Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહનવવાદ લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી દુરંધરવિજ્યજી (ગતાંકથી ચાલુ) ચેથા નિવ-આર્ય અશમિત્ર ઃ ક્ષણિકવાદી (૪) આર્ય મહાગિરિજીનું મનોમંથન– આર્ય અશ્વમિત્ર જેવા વિદ્વાન શિષ્યને સમુદાયથી જુદા કર્યા પછી આ મહાગિરિજીને હૃદયમાં દુઃખ થયું ને એકદા તેમને નીચે પ્રમાણે વિચાર આવ્યાઃ “દુષમકાળને શું વિષમ પ્રભાવ છે ! આવા સુજ્ઞ અને વિચારશીલ સાધુઓ ભૂલે છે ને તે ભૂલ કબૂલ ન કરતાં મિથ્યા આગ્રહથી સામાં થાય છે. અનેક વખત સમજવાની તક આપ્યા છતાં સન્માર્ગ ન સુઝો તે ન જ સૂઝ, સાધુ સમુદાયમાં એ એક રત્ન સમાન હતા, સંધને સાચવવામાં સમર્થ હો, સાધુઓને કેળવવામાં કુશળ હતો. મારા ઘણા કાર્ય તેણે ઉપાડી લીધાં હતાં: વ્યાખ્યાન વાંચવું, બીજા મુનિઓને ભણાવવા, ક્રિયાકાંડ કરાવવાં, વગેરે સર્વ બાબત તે હોંશિયારી પૂર્વક કરી લેતે. આમ એકાએક તેને સમુદાયથી જ કરવાને માટે વિચાર ન હતું, પણ અસમંજસ આચાર કરતાં અસમંજસ વિચાર શું ઓછો ભયંકર છે? મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. ભૂલે તેમાં નવાઈ નહિ. ભૂલને ભૂલ તરીકે કબૂલ ન કરે ને શેલ સામું વળગે કે તમે ભૂલે છે, મારી સમજ સત્ય છે ! કોઈ સામાજિક વિચારણા કે વ્યવહારુ વાત હોય તે નભાવી લેવાય, પણ શાસ્ત્રીય વિષયમાંસર્વજ્ઞભાષિત આગમના એક પણ વિચારમાં તે ન ચલાવી શકાય. જે ચલાવી લેવામાં આવે તે ઈતર દર્શનમાં જેમ કહેવાય છે કે – ત્તિલિમિxt ઋતજsfપ મિશ્રા, જૈો નિર્ધા કપ કમાન્ धर्मस्य तस्वं निहितं गुहायां, महाननो येन गतः स पन्या તેમ જૈનદર્શનમાં પણ ગવાત કે – सुण्णी विभिण्णा भासं विभिण्णं, नेगो मुणी नस्स बर्य पमाणं ।। धम्मस्स ततं निहि गुहाए, महाजणो मेण गओ स मग्गो ॥ પણ આ નથી ગવાયું તેનું કારણ એજ કે આવા ઉદ્ધત વિચારવાળા સાધુઓને મહત્ત્વ નથી અપાયું. શક્તિ-સરલતાથી શોભે છે. નમ્રતા વિદ્વત્તાને દીપાવે છે. લધુતાથી પ્રભુતા પ્રકાશે છે. સામુવા દિ વિનય વિન સફલ ગુણનું ભૂપણ છે. ભૂલને ભૂલ તરીકે સમજવી, સમજ્યા પછી તેને સર્વ સભા સમક્ષ ભૂલ કહી સુધારવી ને પાયશ્ચિત્ત પૂર્વક પવિત્ર થવું એ સરલતા સિવાય કદી ન બને. દ્વાદશાંગીના ધરનારા, અનન્તલબ્ધિ નિધાન ગૌતમસ્વામીજી જેવા ભૂલ્યા અને ભૂલ કબૂલ કરી શ્રાવક પાસે “ મિચ્છામિ દુકકી દીધું એ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44