Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] ઝાંઝરીયા મુનિવર [ ૩૩ હાજર રહેલી માનવમેદની મંત્રમુગ્ધ બની આ ઉપદેશામૃતનું પાન કરી રહી હતી. ઘણાયે ભવ્યાત્માઓએ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી બચવા, અને પરમ શાંતિ પ્રાપ્ત કરવા સર્વવિરતિ પદ સ્વીકાર્યું. | મુક્તિને પંથ : પરીક્ષા : ઝાંઝરીયા મુનિવર રાજપુત્ર મદનબ્રહ્મ પણ સાધુમહાત્માની દેશના સાંભળી પ્રતિબધ પામે. કર્મ શત્રુને હરાવવા સંયમનું અભેદ્ય બખ્તર પહેરવાની તેને તાલાવેલી લાગી. સંસારનું કારમું સ્વરૂપ સમજી, માતાપિતાની અનુમતી મેળવી, કર્મ શત્રુ સાથે સંગ્રામ કરવા આ શૂરવીર રાજપુત્રે સાધુપણું સ્વીકાર્યું. સાધુ જીવનમાં અનેક તપને આચરતા, મન-વચન-કાયાથી બ્રહ્મચર્યને પાલતા, જ્ઞાનની આરાધના કરતા, આ મુનિવર ભૂલમાં વિચરી રહ્યા છે. ઊગતા સૂર્ય જેવું તેમનું મુખ શોભી રહ્યું છે. જ્યાં જાય ત્યાં માનવમેદની આ મુમુક્ષુ સાધુજીનાં દર્શને ઉલટી પડે છે. ત્યાગમતિ મુનિવર ઉગ્ર વિહાર કરતા, ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ દેતા, સમિતિ અને ગુપ્તીને પાળતા, જાણે સાક્ષાત ધર્મમૂર્તિ હોય એમ વિચરી રહ્યા છે. એક વાર આ મુનિ મહાત્મા બંબાવતી નગરીમાં પધાર્યા છે. મધ્યાહ્નનો સમય થયો છે. માથે સૂર્ય તપે છે. નીચે ધરતી ધામ તપી રહી છે. નીચી દૃષ્ટિ કરી મુનિવર ગૌચરી માટે નગરમાં જાય છે. ત્યાં દૂરથી એક મહેલના ગોખમાં બેઠેલી યુવતીએ મુનિરાજને જોયા. તેના દિલમાં થયું ! અહા ! શું રૂપ છે! શું વિધાતાએ એની આંખો અને મુખ બનાવ્યાં છે! આ રૂપ, આ કાન્તિ, આ લાવય શું સાધુ થવા માટે હશે ? એ તે મહારે યોગ્ય છે. “ અરે કેણ છે? છે કેઈ હાજર?” યુવતીએ અવાજ કર્યો. જવાબમાં એક દાસી હાજર થઈ. યુવતીએ તેને ફરમાવ્યું: “ જા જલદી દેડતી જા! આ સામે એક મહાત્મા ચાલ્યા આવે છે તેમને આપણું ઘરમાં ગૌચરી માટે બોલાવી લાવ. જા જલદી જા. નહીં તો એ મુનિવર ચાલ્યા જશે. શું રાજહંસ શી મનહર ચાલે છે એની ! જાણે માનસ સરોવરનાં મીઠાં વારી પીપીને, અરે પ્રેમ મૌતિકને ચારે ચરીને ચાલ્યો આવતો રાજહંસ અહીં ભૂલો પડ્યો હોય તેમ આવે છે. જલદી એને બોલાવી લાવ.” શેઠાણી શું બોલે છે તે બિચારી દાસી સમજી ન શકી, છતાં શેઠાણીની આજ્ઞા પાળવા તે ઉતાવળે જાય છે અને ખૂબ જ પ્રેમ અને ભક્તિથી મુનિમહારાજને બોલાવી લાવે છે. સમતારસમાં ઝીલતા મુનિવર ધીમે ધીમે મહેલમાં આવ્યા છે. પેલી યુવતી સોલે શૃંગાર સજી હાથમાં મોદક ભરેલે સેનાને થાળ લઈને ખડી છે; મુનિજીને કહે છે “મુનિવર! આ મોદક બહેરે ! અને સાથે સાથે આ જીણું સાધુવેશ છોડી આ રેશમી દુકુલ સ્વીકારે. આ મહેલ, આ બગીચે, અરે! આ તન, મન ધન આપને ચરણે સમર્પિત છે. આ યુવાનીમાં આ ત્યાગ, આ સંયમ આપને નથી શોભતા. નાથ ! હવે આપ અહીં જ રહે !” આ કર્ણક, અગ્નિઝરતાં વચન સાંભળી સમતારસમાં ઝીલતા મુનિવર ચંદનથી પણ શીતલ વાણું ઉચ્ચારે છે. “આર્ય ભગિની ! આવું વચન તમને ન શોભે! આપણું કુલને વિચાર કરવાની જરૂર છે: “તમે કુલવાન છે. હું પણ કુલવાન છું. આપણું કલને કલંક લાગે એવું કેમ આચરાય ? બહેન ! તું વિચાર કર ! તું ઘેલી તો નથી થઈ? ચારિત્રનું ખંડન એ આ ભવ અને પરભવમાં દુઃખદાયક છે. ચેરી અને યારી મનુષ્યને મહાન કલંક દેનારાં અને ઘેરાતિઘોર દુઃખ આપનાર છે. તું તો મારી બહેન સમાન છે! બહ્મચર્ય રૂપી અમૂલ્ય ચિન્તામણિ છોડી વિષયરૂપી વિષ તને કેમ ગમે છે? અરે, અગ્નિમાં બળી મરવું કે ઝેર ખાવું ઉત્તમ છે, પરંતુ આ વિષયરૂપી હલાહલ પીવું સારું નથી. ” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36