Book Title: Jain_Satyaprakash 1941 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - અંક ૧૧] શ્રી કુપાક તીર્થ [૩૫] આ આક્રમણ વિજલરાયના મરણ પછી વસવે કર્યું હતું. વસવે વિજલરાયને મારી જૈનધર્મને નુકશાન પહોંચાડ્યું. અને કુલ્પાકતીર્થને વિનાશ કરવો સખ્ત હાથે કામ લીધું હતું. વિજલ અને વસવ કુપાકના ઇતિહાસ સાથે આ બંનેને ગાઢ સંબંધ છે. પ્રસિદ્ધ તિષ શાસ્ત્રી ૫. વેંકટેશ બાપુજી કેતકર તિગણિતમાં ભાસ્કરાચાર્યના પરિચયમાં લખે છે કે-સંહ્યાદ્રિ પર્વતની હારમાળા મુંબઈ ઇલાકાના જુનેર પાસેથી નીકળી પૂર્વ તરફ જઈ ગોદાવરીના દક્ષિણ કાંઠે બીડનગર સુધી લંબાઈ છે. આ બીડથી ૪૦ કોષ દૂર કલ્યાણી નગર છે જે જેનેની રાજધાની છે, જેને રાજા બિજલ જૈન હતો. વિ. સં. ૧૨૦૮ (શાકે ૧૦૭૨) ત્યારે ત્યાં સિદ્ધાંતશિરોમણિ ગ્રંથ પૂરો થએલ છે. બિજાપુરના વિ. સં. ૧૨૦૮ (શાકે ૧૦૭૩)ના શિલાલેખમાં વિજલરાયને કચેરીવંશીય પરમાદિપુત્ર ચાલુકયરાજ પ્રતાપી માંડલિક અને સેનેશ તરીકે ઉલ્લેખ છે. ઈતિહાસકારો જણાવે છે કલચુરીવંશના સેનાપતિ બિજલે ત્રીજા તૈલ પાસેથી ચૌલુકયસત્તા છીનવી લીધી હતી. તે પોતે ચુસ્ત જેન હતું તેમજ તેને વંશ જેન હતે. તેને વંશ જૈનધર્મની રક્ષા અને વૃદ્ધિ કરી શકત, પરંતુ તેના પાટનગરમાં જ જૈનધર્મવિરોધી બળો જામતાં ગયાં. જેથી જેનધર્મને રક્ષણ આપી શકે એવા એ રાજવંશને નાબુદ કરવામાં આવ્યું. વીરશૈવ ધર્મની ભરતી ફરી વળી. રાજ્ય દરબારમાં પ્રપંચે વધ્યા તેનું પરિણામ દેવગિરિના યાદવ અને દક્ષિણના દ્વાર સમુદ્રના હોશિયાલને લાભમાં આવ્યું. જ. . એ. સો. ૪, પૃષ્ઠ ૧૯ની ફુટનટમાં જેન ઉત્તરાધિકારીઓના જઘડાનું વૃત્તાંત છે કે– બિજલ જૈનધર્મને મહાન પક્ષકાર હો, છતાં તેણે ધામિક બાબતમાં લિંગાયતો. (વીર શૈવ ધમીઓ) પર ત્યાં સુધી કૃપા દર્શાવી હતી કે લિંગાયત તદ્દન વિરોધ થઈ ગયા અને તેને અંત આણવાને ફાવી શક્યા. ફલીટ સાહેબ કહે છે કે- તે સમયે જૈનધર્મ પ્રજધર્મ હતો. બસ ૧૦ વર્ષ રાજ્ય કર્યું પછી પિતાના ચાર પુત્રોને વહેંચી આપ્યું. પરંતુ તે પુત્ર થોડા વર્ષ સુધી તે રાજ્ય કરી શક્યા. ડૉ. કૃષ્ણસ્વામી કહે છે કે-દક્ષિણમાં જૈનધર્મને તેડવાને જૈનધર્મને અનુસરતા વીરશૈવ ધર્મની સ્થાપના થઈ હતી, તેમાં ૧. રેવન, ૨. મારૂલ, ૩. એકારામ (એકાંતડ રામપ્યા) અને ૪. પંડિત આરાધ્ય એ ચાર મુખ્ય પુરુષ થયા છે. એકારામે તે આ સંપ્રદાયને બહુ જ જોર આપ્યું હતું. ત્યાર પછી બસવ અને ચેન્નબસેવે આ સંપ્રદાયના ઉપદેશને વ્યવસ્થિત રૂપ આપી આ સંપ્રદાયને પુનર્જીવન આપ્યું અને તેને “લિંગાયત” નામથી જાહેર કર્યો. એટલે લિંગાયત ધર્મ એ વીર શૈવ ધર્મને જ “જર્ણોદ્ધાર ” છે. અને તેને પુનર્જીવન આપનાર બસવ જ છે. આ બસવનું ચરિત્ર તે બસ-પુરાણ લિંગાયત ધર્મને મુખ્ય ગ્રંથ મનાય છે. જેમાં બસવનું પૌરાણિક ચરિત્ર અને બિજલના વિનાશને ચિતાર આલેખિત છે. સારાંશ એ છે કે–લચુરીવંશીય જૈન સેનાપતિ વિજલ પોતાના સ્વામી ચૌલુક્ય પતિ ત્રિજા તેલને લેભથી જીતીને કલ્યાણીને રાજા બન્ય, રૂપસુંદરી પદ્માવતીને દેખી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44