Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક-શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી ચાલુ) બચ્છાવતની ચડતી-પડતી (૨) બછાવત વંશનો અંતિમ પરાક્રમી પુરષ કરમચંદ એ રાવ કલ્યાણસિંગજીના મંત્રી સંગ્રામને પુત્ર થાય. જ્યારે (ઈ. સ. ૧૫૭૩)માં રાયસિંગ ગાદીએ આવ્યો ત્યારે એણે કરમચંદને પિતાનો દીવાન ની. કરમચંદમાં જેવી કાર્યદક્ષતા હતી તેવી જ દીર્ધદર્શિતા અને વિશાળ અનુભવ પણ હતાં. દેખાવમાં તે એટલે બધે સુંદર કે સામાના ઉપર છાપ પાડે તેવો નહતો લાગતો, કુદરતે શારીરિક સૌન્દર્ય અર્પવામાં સાચે જ ઉણપ દાખવી હતી. પણ એને બદલે તે જે માનસિક શક્તિ ધરાવતો હતો એમાં બરાબર વળી જતો હતો. મજબૂત મનના આ માનવીમાં રાજ્ય ચલાવવામાં જોઈતાં ડહાપણ અને બુદ્ધિવૈભવ ભારોભાર ભર્યા હતાં. એ માટે કહેવાતું કે જેવો એ Prudent statesman હતો તે એ wise Administrator પણ હતા. રાયસિંગના ગાદીનશીન થયા પછી અલ્પ સમયમાં જયપુરના રાજા અભયસિંગે બીકાનેર પર ચઢાઈ કરી. સમય ને સંયોગો એવાં હતાં કે એની સામે લડાઈનું જોખમ ખેડી શકાય નહીં. આ કપરી મુશ્કેલીમાં સલાહ લેવા યોગ્ય સ્થાન રાજવી માટે મંત્રીશ્વર કરમચંદનું હતું. તરત જ એને બોલાવી સારી યે પરિસ્થિતિને વિચાર કરવામાં આવ્યો. ગણત્રીબાજ ને ચાલાક મંત્રીની સલાહ સંધિ કરવાની મળી. રાજાને ગળે એ વાત ઉતરી અને મંત્રીશ્વરની દીર્ઘદશિતાથી બીકાનેર સંસ્થાનનાં શાંતિ અને વૈભવ જોખમાયા વગરનાં રહ્યાં. રાજા રાયસિંગ ઉતાવળી પ્રકૃતિ અને વહેમી વૃત્તિનો હતે. એનામાં સૌથી ખરાબ અવગુણ એ હતો કે પરિણામનો વિચાર કર્યા વિના એ કાર્યમાં ઝંપલાવતા. વળી બીજી પણ એક ખોડ હતી અને તે આપબડાઈની! એને પિતાની જાતનું સારું બોલવાની અને સાંભળવાની ટેવ પડી હતી એમ કહી શકાય. કેટલીયે વાર પોતાના ઉત્કર્ષના વર્ણનમાં અથવા તે પોતે પ્રાપ્ત કરેલ સિદ્ધિ-સમૃદ્ધિના ગુણગાનમાં પોતાના પૂર્વજોનું કતરાતું બોલી દે, જાણે કે પિતાના જેટલી આવડત કે પિતાના સરખું ડહાપણ તેમનામાં નહેતાં! આથી રાજ્યની આવક એ ઉપયોગ વિનાના-કેવળ નામના થાય એવા કિલ્લા કિંવા મહેલે ચણવવામાં ઉરાડી નાંખત, ભાટ ચારણોનાં પ્રસંશાભર્યા કવિત્તો સાંભળવાં એને બહુ ગમતાં, એ વેળા એ છૂટે હાથે દાન દેતે. એક સમયની વાત સંભળાય છે કે-જ્યારે તે દિહીથી પાછો ફર્યો ત્યારે શંકર નામના ભાટે એની ભારોભાર પ્રશંસાથી ભરેલું નવું કવિત્ત રચી રાજસભામાં કહી સંભળાવ્યું. એ સાંભળીને એ એટલી હદે ગેલમાં આવી ગયો કે આગળ પાછળના જરાપણું વિચાર વિના મંત્રીને હુકમ કર્યો કે શંકરને એક કરોડ રૂપિયા અને એક ખીલાત (Khilat) માં આપવાં. આ જાહેરાત સાંભળીને મંત્રી તે આભો જ બની ગયો ! ઘડીભર એને થઈ આવ્યું કે પોતે રાજા ભોજના યુગનો માનવી તો નથીને! એ કાળે પ્રશંસાના - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44