Book Title: Jain_Satyaprakash 1945 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી લેખક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) આચાર્ય શ્રીહીરવિજયસૂરીશ્વરજી તેમનાં કાર્યોદ્વારા ભારતીય ઇતિહાસમાં અમર છે. એક કવિ કહે છે-લોના બગીચામાં અનેક પુષ્પોની સુગધ મહેકી રહી હોય છે, પરતુ ગુલાબ અને ચંપાનાં ફૂલમાં જે માધુર્ય, જે મહેક, જે આલ્હાદકતા અને જે માદકતા હોય છે તે બીજા પુષ્પમાં ભાગ્યે જ જોવાય છે. જગદ્ગુરુજી માટે પણ કંઈક એવું જ છે. સૂરિજીનું જીવન સ્ફટિક સમું ઉજજવલ અને તેમનાં ત્યાગ અને તપ કુંદન સમાં દેદીપ્યમાન છે. તેમનું અખંડ બહાચર્ય અને પ્રખર પાંડિત્ય, સૂર્યના તેજની જેમ ઝળહળાયમાન છે. તેમનાં દર્ય, ગાંભીર્ય, વાકૃપાટવ અને હાજરજવાબી ગમે તેના ઉપર છાપ પાડે એવાં છે. તેમનામાં વિઘતસમ ચમકારા મારતી મેધા અને બીજાના હૃદયમાં સોંસરી ઊતરી જાય તેવી યુક્તિ, ત વાણીની મીઠાશ છે. એ રાજા મહારાજાઓને પ્રતિબંધે છે, સૂબાઓને અને સમ્રાટોને ધર્મનાં અમૃતપાય છે. છતાં એમને અભિમાનની ગંધ સરખી સ્પર્શતી નથી. સર્વેf ગુણિનઃ સન્તુ આ એમને જીવનમંત્ર છે અને આ મંત્રના પ્રતાપે જ એક સમ્રા પ્રતિબોધવાનું માન એમને પ્રાપ્ત થયું છે. ભારતના રાજદ્વારી આકાશપટમાં મહાન મુગલ સમ્રા અકબર જેમ ભારતવિજેતા હતો તેમ ભારતના ધાર્મિક આકાશપટમાં શ્રીહીરવિજયસૂરીશ્વરજીની વિજ્યપતાકા ફરકતી હતી. આ મહાન જગદ્ગુરુની ભારવાર શુદિ ૧૧ ની સ્વર્ગતિથિના પ્રસંગે સંક્ષેપમાં જ તેમના જીવનને પરિચય અહીં આપું છું. જન્મ અને દીક્ષા એમનો જન્મ વિ. સં. ૧૫૮૩ ના માગશર શુદિ ૮ ને સોમવારે પાલનપુરમાં થયો હતો. એમના પિતાનું નામ કંરાશાહ, માતાનું નામ નાથીદેવી, અને એમનું નામ હીરજી. તેમને સંઘજી, સૂરજી અને શ્રીપાલ એમ ત્રણ ભાઈઓ અને રંભા, રાણી અને વિમલા એમ ત્રણ બેને હતી. જે વખતે હીરજી એમની માતાના ઉદરમાં આવે છે ત્યારે માતાએ સ્વપ્નમાં સિંહ જોયો હતો. ખરેખર, એ સંતાન પણ સિંહ જેવું પરાક્રમી, નિભક અને થરવી જ પાકયું. હીરજીની બુદ્ધિના ચમકારા બાલ્યાવસ્થાથી જ પ્રકાશમાન થાય છે. બાલક હીરજી ભણવામાં બહુ જ આગળ વધે છે. વ્યાવહારિક જ્ઞાન મેળવવા સાથે જ ધાર્મિક જ્ઞાન પણ મેળવે છે. બાર વર્ષને હીરજી, પંચ પ્રતિક્રમણું, જીવવિચારાદિ પ્રકરણો અને ઉપદેશમાલા, યોગશાસ્ત્ર, દર્શનસિત્તરી આદિ અર્થ સહિત ભણે છે. આ ધાર્મિક અભ્યાસ સાધુઓ પાસે કર્યો હતો. એના મનમાં બચપણથી સાધુઓ ઉપર-સાધુતા ઉપર પ્રેમ અને ભક્તિ છે. એક વાર એ એના પિતાને પણ પૂછી બેસે છે. પિતાજી, આપણા કુટુમ્બમાંથી કોઈ સાધુ થયું છે? પિતાજી ના કહે છે. હીરજી મનમાં ગાંઠ વાળે છે સમયે વાત. બાર વર્ષને બાલક હીરજી પિતાની દુકાને બેસવા લાગે છે ત્યાં અચાનક જ માતા-પિતાને સ્વર્ગવાસ થાય છે. માતા-પિતાને મૃત્યુલા બાલક હીરજીને બહુ જ આઘાત પહોંચાડે છે. એની બેને એને આશ્વાસન આપી બધું ભુલાવવા પાટણ લઈ જાય છે. ત્યાં હીરજીને મહાન જૈનાચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજીને ધર્મોપદેશ સાંભળવાને અવસર પ્રાપ્ત થાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38