Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]. જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી [ ર૭૧ અને શતાવધાની હતા. ખાસ કરીને શ્રી હીરસૌભાગ્ય, વિજયપ્રશસ્તિ લાભોદયરાસ વગેરેને કર્તાઓ પણ સાથે જ હતા, જેમણે બધા પ્રસંગો નજરે નિહાળી એ ગ્રંથની રચના કરી છે.
આ ૬૭ સાધુ મહાત્માઓમાંથી જ્યારે શ્રી હીરવિજયસૂરિજી મહારાજ બાદશાહ અકબરને પહેલે જ દિવસે મલવા ગયા ત્યારે મહાવિદ્વાન એવા ૧૩ સાધુઓ સાથે હતા. પ્રથમ મુલાકાતે જ બાદશાહ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ગુણ ઉપર મુગ્ધ થાય છે. સૂરિજી મહારાજ પગે ચાલતા અહીં પધાર્યા છે એ જ્યારે બાદશાહે જાણ્યું ત્યારે તે એને ઘણું જ આશ્ચર્ય થયું અને સૂરિજીને આમંત્રણ આપવા મોકલેલ મૌદી અને કમાલના મુખેથી સૂરિજીનો ત્યાગ, તેમની નિસ્પૃહતા, ઉદારતા, મહાનુભાવતા આદિ ગુણે સાંભળી બાદશાહની ભક્તિમાં ઔર વધારો થયો.
સૂરિજી મહારાજની અસાધારણ વકતૃત્વશક્તિથી સમ્રાટ મુગ્ધ બન્યું. તેમની વાણી સાંભળી સમ્રાટે અપૂર્વ આનંદ અનુભવ્યો. સમ્રાટે સૂરિજીને એક ઓલિયા તરીકે પીછાન્યા. એમાંયે વળી પિતાની ચિત્રશાળામાં પ્રવેશ કરતાં જ ગાલીચા નીચેથી સુરિજીના કથન મુજબ કીડીઓનું કર જોયું એટલે તો એને સૂરિજી મહાજ્ઞાની-આલાફાઝલ જ દેખાયા. પ્રથમ મુલાકાતે જ સમ્રાટ્ર સૂરિજી મહારાજને કઈક માંગવાનું ફરમાવે છે. ત્યાગમૂર્તિ સૂરિજી કહે છે અમારે સાધુઓને કશી જ જરૂર નથી. આખરે બાદશાહ બહુ જ ભક્તિપૂર્વક પિતાને ત્યાં રહેલ સુંદર પુસ્તકભંડાર સૂરિજીને અર્પણ કરે છે. સૂરિજી અનિચ્છાએ તે પુસ્તકો લઈ આગ્રામાં બાદશાહના નામથી પુસ્તક ભંડાર સ્થાપે છે. આ પછી તે ઘણુંયે મુલાકાતો થાય છે. કાર્યસિદ્ધિ
સુરિજી મહારાજ સમ્રાટ અકબરને પ્રતિબોધ આપે છે અને અહિંસાનાં ફરમાને મેળવે છે, એ બધું ખૂબ જ પ્રસિદ્ધ છે એટલે એ વિગતોમાં હું અહીં સ્થાનાભાવને લીધે નથી ઊતરતો. પરંતુ સૂરિજીન મિલન પછી સમ્રાટ અકબરના જીવનમાં પરિવર્તન થયું છે એમાં તે સંદેહ જ નથી. સૂરિજીના સદુપદેશથી અકબરે કરેલાં કાર્યોની નેધ આપું છું.
૧. સૂરિજી મહારાજ અને તેમના શિષ્ય-પરિવારના ઉપદેશથી અકબરે વર્ષમાં છે મહિનાથી પણ વધુ દિવસો અહિંસા પળાવી છે. પોતે માંસાહાર અને શિકાર બંધ કર્યો.
૨. નિર્વશીયાનું ધન લેવાનું કામ કર્યું છે." ૩. સુપ્રસિદ્ધ જજિયા વેરા માફ કર્યો. ૪. શત્રુંજયાદિ તીર્થો કરમુક્ત કરી શ્વેતાંબર જૈનસંઘને અર્પણ કર્યાં. ૫. એક મોટા પુસ્તકભંડાર સૂરિજીને અર્પણ કર્યો. ४. दामेवाखिलभूपमुर्द्धसु निजामाज्ञां सदा धारयन्
श्रीमान् शाहि अकब्बरो नरवरो [देशेष्व] शेषेष्वपि । षण्मासाभयदानपुष्टपटहोद्घोषानघध्वंसितः
कामं कारयति स्म हृष्टहृदयो यद्वाक्कलारंजितः ।। ५. यदुपदेशवशेन मुदं दधन् निखिलमण्डलवासिजने निजे । मृतकरं च करं च सुजीजिआभिधमकब्बरभूपतिरत्यजत् ।।
(જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ-. ૫૪૩.)
For Private And Personal Use Only