Book Title: Jain_Satyaprakash 1945 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ઉપદેશ સાંભળી એને સાધુ થવાની ભાવના થાય છે. અને બધાની આજ્ઞા લઈ વિ. સં. ૧૫૯૬ માં કાર્તિક વદિ ૨ સોમવારે એ દીક્ષા લે છે અને મુનિ હીરહર્ષ બને છે. શાસ્ત્રાભ્યાસ, આચાર્યપદ અને ઉપદ્રવ હીરહર્ષ મુનિ શાસ્ત્રાભ્યાસ આદરે છે, અને સ્વદર્શનમાં નિષ્ણાત થઈ પરદર્શનમાં પારંગત થવા દક્ષિણમાં લતાબાદ જાય છે. હીરહર્ષ મુનિ ભણે છે અને સાથે જ જૈનશાસનને ઉન્નતિના શિખરે પહોંચાડવાના મારથ સેવે છે. આચાર્ય સિદ્ધસેન દિવાકર અને રાજા વિક્રમાદિત્યના વખતની જેમ જૈનધર્મના સિદ્ધાન્તોને પુનઃ ભારતમાં પ્રચારવાની ભાવના તેમનાં હદયમાં દીપ્ત થાય છે. મહારાજા કુમારપાલને પ્રતિબધી જેનશાનને વિજય ડકે વગાડનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યને પિતાના આદર્શ બનાવે છે. આવા મહાન સંકલ્પ સાથે પોતાના અભ્યાસ પૂર્ણ કરી, ભણીને તૈયાર થઈ હીરહર્ષ મુનિ ગુરુજી પાસે આવે છે. તેઓ સં. ૧૬૦૭ માં પં. (પંન્યાસ), સં. ૧૬૦૯માં વાચક અને ૧૬૧૦ માં સૂરિપદ પ્રાપ્ત કરી આચાર્ય બને છે. આચાર્યપદવી અપાયા પહેલાં એમની કસોટી કરાય છે એટલું જ નહિ કિન્તુ વિજયદાનસુરીશ્વરજી મુરિમંત્રની અધિષ્ઠાયિકાદ્વારા જાણે છે કે એમની પાટને લાયક પધર હિરહર્ષ મુનિ છે, ત્યાર પછી એમને આચાર્યપદ આપવામાં આવે છે. સં. ૧૬૧૧ માં પાટણમાં તેમને પાટમહત્સવ થાય છે. વિ. સં. ૧૯૨૨ માં તેમના ગુરુ શ્રી વિજયદાનસૂરીશ્વરજી વડાલીમાં સ્વર્ગ પામે છે અને શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈનશાસનના એક મહાન નાયકને ભાર ઉઠાવી લ્ય છે, અને શાસનની સેવા કરવામાં આ દેહનું અર્પણ કરવાની ઇચ્છા પૂર્ણ કરવાનો સમય મળ્યે જાણું તેઓ પ્રમુદિત થાય છે. આ વખતે દિલ્હીની ગાદીએ ભારતસમ્રા અકબર બિરાજમાન હતો. ભારતને એકછત્રી કરવાની અને મહાન સમ્રા બનવાની એને અભિલાષા હતી. અને એને માટે એ અનેક ઉપાય કરી રહ્યો હતો. એણે ગુજરાત જીત્યું હતું, પરંતુ એના સૂબેદારો એવા તોરી, અક્કડ અને સત્તાના દમામવાળા આવતા કે કાયદો કે ન્યાય તેમની પાસે ભાગ્યે જ ફરકતા. એમની જીભ એ જ કાયદે કે ન્યાય ગણતા. એમના આવા આચરણથી ઘણીવાર નિર્દોષ, સાજન, સરહદયી અને માનસંપન્ન વ્યક્તિઓ પણ પીડાતી અને દુખ પામતી. એક રીતે સમસ્ત ભારતમાં અન્યાય અને અનીતિનું સામ્રાજય ફેલાયું હતું. મુસલમાન સમ્રાટ હિન્દુઓને લૂંટવામાં, પીડવામાં કે દુઃખ દેવામાં જ આનંદ માનતા હતા. આ આચાર્યપુંગવને પણ ઘણીવાર મુસલમાન સૂબાઓએ ઉપદ્રો કર્યા હતા, જેમાંના ત્રણચાર મુખ્ય ઉપદ્રો આ પ્રમાણે છે– ૧. ખંભાતમાં રત્નપાલ દાસીના પુત્ર રામજી માટે શિતાબખાંએ ઉપદ્રવ કર્યો. ૨. બેરસદમાં તેમના શિષ્ય જગમાલ ઋષિને અંગે પેટલાદના હાકિમે ઉપદ્રવ કર્યો; સં. ૧૬૩૦ માં. ૩. કુણગેરમાં ઉદયપ્રભસૂરિ નામના શિથિલાચારીને વંદના ન કરવાથી ઈમ્બીથી પ્રેરિત થઈ એણે પાટણના સૂબા પાસે ફરિયાદ કરી અને આ પ્રસંગે ત્રણ મહિના સુધી સૂરિજીને સૂબાના ઉપદ્રવથી બચવા ગુપ્તવાસમાં રહેવું પડયું. સં. ૧૬૩૪ માં. ૪. અમદાવાદમાં શહાબખાને કેઈએ કહ્યુંઃ સૂરિજીએ વર્ષાદ બંધ કરાવ્યા છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38