Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_અંક ૮]
રાણિગપુર -ચતુર્મુખપ્રાસાદ-સ્તવને
રાણિગપર જેમ શત્રુંજય, સેપાર અને વિમલ મંત્રીશ્વરે આબુ ઉપર, ઈડરગઢ અને આરાસણ (કુંભારિયા)માં મૂળનાયક શ્રીઆદિનાથ છે તેમ આ વિંધ્યાચલની તળેટીમાં આવેલા રાણકપુરના ચતુર્મુખપ્રાસાદમાં આદિનાથ ભગવાનને સ્થાપવામાં આવ્યા.
- પશ્ચિમ દિશાના દ્વારે અત્યંત સુંદર મંડપ છે. ત્યાં હમેશાં નાટક–ઓચ્છવ થયા કરે છે. ઉત્તર દિશાના દ્વારે શ્રીસંઘ અને ભેજક-ભાટ બેસીને કલરવ-કલાહલ કર્યા કરે છે. પૂર્વદિશાના દ્વારે સામે ઊંચા વિધ્યગિરિની ભીંત છે. તે તરફ લેકોનો વાસ છે, તેથી પ્રભાતે ઊઠીને તેઓ આદિનાથને પ્રણામ કરીને પૂજા–સેવા કરે છે. દક્ષિણ દિશાનું દ્વાર અત્યંત વિશાળ છે અને તે તરફ પૌષધશાળા છે. ત્યાં ગુણભંડાર ગુરુવારે સિદ્ધાંતોનું અધ્યયન કરે છે. (તે સમયે) ત્યાં તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરિ વિરાજે છે.
ધરણશાહે એક જ મુહૂર્તમાં એક સામટાં ચાર કામ આદર્યા. પહેલામાં દેવલની સ્થાપના, બીજામાં સત્રશાળા, ત્રીજામાં દેવલની પાસે સુંદર પૌષધશાળા અને ચોથું પિતાના વાસગ્રહનું મુહૂર્ત કર્યું.
જાઈ, ચંપા, સેવંત્રી આદિથી ચતુર્મુખ પ્રાસાદ સ્થિત પ્રભુની પૂજા કરવી, આરતી ઊતારવી અને ઢેલ–ઘંટ-ઝાલર વગાડવાં જોઈએ તેથી ગંધર્વો પણ મધુર ગીત ગાતાનાચતા નાટક મહત્સવ કરશે. અને શ્રાવકાઓ રાસની રમઝટ મચાવશે.
(૨) ખરતરવહીમાં શ્યામવર્ણના સાત ફણાવાળા ધરણેન્દ્ર સહિત શ્રી પાર્શ્વનાથ પ્રભુને પૂજવા જોઈએ.
| (૩) મલિ ચૌટામાં મલ્લ સાહે નાહૂલાઈન દેરાસર જેવું ચૌમુખ મંદિર કરાવ્યું છે તે પણુ ખરતરવસહીની પાસે છે.
(૪) મદડીયવાસમાં જિનમંદિર છે તેનાં પણ દર્શન કરવા જોઈએ. (૫) વળી અંચળગચ્છના દેરાસરમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ છે. (૬) તથા મઝવાડામાં સાગર નામના વણિકે બંધાવેલું મંદિર હોવું જોઈએ.
આ બધી ચિત્ય પરિપાટિ જાત્રા કરીને નગરની જેટલી પ્રશંસા કરીએ તેટલી એાછી જ છે.
૧ ચૌમુખજી આદિનાથ, ૨ સુપાર્શ્વનાથ, ૩ શાંતિનાથ, ૪ નેમિનાથ, પ- પાર્થ નાથ અને, આદિનાથ મદડીયમંડણ-આમ રાણકપુરનાં કુલ સાત જિનમંદિરની યાત્રા કરી નિર્મળ-પવિત્ર થવાય છે.
શત્રુંજ્ય અને ગિરનારની જેમ વિંધ્યાચલની તળેટીમાં વસેલા રાણકપુરના ધરણ વિહારને જોઈને મનુષ્ય જન્મ સફળ કરવા જોઈએ. ચૌમુખ પર ચાર શિખર અને ત્રણ ભૂમિકાનાં મળીને બાર શિખરવાળા સ્થાનમાં મૂળનાયકે છે. ત્રણ ભવનને પ્રકાશતા અને ત્રણે ભવનના (જ્ઞાન) દાતા હોવાથી તેનું નામ ત્રિભુવન–વિહાર પડ્યું છે. તેનાં ઝળહળ તેજોમય સુવર્ણનાં દંડ-કલશ જોતાં તે તે ત્રણે ભવનને મોહ પમાડે તેવાં છે.
દેવ દે, સાત મંદિરના ચાર જિણવરે, વીસ વિહરમાન અને વીશે જિનનાં
For Private And Personal Use Only