Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાંઝરીયા મુનિવર વસંતોત્સવ : મહાત્માન સમાગમ તુરાજ વસંત આવે છે અને માનવ હૈયાં હીલેળે ચઢે છે. ઉદ્યાનોમાં વનસ્પતિઓ નવનવાં વસ્ત્ર પહેર્યા હોય તેમ ખીલી ઊઠે છે. આશ્રમંજરીથી મસ્ત બનેલી કોયલના ટહુકારાથી જંગલો ગાજી ઊઠે છે. કામદેવનું જાણે અમોઘ શસ્ત્ર હેય તેમ વસંત ઋતુ પ્રેમીજનનાં દિલને બેચેન બનાવી મૂકે છે. કંટાળા ભરેલી શિશિર ઋતુ જતાં જનતામાં આલ્હાદ અને આનંદનો રસ ઉભરાય છે. આવી જ સુંદર વસંતમાં એકદા પઠાણપુરનો રાજવી અંતઃપુર સહિત રંગરસ માણવા ઉદ્યાનમાં સંચર્યો છે. સાથે દેવનો દીધેલ રાજપુત્ર મદનબ્રહ્મ પોતાની બત્રીસ રાણીઓ સાથે આવ્યો છે. રોજ વિવિધ ક્રીડા કરતો, વાવો ને તળાવમાં રમતો રાજકુમાર ઉદ્યાનમાં મહાલી રહ્યો છે. એક વાર ઈદ્રમહત્સવનો દિવસ આવ્યો અને જાણે આખું પેઠાણનગર મહત્સવમાં ભાગ લેવા ઉદ્યાનમાં ઉભરાયું. રાજકુમાર મદનબ્રહ્મ પિતાની રાજરાણીઓ સાથે આ ઉત્સવમાં ઘૂમી રહ્યો છે. ત્યાં તેણે એક વટવૃક્ષની નીચે માનવમેદની શાંત ચિત્તે ઊભેલી જોઈ. જોતાં જ એને આશ્ચર્ય થયું. ત્યાં શું છે? નથી કલાહલ, નથી ચાલતા, નથી કુતૂહલ ! એવો તે કેણ જાદુગર છે જેણે જનતાનાં હદયને થંભાવી દીધાં છે. રાણીઓ સાથે રાજકુમાર ત્યાં આવ્યો. ઝાડ નીચે રૂપરૂપના અંબાર સમા એક યુવાન સાધુમહારાજ ધ્યાન મગ્ન બેઠા છે. ભક્તિવશ જનતા એ મહાત્માના મધુર વચનામૃતના પાનની આશામાં મૂક ભાવે શાંત થઈ બેઠેલ છે. રાજકુમાર મુનિ મહારાજ પાસે આવ્યો અને ભક્તિથી નમસ્કાર કરી ત્યાં બેઠે. થેડી જ વારમાં પિતાનું ધ્યાન પૂર્ણ કરી મુનિમહારાજે તરફ મીઠી નજર ફેરવી. એમની આંખોમાંથી બ્રહ્મચર્યનું અમી ઝરતું હતું. તેમનું મુખ સહસ્ત્રદલ કમળ જેવું ભવ્ય હતું. તેમના લલાટ ઉપર સંયમ અને તપનું એજન્સ,ચમકતું હતું. મુનિવરે ગંભીરવાણીથી ફરમાવ્યું "गगननगरकल्पः संगमो वल्लभानां । जलदपटलतुल्यं यौवनं वा धनं वा ॥ सुजनसुतशरीरादीनि विद्युच्चलानि ।क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥" ભાવાર્થ-સ્નેહી જનો સંયોગ આકાશનગર જેવો છે. યૌવન અને ધન વાદળના ઘટાટોપ જેવાં છે. સ્વજનોને મેલાપ, પુત્રપરિવાર અને આ શરીર વગેરે વિજળીના ચમકારાની જેવાં ક્ષણિક છે. આખો સંસાર આવો ક્ષણિક અને નાશવંત છે. अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः । नित्यं सन्निहितो मृत्युः कर्तव्यो धर्मसंग्रहः ॥ આ સુંદર અને મજબુત દેખાતું શરીર અનિત્ય છે. આ સુખપ્રદ જણાતા વૈભવ અને વિલાસે ક્ષણિક જ છે, મૃત્યુ માંઢું ફાડીને ઊભું છે. માટે ધર્મની આરાધના કરવી એ જ શ્રેયસ્કર છે. મહાનુભાવો! જેને શાશ્વત સુખના ભોક્તા થવું છે તેને માટે ધર્મ એ જ ઉત્તમ સાધન છે, અને તેમાં પણ સર્વવિરતિધર્મ એ તે મોક્ષપ્રાપ્તિનું પરમ સાધન છે. સંયમના રાસયા મુનવરે સત-ચિંદ્-આનંદ પ્રાપ્ત કરી મેક્ષ ભોગવવા ભાગ્યશાળી બને છે. + વિ. સ. ૧૭૮માં રચાયેલી શ્રી ઝાંઝરીયા મુનિવરની ચાર ઢાળની સજઝાયના અધાર; ફેરફાર સાથે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36