધર્મો પ્રત્યેક સમયે પરાવર્તન પામવા છતાં ત્રણેય કાળમાં કદી પણ સર્વથા નાશ પામતા નથી, તેથી વરતુમાત્ર (અર્થ દષ્ટિએ) “અખંડ' ગણાય છે. એવી અખંડ અને અનિર્વચનીય વસ્તુને વ્યવહારના ઉપયોગમાં લાવવા માટે તેના ખંડ અને ભેદની કલ્પના કરવી પડે છે. તે સિવાય, તેનું નિર્વચન થઈ શકતું નથી. એ કલ્પનાની વસ્તુને શાસ્ત્રમાં નિક્ષેપ શબ્દથી કહેવામાં આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36