Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ] જેનધમ વીરેનાં પરાક્રમ [૫૫] ગારમાં આ રીતે લક્ષ્મીનો વ્યય થતો. પણ જ્યાં દેશ-કાળ બદલાઈ ચૂકયા હતા ત્યાં એ રીત ચલાવવી શી રીતે ? ઘરના છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો ” એ કહેતી જેવી દશ વર્તતી હોય ત્યાં શું થાય ? ચિંતાભારથી જેનું મુખ અવનત થયું છે એવો કરમચંદ મંત્રી, મહારાજ સન્મુખ જોઈ બેલી ઊઠયો– “આટલું બધું તે દાન હોય ? એક કોડ રૂપિયા !” રાયસિંગે કહ્યું – “મારું વેણ પાછું ફરે! તમને કોડ રૂપિયા બહુ જણાય છે ? તો હું બીજા પચીશ લાખને વધારે કરું છું. કોડ નહિ પણ સવા કોડ આપો.” કરમચંદ મંત્રી તે રાજવીની વગરવિચારી વલણ જોઈ દિંગ થઈ ગયે, કહેવાય છે કે એક ક્રોડ રૂપિયા તો તરત જ ભાટને અપાયા અને બાકીની રકમ માટે સંસ્થાનની આવકમાંથી વસુલ આપવાનું લખત કરવામાં આવ્યું ! કદાચ આ વાત અક્ષરશઃ સાચી ન પણ માનીએ, છતાં એ વાત ઉપરથી રાજવીના સ્વભાવનું પ્રદર્શન થાય છે અને એ વેળાના રાજદરબારની લખલૂટ ખરચીને ખ્યાલ આવે છે. મંત્રી કરમચંદને કોની સાથે કામ લેવાનું હતું અને કેવા કપરા સંજોગોમાં જીવવાનું હતું એનો પણ સાચો ચિતાર આ ઘટનાથી આંખ આગળ તરી આવે છે. આગળ જતાં મંત્રી અને રાજા વચ્ચે ખટરાગ ઊભો થયો એના કારણમાં ઉપરનો બનાવ ઠીક પ્રકાશ પાડે છે. મંત્રીની રાજ્યસંપત્તિ સાચવવાની ચીવટ જ પડતીને કારણરૂપ નિવડી એ આગળ ઉપર આપણે જોઈશું. ઇતિહાસના અભ્યાસી માટે આ બનાવ નવાઈ રૂપ નહિ લેખાય. કાચા કાનના રાજ સાથે કે ઉડાઉ સ્વભાવી રાજા સાથે જેનું પાનું પડે એનું ભાવિ જોખમભર્યું ગણાય જ. નંદરાજાના કાળમાં શકતાલ મંત્રીની એવી સ્થિતિ થયાનું કોનાથી અજાણ્યું છે ? - રાયસિંગનું ઉડાઉપણું દિવસે ને દિવસે વધતું ચાલ્યું. તિજોરીનું તળીયું હાથવેંતમાં જણાવા લાગ્યું. રાજનું ભવિષ્ય આર્થિક ભયંકરતાના ઓળા ઉતારી રહ્યું. આ વેળા એક પ્રાણ અને દીર્ધદષ્ટિ અમાત્ય આંખો કેમ મચી શકે ? બીકાના વંશજ પ્રત્યેની ભક્તિ અને સંસ્થાન તરફના ગાઢ પ્રેમથી આકર્ષાઈ મંત્રીશ્વર કર્મચંદ્ર રાજવીને એની આ આદતમાંથી ઠેકાણે આણવા સારૂ નિશ્ચય કર્યો. એ પાછળ એનો આશય શુદ્ધ હતો. છતાં એનું પરિણામ ધાર્યા કરતાં જુદું આવ્યું. પિતાના માટે એ ભયંકર નિવડયું. જો કે આ સંબંધમાં ઇતિહાસકારોમાં તેમજ તે વિષયના અભ્યાસીઓમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે, ઐતિહાસિક બાબતના અભ્યાસી એક મુનિશ્રી તરફથી આ સંબંધમાં મારું લક્ષ્ય ખેચવામાં આવ્યું. મારે અહીં કહેવું જોઈએ કે આ સંબંધમાં મેં વધારે કંઈ વાંચ્યું નથી છતાં કર્મચંદ્ર મંત્રીને રાસ અને આ સંબંધને લગતા જે કંઈ બે ત્રણ ગ્રંથો જોયા છે એ ઉપરથી મંત્રીશ્વર કર્મચંદ્રનું કાર્ય સાવ ઉલટી દિશામાં હતું કિવા કઈ કઈ માને છે તેમ જૈન કહેવાતા અમીચંદ જેવું હતું એમ મને લાગતું નથી. અમીચંદ જૈન હતું એ વાત એકકાળે જોરશોરથી પકારતી હતી, પણ મને યાદ છે ત્યાં સુધી ૨. સુશિલે એ મંતવ્ય કેવું ગલત છે એમ દર્શાવવા યોગ્ય સાબિતિઓ એક સ્થળે ધરેલી વાંચવામાં આવી છે. અહીં પણ પૂર્ણ શોધખોળને અંતે એવું કેમ ન પરિણમે? જે ઈંગ્લીશ પુસ્તકને દૃષ્ટિ સન્મુખ રાખી હું આ પરાક્રમગાથાઓ આલેખી રહ્યો છું એના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44