Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલેકમાં કાળદ્રવ્ય * [૩૮૫ આપણે વિચાર કરી શકીએ છીએ. આ પરથી એ નક્કી થયું કે કાલ વિચારાત્મક દ્રવ્ય છે, અને તેનું મુખ્ય લક્ષણ પરાવર્તન કે ફેરફાર બતાવનાર વિચાર છે. હવે આપણે આટલું સ્પષ્ટ કરી, અલકમાં વિચારાત્મક કાળદ્રવ્ય સંભવે ખરું કે નહીં તે વિષે વિચાર કરીએ. જે કાલદ્રવ્ય સંબંધી અતિવ્યાપક રીતે વિચાર કરીએ તો કાલ અલકમાં એક અપેક્ષાએ લાગુ કરવાનું મન થઈ આવે. અને તે અપેક્ષા એ કે જે કાલદ્રવ્ય વિચારાત્મક સ્વરૂપે અલોકમાં માનવામાં ન આવે તો શું અલોકમાં બધું સ્થિર, એક જ સ્થિતિમાં, ભૂત, ભવિષ્ય, વર્તમાન એક જ સ્વરૂપમાં બંધાઈ ગયું છે? આ એક જ માત્ર (Stationery) સ્થિતિ, ત્રણે કાળનું (ભૂત, વર્તમાન, ભવિષ્યનું) બંધાઈ જવું-તે દૃષ્ટિએ કદાચ આપણે કાલદ્રવ્યને સ્વીકાર અલેક આકાશમાં કરવા તરફ લલચાઈ જઈએ. પરંતુ આમ કરતાં પૂર્વે કાલનું લક્ષણ અને અલેકની સ્થિતિ એ ઉભયનો સક્ષમ રીતે વિચાર લંબાવ પડશે. આપણે અગાઉ એ જણાવી ચૂક્યા છીએ કે અલોક આકાશમાં બીજા કોઈ દ્રવ્યો નથી. અને અલોક ખાલી આકાશ સિવાય બીજું કાંઈ નથી. એટલે આ વિભાગવાળા આકાશની સ્થિતિ જ એક સરખી છે; તેમાં કાંઈપણ ગતિ, પરિવર્તન કે પૃથકકપણું થતું નથી. કેમકે પરિવર્તનશીલ કેઈ પ્રદેશામક દ્રવ્યો ત્યાં નથી. આ દ્રવ્યો નથી, એટલે એ દ્રવ્યોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, તેમનું જુદા જુદા સ્થાનનું અંતર, બનાવો કે ક્રિયાનું પૃથક્કપણું કે આમાનું કાંઈ અલોક આકાશમાં છે નહિ, અને આપણે હમણાં જ કાલનું લક્ષણ નિહાળી ચૂક્યા છીએ કે પ્રેદેશાત્મક દ્રવ્યોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, ભિન્ન ભિન્ન સ્થાનોનું અંતર અને બનાવે કે ક્રિયાનું પૃથપણું બતાવવા માટે આપણે વિચારમાં કાલવ્યને મુખ્ય કરવું પડે છે. એટલે એ સ્પષ્ટ છે કે જયાં આ ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ, ક્રિયાઓ વગેરેનાં ઉત્પાદક દ્રવ્યો નથી, ત્યાં કાલને વિચારાત્મક રીતે પણ આશ્રય લેવાને રહેતા જ નથી. કેમકે ત્યાં આ પરિવર્તન, ગતિ કે અવસ્થા નહિ હેઈ કાલને ઉપયોગ વિચારમાં પણ કરવાનો રહે જ નહિ. ઉપર પ્રમાણે વિચાર કરતાં આપણે આટલું નક્કી કર્યું કે અલેક આકાશમાં કાલદ્રવ્યને જે વિચારાત્મક ભાવ છે, તેને સંભવ નથી, આથી તેને ત્યાં અભાવ માન્યો છે. આપણે ઉપર જણાવી ગયા તે પ્રમાણે અલકમાં પ્રદેશાત્મક દ્રવ્યોની ગતિ, સ્થાન કે અવસ્થાને સદંતર અભાવ હોવાથી તે જ ગતિ સ્થિતિ અને અવસ્થાના વિચારમાં જે કાલને આશ્રય લેવું પડે છે, તે આશ્રય લેવાને નહિ હોવાથી કાલને વિચાર જ કરવો પડતો નથી, એ દૃષ્ટિએ-કાલના લક્ષણની દૃષ્ટિએ તેને અમાવ સીકાર્યો છે, એમ સિદ્ધ છે. એટલે આપણું પ્રશ્નનો જવાબ એ આવે કે કાળદ્રવ્ય જે વિચારાત્મક ભાવ છે, તેને અલોક આકાશમાં અભાવ સિદ્ધ છે. , * ---- કોમ્પક – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36