Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્માવતી અને ધારણ
લેખક શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી. જન સાહિત્યના સારા અભ્યાસીઓ પણ કેટલીક વાર પદ્માવતી અને ધારણ એ છે ભિન્ન વ્યક્તિઓને એક માની લેતા અચકાતા નથી. આમ માનવામાં તેઓ નજર સામે ચઢતી નીચેની વાતો પર મદાર બાંધે છેઃ (પ્રથમ દૃષ્ટિએ એ મદાર ભૂલભ જણાય તેવું નથી.)
૧. ચંપાપતિ દધિવાહન ચેટકરાજાની એક પુત્રીને પરણ્યો હતો.
૨. કૌશાંબીપતિ શતાનિએ એક વાર ચંપાપુરી પર અચાનક છાપો માર્યો. દધિવાહનને ભાગવું પડ્યું, એક સૈનિકના હાથમાં ચંપાપતિ દધિવાહનની રાણી તથા પુત્રી સપડાયા. રાણીનું નામ ધારણ અને પુત્રીનું નામ વસુમતી.
૩. સૈનિકે રાણીને પિતાની ભાર્યા બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ ધારણુએ વીંટીને હીર ચૂસી આપઘાત કર્યો. સૈનિક આ બનાવથી ડઘાઈ ગયો અને રાણીની પુત્રીને લઈ, કૌશાંબીના હાટમાં પહે.
૪. એ માર્ગેથી જઈ રહેલા ધનાવહ શેઠે વિક્રમ માટે સિનિક તરફથી ઊભી કરવામાં આવેલી વસુમતીને જોઈ. આવી ગભરૂ બાળા કઈ દુષ્ટના હાથમાં પડી દુખ ન પામે એવા શુભ આશયથી એને ખરીદી પિસા આપીને લાવ્યા. તેથી, તેમ બાળાની આકૃતિ હરકોઈને ચંદન માફક શીતલતા અર્પે તેવી હેવાથી વસુમતી ચંદનબાળા તરીકે મશહુર થઈ
૫. પ્રભુ શ્રી મહાવીરને એ બાળાએ બાકુલા વહોરાવ્યા. એ કાળે પાંચ દિવ્ય પ્રગટયાં. એમાં સોનામહોરની વૃષ્ટિ પણ થઈ એ ધન લેવા રાજવી શતાનિક આવ્યો. એ વેળા ચંદના દધિવાહનની પુત્રી છે એ પ્રથમ ઉલ્લેખ પ્રભુમુખથી થયો. ત્યારે એ તે મારી ભાણેજ થાય એ બીજો ઉલ્લેખ શતાનિકની ભાર્યાં મૃગાવતીના મુખેથી બહાર પડયો.
આ પાંચ ઉલ્લેખો પરથી, એમ માની લેવાનું મન થાય છે કે, મૃગાવતી જેમ ચેટકરાજની પુત્રી હતી, તેમ દધિવાહનની ભાર્યા પણ એ જ રાજવીની પુત્રી હોઈ, એ મૃગાવતીની બહેન થતી હતી. એનું નામ પદ્માવતી કહેવાય છે. એમાં કયાં તો સમજોર થાય છે અથવા તે પદ્માવતીનું બીજું નામ ધારણ હશે; અથવા ઉપરના ઉલ્લેખ મુજબ હેવું જોઈએ. પણ નીચેની વાત જોતાં આ માન્યતાના ચૂરા થાય છે, અને ઉભય વ્યક્તિઓ જુદી છે એ સાબિત થાય છે.
ચેટકરાજની સાત પુત્રીઓમાં બારણું નામ છે જ નહીં. પદ્માવતી અને મૃગાવતી નામ જરૂર મળે છે અને એ ખરાં છે.
પદ્માવતીનાં લગ્ન દધિવાહન સાથે થાય છે. એ ચંપાનગરીની મહારાણી બને છે. એના ઉપર દધિવાહનને પ્રેમ ગાઢ છે. એ જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે તેણીને હાથી ઉપર બેસી નગરીમાં થઈ, દાન દેતાં ઉદ્યાનવિહાર કરવાનો દેહ ઉપજે છે. એની પૂર્તિમાં દધિવાહન અને પદ્માવતી થોડા સંરક્ષક સહિત ઉદ્યાનક્રીડામાં આગળ વધે છે. દરમ્યાન
For Private And Personal Use Only