Book Title: Jain_Satyaprakash 1945 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] તળાજાની દુર્ધટનો [ ૨૬૫ અને અમારી આ ધ પૂર્ણ કરતાં પહેલાં, દિવસે દિવસે વધુને વધુ મહત્વના બનતા જતા તીર્થરક્ષાના પ્રશ્ન તરફ સમગ્ર જૈન સંઘને અંગૂલીનિર્દેશ કરે બહુ જ જરૂરી સમજી તે માટે બે શબ્દ લખીએ છીએ. મને કે કમને પણ, આપણે એં કબૂલ કરવું જોઈએ કે આ તીર્થ રક્ષાનો પ્રશ્ન આપણું માટે દિવસે દિવસે વધુને વધુ મુશ્કેલીભર્યો બનતો જાય છે અને એને સફળ ઉકેલ હજુ આપણે શોધી શક્યા નથી. આ માટે હવે આખાય જેનસંઘે બહુ જ ગંભીરતા પૂર્વક વિચાર કરવાની જરૂર છે. ખરી વાત તો એ છે કે જ્યાં આપણે તીર્થસ્થાના વહીવટ માટે પણ જોઈએ તેવી ગોઠવણ ન કરી શકતા હોઈએ, અને એ વહીવટ જેનસંઘને શોભે એ રીતે સરસ અને સરળ રીતે ચલાવી શકે એવા યોગ્ય કાર્યકરો આપણે ન મેળવી શકતા હોઈએ ત્યાં જે તીર્થસ્થાનની રક્ષા કરવાનો કપરો વખત આવી પડે તે તેને પહોંચી વળવું મુશ્કેલ જ ગણાય. છતાં હવે સમય એવો આવી લાગ્યો છે કે જ્યારે આપણાં સમસ્ત બળ, બુદ્ધિ અને ધનને ઉપયોગ કરી એ માટે ઘટતી યોજના આપણે કરવી જ પડશે. આ માટે સૌથી પહેલી વાત તે એ કરવી જોઈએ કે આપણે બધા છૂટા છૂટા વ્યક્તિગત જેન તરીકે ન રહેતાં એક પ્રજા તરીકે એકદિલ અને એકબોલવાળા બનવું પડશે. અને આમ કરીને જ આપણે આપણે અવાજ રજુ કરી શકીશું, અને આપણું વર્ચસ્વ સાચવી શકીશું. જો એમ નહીં કરીએ તો બીજાએ એક યા બીજા બહાને પ્રસંગે પ્રસંગે આપણને દબાવ્યા જ કરશે અને એ દબાવવાના ઉપાય તરીકે આપણું પવિત્ર તીર્થસ્થાનોની છેડતી કર્યા કરશે. આપણે એ જાણવું જોઈએ કે--આ કાળ રાજ્ય પરિવર્તનને કાળ છે. જ્યાં પ્રજાના બળે કે સમયચક્રના બળે રાજ્યની સત્તાઓનાં પરિવર્તન થતાં હોય ત્યાં જુદી જુદી જાતિઓ કે પક્ષે વચ્ચે એક યા બીજા કારણે ઘર્ષણ અને ઉશ્કેરણી થતાં જ રહેવાનાં. અને આવા ઘર્ષણ અને ઉશ્કેરણીના પ્રસંગે એકદિલ અને એકબોલવાળી બળવાન કોમ બીજી નબળી કામને દબાવ્યા વગર ન જ રહે. આની સામે ટકવા માટે આપણે પ્રબળ થયે જ છૂટકો છે. અમારી વિનંતી છે કે આપણું પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સર્વ મુનિવર અને આગેવાન જૈન સદ્દગૃહસ્થ આ વાતને પૂરેપૂરે વિચાર કરે. તીર્થરક્ષાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે કોઈ યોજના અત્યારે જ રજૂ કરવી મુશ્કેલ છે, છતાં એક વાત અમે અહીં અતિ નમ્રભાવે સૂચવવાની રજા લઈએ છીએ. આ માટે આપણુ લાગવગ ધરાવતા અને વખતને ભય આપી શકે એવા જૈન આગેવાનોની, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38