Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ ૯ ] | નિત્ય નમઃ | ત્રીજૈનસત્યપ્રકાશ , ક્રમાંક ૧૦૪ [ અંક ૮ मेह कवि रचित राणिगपुर-चतुर्मुखप्रासाद-स्तवन - સંગ્રાહક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી સંપાદક:-શ્રીયુત પં, અંબાલાલ પ્રેમચંદ શાહ. ભૌગોલિક દૃષ્ટિએ તીર્થક, તીર્થમાળાઓ, ચિત્યપરિપાટીએ અમુક તીર્થોનાં સ્તોત્ર અને સ્તવનેનું જે પ્રકારનું સાહિત્ય જેનામાં મળે છે તેવું ઇતર સાહિત્યમાં નથી. આ પ્રકારના વર્ણનનું મૂળ નવા નિયુક્તિ અને નથ માં આપેલાં કેટલાક તીર્થોની નેધ પરથી જણાય છે. સામાન્ય રીતે તીર્થમાળાઓમાં સ્વાનુભૂત વર્ણન હોય છે અને તેથી ઇતિહાસમાં તેનું સ્થાન મહત્ત્વભર્યું છે. વર્ણ અને તીર્થોની અત્યારની અવશેષ સ્થિતિ જોતાં કાળનું સર્વભક્ષી વિકરાલ ચક્ર પ્રત્યેક સ્થળે ફરી વળેલું જણાય છે. યવનોના આક્રમણથી પણ જૈન સ્થાપત્યને ઓછું સહન નથી કરવું પડ્યું; એની સાબિતી અનેક સ્થળોનાં તૂટયાં– ફૂટયાં અવશેષે આપે છે. અરે! સમૃદ્ધ ચંદ્રાવતી નગરી જેવાં સ્થાને તે આજે પત્તોયે નથી. છતાં આજે પણ જેનાં ઉત્તુંગ મંદિર જેનેની દાનશીલતા અને વૈભવને ખ્યાલ આપ્યા વિના રહેતાં નથી. મહાકવિ નાનાલાલે એ વાતને સમર્થન આપતાં ગાયું છે કે– સજાવ્યાં જેને રસશણગાર, લતામંડપ સમ ધર્માગાર.” જૈન ધનકુબેરેએ આબુ, ગિરનાર અને શત્રુંજય પર't અનુપમ ઉન્નત દેવમહાલયોનું સર્જન કર્યું અને ગૂજરાતની શિલ્પસંપત્તિ સમૃદ્ધ બનાવી એ સૌને વિદિત જ છે. [૨] એવા જ ધનકુબેર ધરણશાહે રાણકપુરમાં શિલ્પકળાના ઉત્તમ નમૂના સમાન ગૈલોક્ય દીપપ્રાસાદ બંધાવ્યું. જો કે ઉપરાઉપરી દુષ્કાળ અને સંભવતઃ ઔરંગઝેબના આક્રમણથી રાણપુર ઉજજડ બન્યું છે અને ધરણશાહના વંશજો પણ એ સ્થાન છોડી ચાલ્યા ગયા છે છતાં ધરણાશાહની કીર્તિ ગાતું ઉન્નતશીલ અને પિતાની સમૃદ્ધ શિલ્પકળાની સૌદર્યસુગંધ પ્રસરાવતું ઐલેકયદીપક મંદિર જાણે કાળ અને આક્રમણ સામે અડગપણે મીટ માંડી ઊભેલું હોય તેમ લાગે છે. આ મંદિર અરવલીની તળેટીમાં અનેક પ્રકારની વનરાજિ વચ્ચે, ઝીણું નકશીથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36