Book Title: Jain_Satyaprakash 1942 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫ર૬ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ સર્વ બાજુહદયને પ્રભાવ. “કમેવ એ જાપ જેણે જ છે તે કદી મિથ્યા આશ્રમમાં ન ફસાય. જમાલિ, આર્ય નિષ્પગુમ, આર્ય આષાઢાચાર્યના શિષ્ય વગેરે શું શક્તિવાળા અને વિદ્વાન ન હતા ? છતાં વિપરીત વિચારણાને કારણે તે સર્વની શક્તિ, ભક્તિ કે યુક્તિની કિંમત ન ગણતા તેમને શાસનથી દૂર કરી દેવામાં આવ્યા. હજુ પણ અમિત્ર સમજે તે સાથે લઈ લેવાય એમ વિચાર કરી આર્ય મહાગિરિજીએ નગરશેઠને પિતાની પાસે બોલાવ્યા. નગરશેઠ સાથે મસલત વન્દન કરીને નગરશેઠે વાત શરૂ કરીઃ “ચારેક દિવસ ઉપર આપશ્રીએ અમિત્રના સમ્બન્ધમાં જણાવ્યું તે માટે કુશલપુરથી ઉદયરાજ, જિનદાસ, ધર્મદાસ, સમધર, અજુ. નસિંહ વગેરે આગેવાન શ્રાવકે અહીં આવ્યા હતા. મેં તેઓને વાત કરી હતી કે, અધમિત્રજીએ અહીંથી અમુક અમુક કારણસર રાજગૃહ તરફ વિહાર કરેલ છે. એક બે દિવસમાં તમારે ગામ પહોંચશે. તમે લેકે તેમના પ્રત્યે અનુરાગવાળા છે ને ધર્મ તરફ પણ સારી રુચિવાળા છો તે તેમને સમજાવી આ વૈમનસ્ય દૂર કરાવવા પ્રયત્ન કરજે.” તેઓએ કહ્યું હતું કે “સારું. અમારાથી બનતે પ્રયત્ન કરીશું.” પણ અશ્વમિત્રછ આગ્રહી સ્વભાવના છે તે અનુભવ તેઓ અમારે ત્યાં રહ્યા ત્યારે થયેલ, એટલે સમજે એમ તરત તે નથી લાગતું, પણ અમે પ્રયાસ કરવામાં કચાશ નહીં રાખીએ.’ મેં તેમને આપશ્રીને મળીને જવાનું કહ્યું હતું એટલે તેઓ આપની પાસે જરૂર આવ્યા હશે. તેમની સાથે શું વાત થઈ? આચાર્ય મહારાજે કહ્યું: “કુશલપુરના શ્રાવકે અહીં આવ્યા હતા. તેમનો પ્રયત્ન સફલ થાય તો સારું ! પણ તે લકે વ્યવહાર અને વણિક સ્વભાવવાળા હોવાથી સમજૂતિથી કામ કરવા ટેવાયેલા છે એટલે સમજૂતિ સિવાય કોઈ પણ દબાણના ઉપાયે તેઓ ન ચોજી શકે. સખત પ્રયત્ન સિવાય અમિત્ર સમજે તેમ નથી લાગતું. સમજાવવા માત્રથી સમજી જાય એમ હોત તે તેને સમજાવવા માટે અહીં ઓછો પ્રયત્ન કર્યો હતો. તેને ઠેકાણે લાવવા માટે તે કોઈ રાજ્યદ્વાર પદ્ધતિનું કામ છે. કુશલપુરના પ્રયત્નથી પતિ જાય તે. વધારે સારું, નહિ તો રાજગૃહીના ખંડરક્ષક-કોટવાળ વગેરે શ્રાવકે છે. તેઓ ધર્મના જાણકાર છે ને સામદામ-દંડ-ભેદ એમ ચારે નીતિને પ્રયોગ કરવામાં કુશલ છે. અશ્વમિત્ર ત્યાં રાજગૃહી જ જનાર છે. તો તેમને ખબર પહોંચાડવા જોઈએ. તેઓ પ્રભુના પવિત્ર આગમ પ્રત્યે સંપૂર્ણ રાગવાળા અને પ્રભુએ પ્રરૂપેલ દરેક પદાર્થ માટે અવિચલા શ્રદ્ધાવાળા છે. કેવળ રાગ અને શ્રદ્ધા માત્ર છે એમ નહિ પણ બહુશ્રુત છે. તેમને ખબર પડશે એટલે તેઓ અલ્પમિત્રને વ્યવસ્થિત રીતિએ માર્ગમાં લાવી શકશે.” - આ રીતે આર્ય મહાગિરિજીએ નગરશેઠને આર્ય અમિત્રને માર્ગમાં લાવવાને બીજો ઉપાય અજમાવવાની સૂચના કરી. નગરશેઠે કહ્યું: “રાજગૃહીના એક મુખ્ય શ્રાવક પાંચ સાત દિવસમાં અહીં આવવાના છે. તેઓ સમજુ અને સર્વ વાત પચાવી શકે તેમ છે. તેમને હું સર્વ સમજ પાડીશ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44