Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ કરી યેશ મેળવનાર અને દિશા ભાગોને સ્વચ્છ કરનાર હતા; જેમના ચરણકમલમાં આ પૃથ્વીના કયા કયા માણસો ભ્રમરરૂપ નથી બન્યા? ૨૬ વિદ્યાના તેજથી યુક્ત, સુંદર ચારિત્રવાળા, શબ્દથી અમૃત (સ્ત્રોત) વહાવનાર એવા રત્નસિંહ૧૨ નામના ગુરુએ તેમની પાદપીઠને અલંકૃત કરી હતી, જે શાસ્ત્રને ધારણ કરનાર અને અદ્વિતીય એવા જેમણે દુજે, સરળતાથી રહિત અને ઉદ્ધત એવા મહા મેહરૂપી હાથીના કુંભસ્થળને નાશ કરવા માટે શ્રેષ્ઠ સિંહપણાને આશ્રય કર્યો હતો. ૨૬ જેમણે (જે રત્નસિંહસૂરિએ) અહીં મનુષ્યને એક માત્ર એવા તત્વને બંધ કર્યો. બે એવા રાગ-દ્વેષને નાશ કર્યો. ત્રણ એવા જગત (સ્વર્ગ, મૃત્યુ અને પાતળ)ને ચંદ્રના તેજવાળી કીર્તિથી ભરી નાખ્યું અને કષ્ટથી સામનો કરી શકાય એવા ચાર (કાય)ને ક્ષણમાં નાશ કર્યો; તે કવાયાનો દ્વેષ કરનાર અને ગ૭ના આધિપત્યની અપાર લક્ષ્મીને ધારણ કરનારા અત્યારે જય પામે છે. ૨૮ અને ! રત્નસાગરસૂરિ, પાછળથી કરેલા ચેથા આચાર્ય સંઘતિલકસૂરિ પ્રભાવક થયા, જેમણે નિર્વિકલ્પ સરિમંત્ર કાઢયો હતો. જુઓ જૈન ગૂર્જર કવિલો ભાગ ૨ માં વૃદ્ધ (પૌષાલિક) તપાગચ્છ પટ્ટાવળી. સં. ૧૪૫૬માં તંભતીર્થમાં બૃહત પૌષધશાળામાં શ્રી જયંતિલકસૂરિએ ૩નુયોર જૂને ઉદ્ધાર કરાવ્યો અને તે જ સ્થળે તેમના ઉપદેશથી કુમારપાત્રપ્રતિવોયની પ્રત તાડપત્ર પર લખાવી. આ બંને પ્રતિ પાટણમાં છે. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિત તિતિ પૃષ્ઠ ૪૪૭ પારા ૬૬૮. આ આચાર્યના ઉપદેશથી સં. ૧૪૪૯માં ગિરનાર પર નેમિપ્રાસાદનો ઉદ્ધાર હરપતિ સંઘપતિએ . જુઓ નવસુંદરકૃત ઉરનાર પરિવાર. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૪૫૯ના મળે છે. ૧૨ શ્રીરત્નસિંહરિ શ્રીજયતિલકસૂરિની પાટે આવ્યા. સં. ૧૫૦૦ની માઘકૃષ્ણ સક્ષમાં ગુરવારે જુનાગઢના રાજા માંડલિકે રત્નસિંહરિના પટ્ટાભિષેક અવસરે પાંચમ, આઠમ, ચૌદશના દિવસે સર્વ જીવની અમારિ કરાવી. તે પહેલાં એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન થતું હતું. તે જ રાજાના સમયમાં સં. ૧૫૦૯માં માઘ સુદ ૫ ના દિવસે વિમલનાથનો પ્રાસાદ સ્તંભતીર્થવાસી બ૦ શાણરાજે બંધાવેલે તેની આ રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. જુઓ ગન સાં૦ ર૦ રૃ૦ પૃ૦ ૪૯૪ પારા ૭૧૯. અને તેમના ઉપદેશથી સાત ક્ષેત્રમાં દ્રવ્ય ખરચ્યું. શ્રી રત્નસિંહસૂરિએ (ગિરિપુર) ડુંગરપુર નગરમાં “ઘીઆવિહાર” નામના ઋષભદેવ પ્રાસાદમાં ૧૨૫ અધિક મણના પિત્તલના પરિકરવાળો કજભદેવ બિંબની ચૈત્ય પ્રતિષ્ઠા કરી તથા કાટ નગરમાં પિત્તલમય સંભવજિન બિંબના પ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી રત્નસિંહરિએ અમદાવાદ વસાવનાર અહમદશાહ બાદશાહને બોધ આપી શાસનની ઉન્નતિ કરી હતી. બાદશાહે સં. ૧૫૦૯ માં આચાર્યના ચરણકમલની પૂજા કરી હતી. જુઓ વૃદ્ધ પૌવાલિક તપાગચ્છીય પટ્ટાવલી. અહમદશાહને રાજ્યકાળ સંધ ૧૪૫૪ થી ૧૪૮૫ને છે તેથી ઉપર્યુક્ત ઘટના નિર્માન્ત નથી. છતાં એ સમયમાં ફેરફાર હોય તો ઘટના સાચી પણ કરે. તેમના પ્રતિકાલે સં૦ ૧૪૫૯ () ૧૪૮૧ થી લઈને ૧૫ ૮ સુધીના મળે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44