Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( વર્ષ ૧૦." - - - - ૨૬ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ દેવમંદિરના ધન-વૈભવથી માહિત થઈ ધનલેલુપતાથી પ્રેરાઈ કઈ ચોર, ધાડપાડુ કે લૂંટારાએ દેવમંદિરનાં દ્વારનાં તાળાં તેડ્યાં હતા તે તે ઘટના જુદા જ પ્રકારની હેત, અને તેને જોવાની દૃષ્ટિ પણ જુદી જ હત; ત્યારે તે કદાચ દેવમૂર્તિઓના ખંડન કરવા સુધીની અધમતા ન આચરાઈ હોત. અને એવા કૃત્ય માટે એકાદ વ્યક્તિ કે એકાદ નાની ટોળકી જવાબદાર ઠરી હોત. અને તેથી તેની સામે લેવાનાં પગલાં પણ જુદા જ પ્રકારનાં હોત. તીર્થક્ષેત્ર તળાજાની દુર્ધટના જે રીતે બની છે તેના એકેડા મેળવતાં, એ ઘર અપકૃત્યની પાછળ ધનલોલુપતાનું કારણ નથી એ નિઃશંક છે. એની પાછળ જેની પ્રેરણા છે તે ધર્મઝનૂન-ધમતા છે. અને જ્યારે નાના કિલ્લા સમા ગણતા ગુજરાત-કાઠિયાવાડના કેઈ એક ભાગમાં, ભાવનગર જેવા કાઠિયાવાડના પ્રથમ હરોળના રાજ્યની હકુમત જ્યાં ચાલે છે એવા શહેરમાં, અને જ્યાં જેની વસતી સારા પ્રમાણમાં છે એવા શત્રુંજય મહાતીર્થના એક ભાગ સમા તળાજા ક્ષેત્રમાં ધર્માન્જતા-ધર્મઝનૂનના બળે આવી કરપીણ ઘટના બને ત્યારે તે કોઈ એકાદ-બે વ્યક્તિનું સાહસકર્મ હેય એમ ન માની શકાય; એની પાછળ તો મજબૂત પીઠબળ અને પહેલાંથી યોજવામાં આવેલ કાવતરું જ હેવું જોઈએ, એમ અમે માનીએ છીએ. વ્યક્તિ કે વ્યક્તિ તે એ કાવતરું પૂરું પાડનાર યંત્ર જ ગણી શકાય. અને અમને લાગે છે કે એ યંત્ર તરીકે કામ કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓ આજે જ્યાં પણ હશે ત્યાં પોતાની આ બહાદુરી (!) માટે, પિતાને પીઠબળ આપનારાઓનાં છુપા અભિનંદન મેળવતા હશે, અને પિતાની આ મજહબ પરસ્તી (!) માટે પિતાનાં દિલમાં ગૌરવ લઈ રહ્યા હશે. જે તે હે ! પણ એટલું તો સ્પષ્ટ છે કે તીર્થક્ષેત્ર તળાજાની આ દુર્ઘટનાની બધી જવાબદારી ત્યાંના કે ત્યાં સાથે સંકળાયેલા એક આખા વર્ગના શિરે રહેલી છે. અને જ્યારે આ દુર્ઘટના પાછળ આવું ધર્મઝનૂન ભર્યું હોય અને સામા પક્ષ ઉપર પોતાને દાબ બેસાડવાને દુરાશય ભર્યો હોય ત્યારે એની સામે લેવા ધારેલાં પગલાં પણ એટલાં જ મકમ અને વિચારપૂર્ણ હોવાં જોઈએ. અહીં થોડોક એ સંબંધી વિચાર કરીએઃ જે દુર્ઘટનાનું વર્ણન સાંભળી રસ્તે ચાલનારનું દિલ પણ દ્રવી જતું હોય તે દુર્ધટના જેના ઉપર સીધે સીધી વાત છે તે સમગ્ર જૈન સંધના દુઃખનું તો કહેવું જ શું! પણ જ્યારે પુખ આવી જ પડયું છે ત્યારે દુઃખથી હતાશ થઈ દિમૂહની જેમ શામના થઈ જવું એ વાજબી નથી એટલું જ નહીં, પણ ભવિષ્યમાં એવા દુઃખમાં વધારે કરવા જેવું છે. એટલે હવે તે સ્વસ્થ ચિત્તે એને પ્રતિકાર શોધે જ છૂટકે સમજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38