Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] તળાજાની દુર્ઘટના [ ૨૬૩ આ દુર્ઘટના એક દેશી રાજ્યમાં બની એટલે બીજા દેશી રાજ્યમાં કે બ્રીટીશ હિંદમાં રહેતી જૈન પ્રજા, પરરાજ્ય અને પરહકુમતના કારણે, એની સામે સીધાં પગલાં લેવામાં મુશ્કેલી દેખે એ સ્વાભાવિક છે. આમ છતાં કેવળ જન સમાજમાં જ નહીં, પણ બીજા ક્ષેત્રોમાં પણ જેઓ જાણીતા છે એવા ૨૦-૨૫ આગેવાન જન સંગ્રહસ્થો, આ ઘટના બની તે જ અરસામાં, તરત જ ભાવનગર કે તળાજા જઈ પહોંચ્યા હતા તે બહુ ઉપયોગી અને અસરકારક કાર્ય કરી શક્ત એમ અમને લાગે છે. હજુ પણ આ કાર્ય કરવા જેવું તો છે જ. અમારી વિનંતી છે કે આપણું આગેવાને આ માટે બનતી તાકીદે અવશ્ય વિચાર કરે ! - ભાવનગર રાજ્ય બહારની જૈન પ્રજા માટે એ જોતાં રહેવું જરૂરી છે કે આ ઉર્ધટના ઉપર કેઈન પણ તરWી ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરવામાં ન આવે, અને આ પ્રકરણને ભીનું સંકેલી લેવાની રમત રમવામાં ન આવે. આ માટે તેણે દરેક પ્રકારે પિતાને પિકાર અને પ્રચાર ચાલુ રાખવો જોઈશે, અને ન્યાય મેળવવાની પિતાની માગણીને સતત જાગ્રત રાખવી પડશે. ભાવનગર રાજ્યના જૈન ભાઈઓએ અને ખાસ કરીને ભાવનગર તળના જૈનસંધે આ માટે પોતાના પ્રયાસો તરત જ ચાલુ કરી દીધા છે એ સંતોષની વાત છે. ભાવનગર રાજ્યના જૈન ભાઈઓ માટે આ એક બહુ જ વિકટ કાર્ય એમની સામે આવી પડયું છે એમ કહી શકાય. પણ તેઓને આ ધર્મરક્ષાના પ્રયત્નની પાછળ એક તરફ આખાય હિન્દુસ્તાનનો જૈન સંઘ છે, અને બીજી તરફ ભાવનગર રાજ્ય પણ પિતાના રાજ્યમાં થયેલ આ હિચકારા ગુન્હાની પૂરેપૂરી તપાસ કરવામાં જરાય પાછી પાની નહીં કરે તેથી રાજ્યને પણ સહકાર તેમને મળવાનો જ છે; એટલે જે લોકેાએ ખીજાઈને કે ઝનૂનમાં આવીને આવું અપકૃત્ય આચર્યું છે તેઓ વખતે વધુ ખીજાઈને વધુ નુકસાન કરી બેસે એવી લેશ પણ દહેશત રાખવાની કે પોતાના પ્રયત્નોને ઢીલા પાડવાની તેમને જરૂર નથી. આ ઘટનામાં કાયદેસર રીતે જે કંઈ થઈ શકે એમ છે તે બધું ભાવનગર રાજ્યના અને ખાસ કરીને ભાવનગર તળના જૈનસંઘના પ્રયત્નથી જ થવાનું છે. આપણે ઇચછીએ કે ગમે તેવી મુશ્કેલીઓ આવે તે પણ તે સર્વની સામે મક્કમ રહીને ભાવનગરને જૈનસંધ પિતાના પ્રયત્ન સતત ચાલુ રાખી, સમગ્ર જૈન સમાજને ન્યાય અપાવવાને અને ધર્મની રક્ષા કરવાના યશને ભાગી થાય. ભાવનગર રાજ્ય બહારના જૈન ભાઈઓને અમે ફરી ફરી ભારપૂર્વક કહીએ છીએ કે તેઓ પિતાના પ્રયત્નમાં જરાય ઢીલા ન પડે; નહીં તે એ ઢીલાશને પડશે મૂળ વાત ઉ૫ર ૫૩યા વગર નહીં જ રહે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 38