Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંકનો સત્કાર === =======અભિપ્રાયા
=અભિપ્રાય ==
વર્તમાનપત્રો [ “પ્રજાબંધુ' સાપ્તાહિક અમદાવાદ તા. ૩૦-૪-૪૪-ના અંકમાં].
શ્રી ચીમનલાલ ગોકળદાસ શાહના તંત્રીપદ નીચે ચાલતા “શ્રી જૈન સત્ય પ્રકાશ માસિકે પિતાના સોમા એક પ્રસંગે વિક્રમાદિત્ય અંક બહાર પાડીને જૈન તેમજ જૈનેતર સમાજની કીમતી સેવા બજાવી છે. આ દળદાર અંકમાં માત્ર લૌકિક નજરે નહિ પણ એતિહાસિક નજરે પણ વિક્રમ તથા તેના સમકાલીન પર સાધાર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે વિક્રમના સમગ્રતયા અભ્યાસ માટે યોગ્ય સંદર્ભ પૂરું પાડી રહે તેમ છે.”
[ સંદેશ નિકઃ અમદાવાદ તા. ૮-૫-૪૪ ના અંકમાં] “શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના માસિક મુખપત્ર “શ્રી જૈન સત્ય પ્રકાશના આ “વિક્રમ-વિશેષાંકમાં સમ્રાટ વિક્રમાદિત્ય વિષેના સંખ્યાબંધ ઐતિહાસિક ઉલ્લેખો ને રસપૂર્ણ માહિતીઓના નીડ રૂપ અનેક જ્ઞાનપૂર્ણ લેખોનો સંગ્રહ થયો છે. તેમાં જૈન આચાર્યો, મુનિવર અને વિદ્વાન લેખકેએ ઉચ્ચ શ્રેણીના સરસ લેખે આપ્યા છે. અને ખાસ કરીને પૂજ્ય મુનિ મહારાજ દર્શનવિજયજી મહારાજનો “સમ્રાટ વિક્રમાદિત્ય” અને “જેન સાહિત્ય,” પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજીને “મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર” એ લેખે વિદ્વાન લેખકની જ્ઞાનપૂર્ણ દષ્ટિ અને તેમની સંશોધન પ્રવૃત્તિને અચ્છો
ખ્યાલ આપે છે. બે હજાર વર્ષની પ્રાચીનતાના ગર્ભમાં જે સમ્રાટ આજે સમાઈ ગયા છે અને જેને સંવત્સર હજુ લગી ભારતની પ્રજા ઉમંગભેર ઉજવી રહી છે તેના ઉપર આવા પ્રકાશ ફેંકતાં મનનીય લેખો ખરેખર વાંચકોની જ્ઞાનતૃષાને તૃપ્ત કરે તેવા છે.
“વળી જાણીતા કલાકાર શ્રી કનુ દેસાઈએ દોરેલા સમ્રાટું વિક્રમાદિત્યના ચિત્રથી અંકનું મુખપૃષ્ઠ આકર્ષક બન્યું છે; અને એ વીર વિક્રમની ધર્મપ્રિયતા, જ્ઞાનપ્રિયતા, દાનપ્રિયતા, શુરવીરતા અને પરોપકારપરાયણતાનું ઉદ્દબોધન કરતાં સુંદર પ્રતીકે પણ અંકની સુશોભન કળાને સારા જેવા પરિચય આપી રહ્યાં છે.
આ સુંદર વિશેષાંક ખરેખર શ્રી જૈન સત્ય પ્રકાશનું અપૂર્વ સાહસ છે, અને સાચે જ તે પ્રશંસનીય છે.”
| [ “શાસન સુધાકર” પાક્ષિક ઠળિયા તા. ર૯-૪-૪ ના અંકમાં
શ્રી જૈન સત્ય પ્રકાશ સમિતિ તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થએલ “વિક્રમ-વિશેષાંક નામનું પુસ્તક અને મળેલ છે. અમે સાભાર સ્વીકાર કરેલ છે. સમાજને ભવિષ્યને માટે અનેક મહત્ત્વની વસ્તુઓને વાર પીરસવા રૂપ તેમાંના કેઈ કઈ અંગે જરૂર છે. પૂ. દર્શનવિજયજી ત્રિપુટી મહારાજનો પ્રથમ લેખ એ માટે અગ્ર ભાવ ભજવે છે. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા એમ. એ. લેખ પણ એથી અલ્પાંશેય ઉતરતે લખવા હિંમત ચાલે તેમ નથી. બીજા પણ એ અંકમાં અનેક વિદ્વાનોના લેખો વિચારણીય છેએકંદરે અંક સુંદર છે. ઐતિહાસિક દષ્ટિએ સંગ્રહ કરવા લાયક ગણાય.”
For Private And Personal Use Only